Daily Archives: માર્ચ 23, 2016

ભાનુમતીએ થોડો વખત પ્રિન્ટીંગપ્રેસમાં નોકરી કરેલી .

DSCN0073

ભાનુમતી એક વખત નોકરી કરતાં કરતાં પડી ગએલી  અને તુર્તજ હોસ્પીટલમાં  દાખલ થવું પડેલું  . એને સૌથી  પહેલી એક ડાર્લિંગ નામની છોકરી ફૂલનો ગજરો લઈને  મળવા પહોંચી ગએલી   . આ પછી ભાનુમતીની  અને  ડાર્લિંગ વચ્ચે બરાબર દોસ્તી જામી  . આમ તો  ડાર્લિંગને  શેઠે  મને મદદ કરવા મુકેલી   . આ પહેલા તે ભાનુમતી  સાથે બાઈન્દરી મશીનમાં   કામ કરતી  ડાર્લિંગ વિષે થોડી વાત કરવાનું મને મન થાય છે  ભલે આપ પણ વાંચજો  .ડાર્લિંગ ઘાટીલા ચહેરા વાળી નમણી  ખુબ સુરત પણ  થોડીક  જાડી હતી  .મારી સાથે બહુ મળીને રહે   . છૂટથી વાતો પણ કરે आखिर मेभी तो उसका साहब था   એક  વખત    એણે મને વાત કરીકે  શેઠે મારા કુલા સાથે પોતાનો કૂલો  ભટકાડયો   . મેં કીધું  શેઠે   તો પોતાનો કૂલો  ભટકાડયો પણ હું તો તારા કુલા ઉપર  ટપલી મારી દઉં  , ડાર્લિંગ કહે   . ભાનુ ન જુવે એમ ટાપલી મારજે  .
એક વખત ભાનુંમતીએ ડાર્લિંગને  પૂછ્યું  . તુને અમારું ભારતીય   ભોજન  ભાવે ? દાર્લીન્ગે હા પાડી।  એટલે ભાનુંમતીએ જમવાનું આમંત્રણ આપ્યું  . દાર્લીન્ગે  પૂછ્યું  શું બનાવીશ  ભાનુમતી  કહે લાડુ ભજીયા શાક  ખીચડી  ભરેલા મરચાં વગેરે બનાવીશ  ખાધોડકી  ડાર્લિંગ આપણી બધી વાનગીઓના નામ જાણે પણ ખીચડી અને ભરેલાં મરચાં બાબત  જાણે નહિ  .

સમય સર ડાર્લિંગ  જમવા સમયે  ઘરે આવી પહોંચી. અને ડોર બેલ વગાડ્યો . ભાનુમતિએ  બારણું ઉઘાડ્યું  અને ડાર્લિંગ  ઘરમાં આવી  અને આવતા વેતજ અમેરિકન રીત પ્રમાણે  બોલી ભોજનની બહુ સરસ સુગંધ આવે છે  .  ભાનુંમતિએ ખુરસી ઉપર બેસવાનું કીધું તે ખુરસી ઉપર બેઠી  .અને બોલી હું થોડીક ખીચડી  ચાખી શકું છું ? ભાનુંમતીએ ડીશમાં એક ચમચો ખીચડી  નાખી અને  બાજુના વાસણમાં  માખણનો પાસો મુક્યો  .  અને કીધું થોડું માખણ નાખીને ખીચડી ખવાય એવી વાત કરી  . ડાર્લિંગ વધુ ખીચડી માગી ભાનુમતી  એ એક ચમચો વધુ ખીચડી આપી તો તે બોલી બહુ ટેસ્ટી  ખીચડી છે     થોડી વધારે આપ  એમ ડાર્લિંગ ખીચડી વધુ માગતી ગઈ અને ભાનુમતી પીરસતી ગઈ  અને  ડાર્લિંગ પોણું તપેલું ખીચડી અને માખણનો આખો પાસો ખાઈ ગઈ   , આ વખતે હું બેક યાર્ડમાં હતો   . પછી ડાર્લિંગ બોલી હવે હેમત આવશે એટલે એની સાથે હું જમવા બેસીશ  . થોડી વારમાં હું આવ્યો  . એટલે ભાનુમતી બોલી  આ મેમાન આવી છે એને ખીચડી બહુ ખાધી છે  . એટલે ખીચડી બહુ નથી એટલે વધુ માગતા નહી  મેં કીધું મને ખીચડી આપતીજ નહિ  .પછી લાડુ વગેરે ખુબ  ડાર્લિંગએ  ખાધું  . પછી લીવીંગ રૂમમાં સહુ બેઠા  એટલે  ભાનુમતી ફોટો આલ્બમ લઇ આવી  અને  દર્લીન્ગને ફોટા દેખાડવા મંડી   .આપણને  સહુને ખબર છે કે ફોટા જોનાર કરતાં ફોટા બતાવનારને વધુ મજા આવતી હોય છે જેમ  આ પડા  માના કોક   બ્લોગરને કોકનું બાંચ્વામાં રસ  હોય છે બાકી પોતાનું કોક  વાંચે  એમાં વધુ રસ હોય છે ,આલ્બમમાં એક ફોટો એવો હતો કે હું આબુ ઉપર વાંદરાને કશુંક  ખવડાવું છું  . આ ફોટો ડાર્લિંગને  દેખાડીને   બોલી એને  ઈન્ગ્લિશ નહિ એટલે  એ એવું કહેવા માગતી હતી કે હેમત  વાંદરાને ખવડાવે છે   . તુને વાંદરાને ખવડાવવું ગમે ? પણ  ભાનુમતી  બોલી એમાં ડાર્લિંગ એવું સમજી કે હેમત વાંદરા ખાય છે તુને વાંદરા ખાવા ગમે   ? ડાર્લિંગ બહુ સહ્જ્તાતી બોલી  મેં વાંદરા કોઈદી ખાધા નથી  . પછી મારા સામું જોઇને બોલી  હેં એનો સ્વાદ કેવો હોય મેં કીધું ખાધોડકી  ખાવાની વાત નથી ખવડાવવાની વાત છે  .