Daily Archives: માર્ચ 18, 2016

મિસ્ટર મેક્ફર્લાંડ વિષે વધુ વાતો .

મેક્ફર્લાન્દને ત્યાં  દર શની વારે  હું એના બગીચામાં કામ કરવા જતો  . એને ત્યાં અમુક ખેતીકામના ઓઝારો હતાં એ મારા કામ પુરતા બરાબર હતાં  , પણ એક સાધન હતું  એ  વધુ મેહનત કરવી પડે એવું અને કામ ઓછું થાય એવું હતું  . મારા ભાઈને ત્યાં આવું કામ કરવા માટેનું એક સારું સાધન હતું  તેવું મેક્ફર્લાંડ ને ત્યાં નોતું  એટલે એક દિવસ મારા ભાઈના ઘરેથી આ સાધન  લઈને  મેક્ફર્લાંડ ને ત્યાં  હું કામ કરવા આવ્યો , મેક્ફએલાંડે  આ ઓજાર જોયું અને મને કીધું  આ ઓઝાર તમારા ભાઈને પાછું આપી દ્યો   . અને મારી સાથે ચાલો હાર્ડવેરમાં અને તમને પસંદ પડે અને તમે સારી રીતે  વાપરી શકો એવું ઓઝર આપણે।  ખરીદી આવીએ    . મેં મારા ભાઈને  તેને ઘરેથી લાવેલો એ ઓઝર પાછું આપી દીધું  . અને પછી  હું અને મેક્ફર્લાંડ .  હાર્દ વેરના સ્ટોરમાં ગયા અને મારે જોઈએ એ સાધન અમો ખરીદી લાવ્યા  . અને મેં કામ કર્યું   .

હું કામ કરવા આવું ત્યારે મારી લંચ બેગ મીસીસ મેક્ફર્લાંડ  મારી પાસેથી લઈને રેફરીજેટર મા મૂકી આવે .  આપણા દેશી લોકો  રેફરી જેટર  ને ફ્રીઝ કહેછે  કોઈ વખત  હું  કામ ઉપર આવું ત્યારે  મેચ્ફર્લાંડ  મારી સાથે વાતોએ વળગે   બહુ લાંબી નિરર્થક   વાતો કરે   . કોઈ વખત હું એને કહું કે  હવે મારે કામ  કરવા જવું છે  . મેક્ફર્લાંડ  sorry  કહીને મને જવાદે  મારો તો ટાઈમ પાસ થતો હોય હું બગીચામાં  કામ કરું કે મેક્ફર્લાંડ  સાથે વાતો કરું  મને તો જે પૈસા મળવાના છે એજ મળવાના છે  .પણ મને વાતો માટેના પૈસા  લેવા  એ માટે હ્રદય  નાં પાડતું હોય છે   મારા કામથી મેક્ફર્લાંડ  ને ઘણો સંતોષ હતો અને એ ઘણો રાજી રહેતો  .
મારા પહેલાં તે  વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતો  મને મેક્ફર્લાંડ  મને વાત કરતો હતો કે  વિદ્યાર્થી ઘડી ઘડી ટાઈમ જુવે કામ પડતું મુકીને થોડો આરામ કરી લ્યે  અને બાર વાગે એટલે જમવા આવી જાય અને ખાઈ લીધું હોય તો પણ  લંચ નો અર્ધો કલાક પૂરો કરીને  પછી ધીરે ધીરે કામ કરવા વળગે.  જ્યારે  હું ખાવાનું પૂરું થઇ જાય એટલે સીધો કામ પર  .એક વખત  મીસીસ મેક્ફર્લાંડે  મને કીધું  કે  મેક ફર્લાંડ ક્યારેક  અન્સંજ્ન જેવું કામ કરે બેસે છે અને તમને અન્યાય થયો હોય એવું તમને લાગે  . આવા પ્રસંગે તમે કોઈ દલીલ ન કરતા એનું સાંભળી લેજો  . પછી જ્યારે એને ખબર  પડશે કે  મારાથી  ખોટું થઇ ગયું છે મારાથી ખોટી રીતે તમને ધમ્કાવાય  ગયા છે  . તે પછી એ તમારી કરગરીને માફી માગશે
આ જરા તમને એના વિષે વાત કરી  .. માટે ધ્યાન રાખજો   આવી રીતે મેં  મેક્ફર્લાંડ  ને ત્યાં  ઘણા  ઉનાળાના શનિ વારે કામ કર્યું   .   મેક ફર્લાંડ  એક વખત મને મારે ઘરે મુકવા આવ્યો  મારા ઘરે આવતા એક રોડ ઉપર જવાનું હોય છે આ રોડનું નામ  વોટર મેલન  હિલ રોડ  છે એક વખત મેક્ફર્લાંડે મને કીધું કે આ રોડનું નામ રાખનારે  શું વિચારીને આવું નામ રાખ્યું હશે અહી  પથરાળ તેક્રીયોમાં તરબૂચ કોઈ દિ થતા હશે ?
પછી પોતેજ વાત કરી કે આ રોડનું નામ પાડનારને તરબૂચ બહુ   ભાવતા હશે  .  .
મેક્ફર્લાંડ હું કામ કરતો  હોઉં  ત્યાં આવે પાણીનું થર્મોસ આપી જાય કોઈ વખત  ભીની જમીન ઉપર બેસવા માટે ગાદલી  આપી જાય  . આવા પ્રેમના કારણે મને મેક્ફર્લાંડ યાદ આવે છે  . એનો એક મર્સિયો આપને વાંચવા આપેલો આજે બે મર્સિયા  વધુ વાંચવા આપું છું  .
મરીને મેક્ફર્લાંડ   સામાન વિણ સરગે ગયો
ઈણો પૈસો  પડ્યો  ર્યો  ઈ લારી વાપરશે લેરથી
માયા મેક્ફર્લાન્દની કોક જાણકારે જાણી તી

 મેંતો  માણીતી  પાથારતે કુંડાળે  પિટ મોસ       પ્રિય મેક્ફર્લાંડ  તુને યાદ કરતો તારો મિત્ર  હિમ ઈથ લાલ