Daily Archives: માર્ચ 15, 2016

મારી દાદીમાં કહેતાં કે ગગા મીંઢા નો રહીએ પાણો માંડીને ઈની આગળ વાતું કરીને હૈયું હળવું કરી લઈએ .

Bhanu_1

તો પછી  આ મારા સહૃદયી  મિત્રો ભાઈઓ અને બહેનો  આગળ થોડી વાતો એમને વાંચવા આપીને  શા માટે  મારા હૈયાનો બોઝ હળવો ન કરું ? અને અમારી ગરીબી સામે ધીંગાણે ખભે ખભો  મિલાવીને  ચડનારી , અને ઈ બહાને  હું મારી 70 વરસ સુધી  સાથ  આપીને   પ્રેમ આપીને  મને પ્રફુલ્લિત  રાખનારી  પ્રેમાળ  પત્નીને  શા માટે યાદ ન કરું ,?
મેં મારી એક લાંબી 56 ક્ડીયુંની કવિતા  કે જે મને શ્રી સુરેશ જાનીએ મારા બ્લોગ આતાવાણીમાં   મૂકી આપી છે   , જેમાં 11 થી 15  સુધીની ક્ડીયું મારી પત્ની ભાનુમતી વિષે છે  . જે હું વિગત સાથે લખીને આપને વાંચવા આપું છું  ;
હું અમદાવાદમાં  પોલીસ ખાતામાં નોકરી કરતો હતો  ત્યારે  શ્રી પાવરી  કરીને પારસી ડી એસ પી  હતા  . તેઓએ એક વખત   પાણી  ભરેલાં બેડાં માથે મુકીને  દોડવાની  પોલીસની પત્નીઓની હરીફાઈ રાખેલી   , એમાં ભાનુમતી  પોતાનું નામ નોંધાઈ આવેલી   આવેલી મેં અને મારા દીકરાઓએ  હરીફાઈમાં ભાગ લેવાની નાં પાડેલી અને એવું કીદ્ધું કે  આ બધી  જુવાન  છોકરીયું દોડશે એમાં તું પહોંચી નહિ શકે અને તું પડી બડી  જઈશ તો લોકોને હસવાનું મળશે   .  માટે તું હરીફાઈમાં ભાગ લેવાનું માંડી વાળ  તો ભાનુમતી હુંકાર થી બોલી હું ભાગ લેવાની છું અને પહેલો નંબર  લાવવાની છું   . અને બધી સ્ત્રીઓ  પાણીના ભરેલાં બેડાં સાથે લાઈન બંધ ઉભી રહી  મારો દોહરો આ પ્રસંગે કહું છું  . આતા નો  ગાંજ્યા જાય મોટા માંધાતાથી  પણ નિમાણા થઇ ગયા ભાનુની જીદ્દથી
અને બાપુ બંધુક ફૂટી  અને સ્ત્રીઓ દોડી  કેટલીકતો બન્ધુકનો અવાજ  સાંભળી ગભરાઈ ગઈ અને બેડાં માથેથી પડી  ગયાં   . કેટલીક થોડુક ચાલી અને બેડાંનો કંટ્રોલ  ગુમાવ્યો  અને પોતે પણ બેડાં સાથે પડી ગયું   . અને આ ભાનુમતી ગજ ગામિની  ઠેઠ  સરહદ  સુધી પહોંચી  , અહી બેડાં ઉતારવા વાળો પોલીસ ઉભો હતો  . તે બોલ્યો કાકી તમારો પહેલો નંબર આવી ગયો   . લાવો હું તમારું બેડું ઉતારું  ભાનુમતી વટથી બોલી  ઉભો રહે  ઓલ્યું મારી મશ્કરી કરતી હતી ઈને અહી સુધી આવવાદે   પોલીસ બોલ્યો  હવે બે ત્રણ જણી આવી રહી છે બીજીયું તો ઘર ભેગી થઇ ગયું  .

બબ્બે  કલાક સાંજ સવાર  પની આવે એમાં પાણી ભરવા  બાબત ઝઘડા થતા હોય પણ આ ભાનુમતી બહુ માથાભારે  એ નળનો  કબજો લ્યે તે જ્યાં સુધી  પોતાના ઘરનું નાનું વાસણ પણ પાણીથી   નો ભરાય જાય ત્યાં શુધી  નળનો કબજો છોડે નહિ   . લાઈન માસ્તરનું પણ  માને નહિ  . એક વખત દલપતરામ નામના સિંધી જમાદારની વહુએ  દલપતરામ ને કીધું ભાનુ નળજો કબજો ઘડીક્મે નથી છડે   , ભાગલા વખતે જે લોકો સરકારી નોકરી કરતા હતા  તેઓને ભારતમાં પણ એજ નોકરી ઉપર રાખી લીધેલા અને એ રીતે  દલપતરામ  જમાદાર તરીકે નોકરી કરતો હતો  .
દલપતરામ આવ્યો અને ભાનુમતી  ની ડોલ નળ ઉપરથી  લઈને  દેઉર ફેંકીને પોતાની ડોલ નળ ઉપર મૂકી દીધી   . તમને એમ થશે કે પછી ભાનુબેન  પછી રોતાં  રોતાં  ઘર ભેગા થઇ ગયા હશે  ડોલ લઈને   .  અરે રામનું નામ લ્યો ભાનુમતી એ પોતાની ડોલ લઈને દલપતરામના માથામાં મારી દીધી એટલે દલપત રામ લોહી લોહાણ થઈને પોતે ઘર ભેગો થઇ ગયો  . અને આ ભાનુબેન ઠાઠથી  પોઅની ડોલ ભરીને ઘરે આવ્યા  .