Daily Archives: માર્ચ 28, 2016

પોર્ટરિકો,સેન્ટ ટોમસ ,વર્જિન આઈલેન્ડ, સેન્ટ માર્ટીન .વગેરે ટાપુઓની cruise દ્વારાયાત્રા

img038

હું   અને મારી   અતિ  પ્રેમાળ  ઘરવાળી   ન્યુ જર્સીમાં મારા દીકરા હરગોવિંદ  ને ઘરે  હતાં ત્યારે   હરગોવિંદ કહે  જો તમારે  દરિયાઈ  મુસાફરી  કરીને  ટાપુઓની  મુલાકાત  લેવી હોય તો હું બંદોબસ્ત  કરું   .  મેં મારી  વાઈફને વાત કરી  કે આપણે એક મોટી આગબોટ દ્વારા  જુદા જુદા ટાપુઓની મુસાફરીએ  જઈએ  તે બોલી કેટલો ખર્ચ થશે ? મેં ખર્ચની વાત કરી તો તે બોલી  આટલો બધો ખર્ચ કરીને  ટાપુઓમાં શું  દાટ્યું  છે કે લેવા જવું ? મેં કીધું “આપણે જીવ્યા કરતા જોયું ભલું ” કરી લઈએ  પણ એ માની નહિ અને બોલી  તમ તમારે જાઓ  હું નથી આવવાની  . આ વખતે મને એક ઉર્દુ શેઅર  બનાવવાનું સુજ્યું કે लोग कहते  है की औरतको  समझना मुहाल है  लेकिन सच तो ये है  समझाना मुहाल  है    . मुहाल = अशक्य  મેં હરગોવીન્દ ને   વાત કરી કે   આ લક્ષ્મી  ચાંદલો  કરવા આવે છે  એટલે હું મોઢું ધોવા જતો નથી  .  નુંઅર્કથી  પ્લેનમાં  માયામી અને ત્યાંથી હું ક્રુઝમાં બેઠો   . આ સમુદ્રી  યાત્રાનો મારો પહેલો અનુભવ હતો   .ક્રુઝની અંદર પુષ્કળ ખાવા પીવાનું  તમારી સેવામાં નોકરચાકર હાજર  અનેક દુકાનો  બાર્બર શોપ પણ હોય અને ધોબી શોપ પણ હોય  કેસીનો પણ હોય અને બીજા અનેક રમત ગમતના  આનંદ  પ્રમોદનાં સાધનો   જેટલા દિવસ તમે ક્રુઝમાં  હો ત્યારે  તમે  મોટા મહારાજા હો એવો અનુભવ થાય   ,દરેક ટાપુઓની દુકાનો ઉપર ડયુટી ફ્રિ નું બોર્ડ હોય  , પણ એનો લાભ  દુકાનો વાળાજ    લેતા હોય છે  .  તમને તો ન્યુયોર્ક કરતા પણ  મોંઘા ભાવે  વસ્તુ  ઠઠાડે    હું  એક વસ્તુ લેવા ગયો  ,  તો બહુ મોંઘી એટલે મેં વસ્તુ પડતી મૂકી દીધી  . એટલે દુકાનદાર  બોલ્યો ભાવ જોઇને ભડકી ગયા ?  લઇ   જાઓ  એમ કહી મને વસ્તુ  ઓછા   ભાવે આપી  ,ક્રુઝમાં  બે પાર્ટીઓ પાડી પ્રશ્નોત્તરી રાખે  મારી સામેની પાર્ટી  વાળાએ પ્રશ્ન કર્યો  ઇન્ડિયા કઈ વસ્તુનો વધુ નિકાસ કરે છે ? અમારી પાર્ટી વાળાએ  મને પૂછ્યું તમે ઇન્ડીયાના છો તમને વધુ ખબર હોય  .   બોલો શું કહીશું   . મેં કીધું  માણસો એક જન બોલ્યો વસ્તુનું પુછે છે  તો મેં કીધું ચા  અને જવાબ સાચો પડ્યો એટલે અમને કૃઝ્માંજ  વાપરી શકાય એવાં ટોકન  આપ્યાં એક જોક એવો કીધોકે  ક્રુઝમાં પાણી બહુ વપરાય છે એટલે કોઈ ક્રુઝ  કમ્પનીએ  ટોયલેટ હવાથી સાફ થઇ જાય એવું રાખ્યું  . તમે ફ્લશ કરો એટલે  હવા જોરથી  ખેંચીને  સાફ કરી નાખે એક વખત એવું બન્યું કે  એક બહુ જાડી બાયડી  જાજરૂ ગઈ અને  અને ત્પ્ય્લેત ઉપરથી ઉભી થતાં ફ્લશ કર્યું  એટલે  પાવર ફૂલ  હવાએખેંચ્યું  અને  બાયડી  કમર  સુધી અંદર ઘુસી ગઈ  .,  એ કેમેય કરી  નીકળે નહિ એણે એના ધણી ને બુમ મારી કે હની  મને બારી કાઢ હું ટોયલેટમાં ફસાઈ ગઈ છું  . હવે ઈનો હસબંડ   કાઢી શક્યો નહી  , એટલે  એણે મદદ માટે  ક્રુઝના કર્મચારીઓને બોલાવ્યા    .એટલે બે ત્રણ લોન્ઠ્કા જવાનો આવ્યા અને નાગી પુગી બહાર  ખેંચી કાઢી   .
બધા ટાપુઓ કરતાં મને સેન્ટ માર્ટીન  ટાપુ બહુ ગમ્યો  . હું ટાપુ37 સ્કેરમાઈલના  વિસ્તાર વાળો છે અને  ડચ અને ફ્રાંસ એમ બે દેશોની માલિકીનો છે  . હું  કૃઝ્માંથી ઉતરીને  સીધો ડચ વિસ્તારમાં ગયો  .અહી મને એક બાયડી એ  બોલાવ્યો  એવા લહેકાથી બોલાવ્યો કે  જાણે આપની જૂની ઓળખીતી હોય   . એય આવોને ક્યા જાઓ છો દોડ્યા  દોડ્યા   . થોડી કોફી પિતા જાઓ થોડો નાસ્તો કરો  . આવોને  ?   હું એના ઘરમાં ગયો  .  મને એક જુવાન છોકરી દેખાડી   ,આ  છોકરીએ   બીચ ઉપર પહેર્યા હોય  એવાં  કપડાં પહેર્યાં હતાં  . મને  બાયડીએ પૂછ્યું આ છોકરી તમને ગમે છે ? મેં જવાબ દીધો  .  હા મને બહુ ગમે છે તો તે કહે  તો પછી એની સાથે  ક્રુઝમાં જવાના ટાઈમ સુધી  આનંદથી  સમય પસાર કરોને  ?એ તમને સ્નાન પણ કરાવી આપશે   . હું બહાનું બતાવીને માંડ  છૂટ્યો  .
ફ્રેંચ વિસ્તાર તમને સુઘડ લાગે  બાકી આ ડચ વિસ્તારમાં  કુકડા  બકરીયું  રખડ્તીયું દેખાય   મેં એક રાસડો બનાવ્યો જે આપના માટે લખું છું  .
સેન્ટ માર્ટીનના  બેટમાં  દુલા  સેન્ટ માર્ટીનના બેટમાં
બે દેશોની હકુમત હાલે  ગિરધારીલાલ
ઈ બેટના માયાળુ  માનવી દુલા ઈ બેટના માયાળુ  માનવી
અજાણ્યાથી પ્રીતું બાંધી બેસે ગિરધારીલાલ
ડચ વિસ્તારમાં  કૂકડા બકરાં હડફટે  તુને આવશે
કુકડીયુંથી બચતો બચતો  રેજે ગિરધારીલાલ
બીચ ઉપરજો જાતો દુનિયા જુદી જુદી   લાગશે
ઘરવાળીને ભેગી લઇ  નો જાતો  ગિરધારીલાલ
અંતરના  ઊંડાણથી વિચાર આવ્યો  ‘ ‘ આતા ઈ ને  ‘
રાસડો બનાવવાનું સુજ્યું ગિરધારીલાલ  haappy  iaster  2016