Daily Archives: માર્ચ 6, 2016

આ જગમાં વધ્યો પાપાચારજી

હું એક ભજન જેવી કવિતા  આપને વાંચવા આપવાનો છું  ,એ પહેલા એનો ભાવાર્થ  કહું છું  ,
આ વિશ્વમાં  કેટલાય અનર્થ કાર્યો થઇ રહ્યા છે   .  કે   એનો કોઈ ઉપચાર નથી  કરી શકે એમ , બકરીનું બચ્ચું  ફક્ત પોતાની માનું દૂધ પીએ  છે એ એ માણસના  બચ્ચાની જેમ  કોકની  માનું દુધ નથી પી જતાં અને જ્યારે તે  ખાતાં શીખે છે ત્યારે એ બાવળ  બોરડીના કુણા કુણા  કાંટા   , જેવું તેવું ઘાસ પાંદડા  ખાઈને પેટ  ભરે છે  . એને  કાળી માતા।  દુર્ગા  ,ભવાની  , બહુચર મા વગેરે દેવીઓના આગળ  તલવારના ઝાટકાથી  ધડથી  માથું જુદું કરી નાખે છે અને કહેવાતા દેવી ઉપાસકો આ બચ્ચાનું લોહી પીએ છે અને પછી તેના માંસને રાંધી માતાના ભક્તો  માતાનો પ્રસાદ સમજી જમે છે   . માતાએ મને આવા પશુનો ભોગ આપો  એવી માંગણી કરી નથી હોતી   .ભૂવાઓ ધૂણીને  માતા તરફથી બકરા ઘેટા , પાડા  નો ભોગ મને આપો એવી માંગણી કરતા હોય છે , અને ગેંડો ઘાસ ખાવા વાળો એના શીંગનીદવા  બનાવીને  ખાવાથી  કામોત્તાસના  તીવ્ર બને છે  , એવી માન્યતાથી અને એના ચામડાની  ઢાલ બનાવવાના કારણે ગેંડાને મારી નાખે છે  .
ઊંટના  વાંસા ઉપર જે ઢેકો હોય છે એમાં પાણી ભરેલું હોય છે એવી ખોટી માન્યતાને લીધે  રણના ગરમ લુ ઝરતા તાપમાં  તરસ લાગે ત્યારે બાપડા ઊંટને મારી નાખે છે  . અને ગાયોની સેવા કરવાનો દાવો કરવા વાળા ગાયોના પાછલા પગને  પૂંછડાં સાથે  બાંધી પછી  ધાવવા માટે વાછરુને છોડે   વાછરું આંચલ  મોઢામાં લ્યે એટલે બચા  પ્રત્યેના પ્રેમને લીધે  ગાયના આંચલમાં દૂધ ભરાઈ જાય  એટલે વાછરુને  ગાયના  મોઢા આગળ હડસેલી મુકે  ગાય વાછરુને ચાટયા  કરે અને  ગૌ સેવક  દૂધનું બોઘરું ભરી લ્યે    પછી આ  બચ્ચાના ભાગના દુધને ઉકાળી  તેમાં સાકર ઈલાયચી કેસર નાખી  મૂર્તિને ભોગ ધરાવે  અને મૂર્તિ પાસે માગની મુકે , હવે આવી  ક્રિયા થી   ભગવાન રોય પડે કે નહિ
પછી મારા જેવાને ભગવાનને  વિનંતી કરેકે પ્રભુ  અમેતો પાપી  છીએ અને તમેતો મ્પાપી લોકોના તારણ હાર   , પતિત પાવન છો માટે તમારું કામ પાપીને  ક્ષમા  કરવાનું અને અમારું કામ પાપો કરતા  રહેવાનું  , અને હવે ભજન વાંચવા  કૃપા કરો   .

આ જગમાં વધ્યો પાપાચાર જી  વધ્યો પાપાચાર  એનો કોઈ નથી ઉપચાર
આ જગમાં વધ્યો  પાપાચારજી
બાકર બચ્ચાં કાંટા ક્ર્ડેને માનું દૂધ પીનારજી
દુર્ગા માતા ઈનો ભોગ ન માગે તોય  માનવી  મારે ધરાર   ….આ જગમાં
ગાફ્લ ગેંડો ઘાસ ચરેને કરે  ન  માન્સાહારજી
શીંગડું  ચામડું  લેવા કાજે  કરી નાખ્યો સંહાર। .આ જગમાં
સાંઢ (ઊંટ )યો  રણ  માં તાપ તાપેને  ભૂખ વેઠે હદ પારજી
પાણી કાજે  કાપી નાખે ઇના  બેઠેલ  માથે સવાર। ..આ જગમાં
ગાયુંને ખીલે  બાંધ્યા પછી ઇના પગ બાંધે ગોવાળજી
વાછરું  છોડે  ધાવવા કાજે પણ બોઘરે દુધની  ધાર   …આ જગમાં
ઈવા દુધનો પ્રભુને આગળ  ભોગ ધરે નર નારજી
કુડા  માનવીને જોયા પછી રોવા માંડ્યા  જુગ્દાધારે  ….આ જગમાં
બે કર જોડી વંદે” આતા ” પ્રભુ રોશોમાં લગાર જી

અમે અપરાધી પાપી જીવ તમે પાપીના તારણ હાર   ,,,, આ જગમાં  .
Ataai