Daily Archives: માર્ચ 10, 2016

ગુરુ બૃહસ્પતિના કહેવા પ્રમાણે સ્વર્ગ નથી , નર્ક નથી , અને પુનર્જન્મ પણ નથી . અને ચેતન વંતા શરીરથી ભિન્ન આત્મા પણ નથી .

ad90b1468c74627f7120835d022c-grande
હેજી અમે 68 તીરથ ચારે ધામ ફરી આવ્યા તોય પાતક અમારાં નો બળ્યાં રે..એ..જી  હેજી અમે ગંગા જમના  સરસતી  નાયા
તોય  પાપો અમારાં  નો બળ્યાં  રે ,,એ..જી।  (હોયતો બળે ને ?)
સત કાજ સુકરાતે હળાહળ   પીધાં ઈસા મનસુરને શુળીએ  ચડાવ્યા
તોય શુળીયુંના ઘડતલ નો રડ્યા રે। .એ। .જી   …1
હાથમાં તલવારું લઈને દોરી ઉપર નાચ્યા  જીભુ માથે ભાલાં ઉભાં રાખ્યાં
તોય  તાલીયુંના પાળતલ  નો મળ્યા રે . એ। .જી    2
ગીતડાં  બનાવ્યાં  આખી રાત જાગી   , રાગડા તાણીને લોકો આગળ  ગાયાં
તોય કદરુના કરતલ નો મળ્યા રે। . એ। . જી। 3
ક્વીશ્વરે  ખેતી કીધી  હળથી  હેત રાખ્યાં   કરેલી કવિતાઓ  દીધી દાટી  રે
ઉત્સાહ દેનારા  નો મળ્યા રે..એ.. જી  .4
ગુરુ ગોતવા “આતાએ ” ઝાઝા ફાંફાં  માર્યાં  મનના ગુરુએ ભ્રમણાઓ ભાંગી રે
સદગુરુ  ઈને નો મળ્યા રે। .એ..જી  .