Daily Archives: માર્ચ 30, 2016

ક્રુજ યાત્રાના અનુભવોની અધુરી રહી ગએલી વાતો .

હું કોઈ ટાપુમાં ટેક્ષી ની  તપાસ કરતો હતો ત્યાં મેં એક કોલોમ્બીય્ન  ક્પ્પલ   ટેક્ષીમાં  બેઠેલું જોયું  એ બન્નેમાં પુરુષનું નામ હેન્રી  હતું  . સ્ત્રીના નામની મને ખબર નથી  .હેન્રી ઈંગ્લીશ અને સ્પેનીશ ભાષા  સારી રીતે જાણતો હતો જ્યારે એની વાઈફ  ફક્ત સ્પેનીશ ભાષા  જાણતી હતી  . મને ટેક્ષીની  તપાસ કરતો જોઈ  હેનરીએ  મને બોલાવ્યો  મને કહે તમે અમારી ટેક્ષી માં  આવી જાઓ  . હું એની સાથે ટેક્ષીમાં બેસી ગયો   .  નક્કી કરેલ  સ્થળે ઉતર્યા પછી   મેં ટેક્ષી  વાલાને પૈસા આપવાનું કર્યું  . એટલે હેન્રી બોલ્યો  તમે અમને ટેક્ષીમાં નથી બેસાડ્યા અમે તમને ટેક્ષીમાં બેસાડ્યા છે   . એટલે  હું ભાડું આપી  દઉં  છું  . છેલ્લે મારે ત્રીજા ભાગનું ભાડું આપવાની વાત મહામુશીબતે    હેનરીએ માન્ય રાખી  .
પછી કોઈ બીજા ટાપુમાં અમે ગયા ત્યાં ટેક્ષીની તપાસ કરી તો એક ડ્રાઈવર કળા રંગનો  ઝાને બીજી બાયડી  ડ્રાઈવર  હતી એ પણ કાળી હતી   . આવા ઘણા ટાપુઓમાં  જુના વખતમાં ગુલામ તરીકે આવેલા  કાળા  લોકોની વસ્તી વધુ હતી..    પુરુષ હતો તે  ઉંચો અને એના  હોઠ   રીંગણાં      જેવા જાડા અને કાળા હતા  . એની આંગળીઓ  ગરમાળાની  શિનો જેવી હતી  . અને એના નાખોદામાં   અડદ  ભરેલી મુઠી ઘુસી જાય  એટલા પહોળાં હતાં સ્ત્રી ડ્રાઈવર હતી તે કાળી હતી પણ નાકે નેણે નમણી હતી   . મને હેનરીએ પૂછ્યું કયો ડ્રાઈવર તમે પસંદ કરો છો મેં સામો પ્રશ્ન કર્યો  હેન્રી કહે પુરુષ  ડ્રાઈવર  ,    મેં કીધું તુને સ્ત્રી ડ્રાઈવર નો  પસંદ પડી ? હેન્રી કહે  મનેતો પસંદ પડી પણ  વાઈફને  પસંદ નહી પડે  એ આખા પ્રવાસ  દરમ્યાન  મારા સમુજ જોયા કરશે એ વિચારશેકે હું સ્ત્રી સામું જોયા મ્કારું છું  અને એરીતે આખા પ્રવાસની મજા બગાડી નાખશે  તો આપને એવો ધંધો ન કરાય   હેન્રી કહે લે હું મારી વાઈફને પૂછી જોઉં  કે કયો ડ્રાઇવર    એને  પસંદ છે  .. ચતુર હેનરીની વાઈફ સમજી ગઈ કે    મને સ્ત્રી ડ્રાઈવર  પસંદ છે એટલે મારું માન રાખવા હેનરીની   વાઈફ  બોલી કે  સ્ત્રી  ડ્રાઈવર   રાખીએ  આ વખતે કોઈ શાયરનો શેઅર યાદ આવ્યો કે  जो है पर्देमे पिन्हा चश्मे बिना देख लेती है
          ज़मानेकी      तबियतका  तक़ाज़ा देख लेती है   ફરતા ફરતા એક  એક ઠેકાણે  મેં લીમડાના ઝાડ  રોડની આજુબાજુ  ન્જોયા મેં ડ્રાઈવરને પૂછ્યું  આ ઝાડનું નામ શું છે  .? એ કહે નીમ  મને મનમાં થયું આતો હિન્દી નામ છે  .  એ કહે બ્રિટીશરો  ભારતથી જ આનું બી લાવેલા છે  .  પછી મેં તેને પૂછ્યું આ નાં બી મળે ખરા એ કહે  સરકારી નર્સરીમા મળી આવે  આ વખતે સીઝન નોતી એટલે  લીક્બોલીયા ઝાડ ઉપર ણોતા પણ નસીબજોગે એક ઝાડ upr એક લૂમ હતી  મેં ડ્રાઈવરને  પૂછ્યું આપનાથી લેવાય એ કહે પોલીસ ન જુવે તો લેવાય   પછી એ પોતે લઇ આવી  મેં લીમ્બોલીયું ખાધું અને  હેનરીને વાત કરીકે  આ ની છાલ અને બી ન ખવાય વચ્ચેનો  ગર્ભ ખવાય  અને મેં  હેન્રી આગળ લીમડાના ખુબ ગુણ ગાન ગાયા હેન્રી બધા  લીમ્બોલીયા લઇ ગયો અને મને વાત કરીકે હું  મારી પ્રોપર્ટીમાં વાવીશ  અને જે ઉત્પાદન થશે એમાં તમારો  ભાગ રાખીશ  .   પણ ત્યાં ઉગ્યા નહિ એવી હેનરીએ મને લખેલું  અમારો પ્રવાસ પૂરો થયો અને માયામીથી પ્લેનમાં બેઠા  . પ્લેનમાં એક વાતુડો  સ્પેનીશ  ભાષા બોલનાર મને મળ્યો મને એ  સ્પેનીશ સમજીને મારી સાથે વાત શરુ કરી  એનું નામ ફ્રાનાંડો હતું  . મેં તેને કીધું  હું સ્યો નથી ઇન્ડીઓ છું  તે કહે  આપને આટલે દુર રહેવાલા હોવા છતાં   આપણો દેખાવ એક કેમ છે  મેં એને વાત કરીકે અમારો પાંચ હજાર વરસ જુનો  ઇતિહાસના કહેવા પ્રમાણે   ભારથી અર્જુન નામનો એક રાજકુમાર  થોડા કુટુંબ સહિતના સૈનિકો લઇ  પાતાલ લોકમાં આવેલો  અર્જુન તો પાછો આવી ગએલો પણ  એના સૈનિકો કે જે કુટુંબ સાથે  આવેલા એ અહી રોકાઈ ગએલા  એના વારસદારો તમે બધા છો  . ફરનાન્ડો બોલ્યો એવું કૈક  હશે ખરું આ અમેરિકા ખંડ  પૃથ્વીની બીજી બાજુ છે એટલે   એને પાતાલ લોક કહેવાય  .
 વ્હાલા ન્લોગર   ભાઈઓ આતાની ગપ્પ આપને  કેવી લાગી  ?