આ જગમાં વધ્યો પાપાચારજી

હું એક ભજન જેવી કવિતા  આપને વાંચવા આપવાનો છું  ,એ પહેલા એનો ભાવાર્થ  કહું છું  ,
આ વિશ્વમાં  કેટલાય અનર્થ કાર્યો થઇ રહ્યા છે   .  કે   એનો કોઈ ઉપચાર નથી  કરી શકે એમ , બકરીનું બચ્ચું  ફક્ત પોતાની માનું દૂધ પીએ  છે એ એ માણસના  બચ્ચાની જેમ  કોકની  માનું દુધ નથી પી જતાં અને જ્યારે તે  ખાતાં શીખે છે ત્યારે એ બાવળ  બોરડીના કુણા કુણા  કાંટા   , જેવું તેવું ઘાસ પાંદડા  ખાઈને પેટ  ભરે છે  . એને  કાળી માતા।  દુર્ગા  ,ભવાની  , બહુચર મા વગેરે દેવીઓના આગળ  તલવારના ઝાટકાથી  ધડથી  માથું જુદું કરી નાખે છે અને કહેવાતા દેવી ઉપાસકો આ બચ્ચાનું લોહી પીએ છે અને પછી તેના માંસને રાંધી માતાના ભક્તો  માતાનો પ્રસાદ સમજી જમે છે   . માતાએ મને આવા પશુનો ભોગ આપો  એવી માંગણી કરી નથી હોતી   .ભૂવાઓ ધૂણીને  માતા તરફથી બકરા ઘેટા , પાડા  નો ભોગ મને આપો એવી માંગણી કરતા હોય છે , અને ગેંડો ઘાસ ખાવા વાળો એના શીંગનીદવા  બનાવીને  ખાવાથી  કામોત્તાસના  તીવ્ર બને છે  , એવી માન્યતાથી અને એના ચામડાની  ઢાલ બનાવવાના કારણે ગેંડાને મારી નાખે છે  .
ઊંટના  વાંસા ઉપર જે ઢેકો હોય છે એમાં પાણી ભરેલું હોય છે એવી ખોટી માન્યતાને લીધે  રણના ગરમ લુ ઝરતા તાપમાં  તરસ લાગે ત્યારે બાપડા ઊંટને મારી નાખે છે  . અને ગાયોની સેવા કરવાનો દાવો કરવા વાળા ગાયોના પાછલા પગને  પૂંછડાં સાથે  બાંધી પછી  ધાવવા માટે વાછરુને છોડે   વાછરું આંચલ  મોઢામાં લ્યે એટલે બચા  પ્રત્યેના પ્રેમને લીધે  ગાયના આંચલમાં દૂધ ભરાઈ જાય  એટલે વાછરુને  ગાયના  મોઢા આગળ હડસેલી મુકે  ગાય વાછરુને ચાટયા  કરે અને  ગૌ સેવક  દૂધનું બોઘરું ભરી લ્યે    પછી આ  બચ્ચાના ભાગના દુધને ઉકાળી  તેમાં સાકર ઈલાયચી કેસર નાખી  મૂર્તિને ભોગ ધરાવે  અને મૂર્તિ પાસે માગની મુકે , હવે આવી  ક્રિયા થી   ભગવાન રોય પડે કે નહિ
પછી મારા જેવાને ભગવાનને  વિનંતી કરેકે પ્રભુ  અમેતો પાપી  છીએ અને તમેતો મ્પાપી લોકોના તારણ હાર   , પતિત પાવન છો માટે તમારું કામ પાપીને  ક્ષમા  કરવાનું અને અમારું કામ પાપો કરતા  રહેવાનું  , અને હવે ભજન વાંચવા  કૃપા કરો   .

આ જગમાં વધ્યો પાપાચાર જી  વધ્યો પાપાચાર  એનો કોઈ નથી ઉપચાર
આ જગમાં વધ્યો  પાપાચારજી
બાકર બચ્ચાં કાંટા ક્ર્ડેને માનું દૂધ પીનારજી
દુર્ગા માતા ઈનો ભોગ ન માગે તોય  માનવી  મારે ધરાર   ….આ જગમાં
ગાફ્લ ગેંડો ઘાસ ચરેને કરે  ન  માન્સાહારજી
શીંગડું  ચામડું  લેવા કાજે  કરી નાખ્યો સંહાર। .આ જગમાં
સાંઢ (ઊંટ )યો  રણ  માં તાપ તાપેને  ભૂખ વેઠે હદ પારજી
પાણી કાજે  કાપી નાખે ઇના  બેઠેલ  માથે સવાર। ..આ જગમાં
ગાયુંને ખીલે  બાંધ્યા પછી ઇના પગ બાંધે ગોવાળજી
વાછરું  છોડે  ધાવવા કાજે પણ બોઘરે દુધની  ધાર   …આ જગમાં
ઈવા દુધનો પ્રભુને આગળ  ભોગ ધરે નર નારજી
કુડા  માનવીને જોયા પછી રોવા માંડ્યા  જુગ્દાધારે  ….આ જગમાં
બે કર જોડી વંદે” આતા ” પ્રભુ રોશોમાં લગાર જી

અમે અપરાધી પાપી જીવ તમે પાપીના તારણ હાર   ,,,, આ જગમાં  .
Ataai 

11 responses to “આ જગમાં વધ્યો પાપાચારજી

  1. સુરેશ માર્ચ 6, 2016 પર 2:12 પી એમ(pm)

    સરસ વિચાર અને સરસ ભજન.
    પણ આતા, તમે તો બૃહસ્પતિ અને ચાર્વાકના શિષ્ય અને ભગવાન અહીં ક્યાંથી ટપકી પડ્યા?!!!

    • aataawaani માર્ચ 6, 2016 પર 3:48 પી એમ(pm)

      પ્રિય સુરેશ ભાઈ મારે જનતા જ્નાર્દાનનું પણ માન રાખવું પડે છે यद्यपि सिध्धम लोक विरूढं ना करणीयम् आ चरणीयम /// बेज़ा कहे जिसे आलम उसे एज़ा समझो ज़ुबाए खळक्को नक्कारे खुद समझो

      • aataawaani માર્ચ 6, 2016 પર 5:29 પી એમ(pm)

        પ્રિય સુરેશભાઈ બૃહસ્પતિના અમુક સિદ્ધાંતો મને ગમે છે . એટલુંજ હું કોઈ વાડામાં પુરા એલ વ્યક્તિ નથી . શીખવા મળે આપણા જ્ઞાનમાં વધારો થાય ‘ જેની પાસેથી આપણને શીખવા મળે એને હું ગુરુ કહું છું એવી રીતે તમે પણ મારા ગુરુ દત્રત્ર્યે એવીરીતે 24 ગુરુ કરેલા એ પુરાણોક્ત વાત છે બૃહસ્પતી આવી વાતોને સત્ય માનતો નહિ એ અનુમાન પ્રમાણને માનતો નહિ પ્રત્યક્ષ પ્રમાણ એજ સત્ય અને આપની બુધ્દ્ધીએ નક્કી કરેલ સત્ય લાગે તો સત્ય સમજવું પરમેશ્વરને બૃહસ્પતિ નોતો માનતો એવું પાશ્સ્ચાત્ય વિદ્વાનોનું કહેવાનું છે . કેમકે એ લોકો જેરીતે પરમેશ્વરને માને છે એવી રીતે નોતો માનતો કે પુરાણોક્ત રીતે ચાર હા થ હોય તંબુમાં ઉતરે અને એની સેવા કરવાની તક કોઈ ભાગ્ય શાલીને મળે એવું એ નોતો માનતો
        .

  2. pragnaju માર્ચ 6, 2016 પર 3:27 પી એમ(pm)

    માનવ કરતા પશુ સારા ડુંગરની ખીણમાંથી છલંગ મારીને એક વાઘ ગાયની સામે આવીને ઊભો. ગાય થંભી ગઇ. વાઘ કહે, “ તને ખાઉં.” ગાય કહે,”ભાઇ, ઘેર મારું વાછરડું મારી વાટ જોતું હશે. તે બીચારું ભૂખ્યું થયું હશે.” વાઘ કહે,”મારું બચ્ચું પણ ભૂખ્યું થયું છે. એને માટે હું ખાવાનું શોધું છું. તું ઠીક લાગમાં આવી છે. હવે તને છોડું કે ?” ગાય કહે,”ભલે, પણ ભાઇ, હું ઘેર જઇ મારા વાછરડાને ધવરાવી આવું. પછી મારજે.” વાઘ કહે,” ખરી છે તું પણ! મને છેતરવો છે, કેમ? હાથમાં આવેલો શિકાર જવા દઉં તો હું વાઘ શાનો ?” ગાય કહે,” ભાઇ, તને તારું બચ્ચું વહાલું છે તેમ મને પણ મારું વાછરું વહાલું છે. એને ઘવરાવી આવું. એકવાર એનું મોઢું જોઇ આવું. વાછરડાને મળીને હમણાં પાછી આવીશ.
    વાઘ જરા ઢીલો થયો.
    તે કહે, “ભલે, તો જઇ આવ. પણ મોડું ન કરીશ, સમજી? ” ગાય તો દોડતી હાંફતી ઘેર પહોંચી. વાછરડું દોડતુંક ને એને વળગી પડયું અને ધાવવા લાગ્યુંહ. પેટ ભરીને ધાવી રહયું એટલે ગાય એને ડિલ પર, કપાળ પર ને લમણા પર ચાટવા લાગી. વાછરડું તો માનું હેત જોઇને રાજી રાજી થઇ ગયું. ડોક ઊંચી કરીને એણે માની સામે જોયું. જુએ છે તો માની આંખાંમાંથી આંસુની ધારા ચાલી જતી હતી. વાછરું કહે, ” મા મા રડે છે કેમ? ”
    ગાય કહે, ” કહે કાંઇ નહિં, બેટા. ” વાછરું કહે ” ના પણ મને કહે. ” ગાય કહે, ” બેટા હું થોડીક મોડી આવી ને તારે એટલી વાર ભૂખ્યાા રહેવું પડયું. મને થયું, કોઇ વાર હું ન જ આવું તો તારી શી વલે થાય? ”
    વાછરું કહે, ” પણ તું ન શું કામ આવે? તું તો આવે જ ને? મારા વગર તને બીજે ગમે જ નહિ. ”
    ગાય પાસે આવીને કહે,”ભાઇ, હવે મને મારી નાખ.” વાઘ તો ગળગળો થઇ ગયો,”બહેન, તું કેવી સાચાબોલી છે! મરવા માટે તે કોઇ આમ પાછું આવતું હશે? અને તું તો બચ્ચા સાથે આવી છે! તમને મારીને હું ક્યાં જાઉં? તારા જેવી સાચાબોલીને હેરાન કરી તે માતે મને તું માફ કરજે!” એમ કહી વાઘ તો છલંગ મારતો ચાલ્યો ગયો. ગાય વાછરડા સાથે ઘેર આવી.

    • aataawaani માર્ચ 6, 2016 પર 4:07 પી એમ(pm)

      પ્રિય પ્રજ્ઞાબેન
      એક શિકારીની ઝાળમાં એક કુંજ ફસાઈ ગઈ . કુન્જદીયું આભે ચડી ઈતો ઉંચે ઉપડયું બચલા મેલ્યા બેટમાં પાપી પેતાડ્યું
      વીર શિકારી વિનવું મારી સુણજે દાદ્ડીયા
      બ ચલા
      જોઇને આવ્યા પછી મારી ચીર્જે ચામડીયા

  3. NAREN માર્ચ 6, 2016 પર 9:52 પી એમ(pm)

    ખુબ સુંદર વિચાર સાહેબ, પણ સત્ય છે આ માનવ પોતા નાં સ્વાર્થ સિવાય કઈ નથી વિચાર તો , ઘણી બાબતો છે જેનો ખુદ પણ વિરોધ કરું છુ

    • aataawaani માર્ચ 7, 2016 પર 6:07 એ એમ (am)

      પ્રિય નરેન ભાઈ
      એક સાંઢા નામનું નીરુપ્રદ્રવી પ્રાણી જે જેસલ્મીર અને એવા બીજા ભાગોમાં રણમાં પુષ્કળ થાય છે , આ શાકાહારી પ્રાણી છે . એનું તેલ કામોત્તેજના માટે ઉત્તમ છે . એવી ખોટી માન્યતાને કારણે આ પ્રાણીને જીવતા ઉકળતા તેલમાં નાખીને ઉકાળે છે .આ પ્રાણીને પકડીને તેની કમર તોડી નાખવામાં આવે છે . કે જેથી કરીને તે દોડીને ભાગી ન શકે . એના ટોપલા ભરીને અમદાવાદમાં વેચવા લાવે છે .

  4. રીતેશ મોકાસણા માર્ચ 8, 2016 પર 7:23 એ એમ (am)

    બહુ સુંદર અને સંદેશો આપતું ભજન .

  5. Vimala Gohil માર્ચ 8, 2016 પર 5:45 પી એમ(pm)

    “કુડા માનવીને જોયા પછી રોવા માંડ્યા જુગ્દાધારે ….આ જગમાં
    બે કર જોડી વંદે” આતા ” પ્રભુ રોશોમાં લગાર જી
    અમે અપરાધી પાપી જીવ તમે પાપીના તારણ હાર ,,,, આ જગમાં”
    ઉમદા વિચારનું ભજન,આતાજીની આગવી વાણીમાં બહુ ગમ્યું..

    • aataawaani માર્ચ 9, 2016 પર 6:11 એ એમ (am)

      પ્રિય વિમલા બેન
      તમે મને કોમેન્ટ આપો છો .એ બહુજ સરસ મારા માટે ઉત્તમ ઔષધી નું કામ કરે છે મને જીવવામાં આનંદ આપે છે .
      ડીસેમ્બર 2011 27 તારીખ એમાં તમને ગમે એવા બે લખાણો છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: