નકરા દુધનો રગડો ચા પીવા વાળાં દુર્ગા બા છેતરાય ગયાં .

valley-of-flowers-9

હું  વર્ષો પહેલાં અમદાવાદના  સરદારનગર માં રહેતો હતો   . તે વખતે  મારી પાસે ઘણી બકરીઓ હતી ,  બચલાં  છૂટથી ધાવતાં અને બચડાં ધરાય જાય  .  કુદકા મારે  પછી ભાનુમતી બકરીઓને દોહતી  .  અમે દૂધ વેંચતા નહીં  .  
ભાનુમતીની દુર્ગા બા  નામની બેન પણી હતી  . તે બહુ સુગાળવાં અને   મોં મચકોડવાની ટેવ વાલાં   હતાં  .  અમારા ઘરમાં  ભાનુમતી સિવાય કોઈને ચા પીવાની ટેવ નહિ   .  મારાં સંતાનો  દુર્ગાબાને દુર્ગા માસી કહેતાં  .  એક જાણવા જેવી વાત કહી દઉં  કાઠી લોકોમાં  કાઠિયાણી  પોતાના બાળકોને  પોતાની બેનપણીને માસી ન કહેવડાવતાં ફોઈ કહેવડાવે  કેમકે ચતુર  કાઠિયાણી  પોતાની બેનપણીને પોતાના  ધણીની બેન બનાવી દ્યે   . માસી તો પોતાના પતિની સાળી થાય   . અને કોઈ વખત  કાઠી  સાળીને અર્ધી ઘરવાળી  કરીનાંખે   . પણ જો બેન હોય તો  બોલવામાં પણ વિવેક રાખે   .
એક વખત દુર્ગા બા  અમારે ઘરે આવયાં    . ભાનુમતીએ  તેમને ચા પીવા માટે આગ્રહ કર્યો   . એટલે  દુર્ગા બા મોં મચકોડીને બોલ્યાં   . બળ્યો તમારો ચા   બકરીના દૂધનો પીવડાવો છો  . બકરીના દૂધની વાસ આવતી હોય છે  .  હું પીઉં તો મને ઉલ્ટી થઇ જાય   .  ભાનુમતીએ મારા નાના દીકરા સતીષને કીધું   . સતીશ  આજે તું  શોભામલની  દુકાનેથી  ભેંસનું દૂધ લઇ આવજે  ગમેતે થાય પણ આજે  દુર્ગા માસીને ચા પીવડાવેજ છૂટકો   .
समझ दारको इशारा काफी है  . સતીશ બરાબર સમજી ગયો   . તે કળશિયામાં  પૈસા  ખખડાવતો   ખખડાવતો ગયો   . અને આઘેરી બકરી ચરતી હતી તે દોહી લાવ્યો  . અને ઘરે આવ્યો   .  અને  ભાનુમતીને વાત કરીકે  આજે  માસીના નસીબે  શોભામલની દુકાને  ભરવાડ  દૂધ લઈને આવેલો   . મેં શોભામલને કીધું કે  આ તાજું  દૂધ મને આપજે  .શોભામલે  એ ભરવાડ લાવેલો  એ ભેંસના  દૂધમાંથી   દૂધ આપ્યું  . વાસણના ઉપરથી દૂધ આપ્યું હોવાથી  વધુ પડતા  ઘીના તત્વ વાળું દૂધ છે  .  ભાનુમતીએ સતીષને કીધું   . આજે તું નકરા  દુઘનોજ ચા બનાવજે  અને વધુ ચા બનાવજે  માસીને બે કપ ચા પીવડાવીને ઘણા દિવસનું સાટું  વાળવું છે  . દુર્ગા બા ચાનાં વખાણ કરતાં  જાય  . અને ચા ટહોળતાં  જાય  .  રકાબી અને કપ  છલકાય જાય  એટલા બે કપ ચા  દુર્ગા બા પી ગયા  .  અને બોલ્યા કે
હવેતો તમારે ઘરે ખાસ ચા પીવા આવવું પડશે  .
મારા એક સ્વામિનારાયણ સંપ્રદાયના  મિત્ર છે   .

આ વાત હું  અમેરિકામાં એરિઝોનામાં રહેતો ત્યારની છે   . એ મારે ઘરે આવે એટલે  ભાનુમતી પાસે  મસાલાવાળી  અને ખાંડ  ને  બદલે  મધ નાખીને ચા બનાવવાનો ઓર્ડર કરે   . અમારા એ ઘર નાજ સભ્ય હોય  એવા અમને લાગે   . બહુ પ્રેમાળ માણસ છે  . એનો સ્વભાવ મને બહુ ગમે છે અને  અમારો બન્નેનો સ્વભાવ  એમને  ગમે છે  . તેને શેર શાયરી સાંભળવી ઘણી ગમે છે તેઓ કહેતા હોય કે હું કૂવાનું દેડકું નથી  .

9 responses to “નકરા દુધનો રગડો ચા પીવા વાળાં દુર્ગા બા છેતરાય ગયાં .

 1. સુરેશ નવેમ્બર 20, 2016 પર 5:09 એ એમ (am)

  દુર્ગા બાની ચા પીવી પડશે. પછી એમને કહીશ કે, થોડુંક દૂધ વધારે ઉકાળો અને એમાં ચા ના નાખતા. ખાલી ખાંડ ચાલશે.
  અને આ બામણને રબડીનું ભોજન થઈ જાહે !

  • aataawaani નવેમ્બર 21, 2016 પર 6:27 એ એમ (am)

   પ્રિય સુરેશભાઈ
   એક વખત હું અમદાવાદથી દેશીંગા ગએલો ત્યારે મને હમીર ભાઈએ જમવાનું કીધું .અને કન્દોઇ કૃષ્ણ કાન્તને બોલાવ્યો . ઘાટી કપાસિયા ખાધેલી ભેંસના દૂધનો દૂધપાક બનાવ્યો . એવોતો ઘાટો બનાવ્યો કે ચમચેથીજ ખાઈ શકાય . આ દૂધપાક અને હમીર ભાઈનો પ્રેમ મને હજી યાદ છે .

 2. pragnaju નવેમ્બર 20, 2016 પર 6:20 એ એમ (am)

  વાહ !આવા દુર્ગામા અમારે ત્યાં પણ આવતા !!
  પોષક તત્વોથી ભરપૂર બકરીનું દુધ માત્ર સ્વાસ્થ્ય માટે જ સારુ નથી હોતું પણ તે હૃદયની બીમારીઓથી પણ દૂર રાખે છે. મહાત્મા ગાંધી પણ બકરીનું દુધ જ પીતા.ત્યારે અમે કહેતા આમ કંઈ ખાલી બકરીનું દુધ ના પીવાય, પે’લા ‘સત્યના પ્રયોગો’ વાંચવી પડે ! ગાંધીજી ગાયની પૂજાની વાત કરતા હતા અને તેથી ઈચ્છતા હતા કે સંવિધાનમાં તેનો સમાવેશ થાય. પરંતુ તેઓ બકરીનું દુધ પીતા હતાં. તો આશ્ચર્યની વાત એ છે કે તેમણે બકરીની રક્ષા કરવાની વાત કેમ ન કરી ?
  અને
  હવે તો સોયાબીનનું તેલ ઉપરાંત એક પ્રકારનો પાવડર, ચોકલેટ ફ્લેવર વિગેરે મિક્ષ કરી તદન બનાવટી દુધ બનાવવામાં આવે છે ચા પણ રગડા જેવી થાય !દુર્ગામા તો રાજી રાજી થાય અને સિંહણનું દુધ પીવડાવો તો…? દુર્ગામા કી જય
  સાખી-સદ ગુરુ સમજવો તેમને, જે ભરે ભક્તિ નો રંગ
  કુપાત્રને સુપાત્ર કરે, બદલે બધાય કઢંગ

  પાત્ર વિનાનું પીરસો, ભલે છપ્પન ભોગ ધરાય
  છલકે પણ છાજે નહીં, ભુખ ભાવઠ ના જાય..

  ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય
  સિંહણ કેરું દુધ તો, કંચન પાત્ર ભરાય..

  સાજ તુરંગ ને શોભતો, લગડું ગર્દભ સોય
  કુંજર બેઠો કર ધરે, માંગણ ટેવ ન ખોય
  તેની જાણીતી વાર્તા
  એકવાર સિંહણ અને સિંહને વાદ થયો. સિંહણ કહે કે: ‘આપણા બાળ હાથીના કુંભસ્થળ તોડી નાખે તે મારા દુધનો પ્રતાપ છે. ‘
  સિંહ કહે : ગાંડી થામાં એ તો ખાનદાની ને જાતિનો પ્રતાપ છે.
  એમાં એક વખત એક શિયાળનું બચ્ચુ હાથ આવ્યું. સિંહ કહે : જો તારા દૂધનો પ્રતાપ હોય તો આ બચ્ચાને ધવરાવીને મોટું કર.
  સિંહણ તો દિવસરાત શિયાળના બચ્ચાને ધવરાવવા લાગી, પોતાનું બચ્ચુ ભૂખ્યું રહે પણ શિયાળના બચ્ચાને વધારે ધવડાવે.
  એક વરસ થયું ત્યાં તો શિયાળિયો ફાટયો, આકાશ ખાઉં કે પાતાળ ખાઉં ! જેને જુએ તેની સામે વટ જ કરે, સિંહ તો બેઠો બેઠો બધું જોયા કરે અને સિંહણની છાતી ગજગજ ફુલે.
  સિંહના બચ્ચાને દુધની તાણ પડી તે શરીર ઉપર પુરા રૂંવાડાયે નથી આવ્યા જાણે ખહુરિયા જેવું લાગે.
  એક દિવસ મોકો જોઈને સિંહ કહે: “આજે આ હાથીના ટોળામાં છેલ્લે મોટો હાથી છે તેનો શિકાર કરવો છે, તો તારા શિયાળીયાને કહે કે હાથીને પાડે”
  સિંહણે શિયાળીયાને બીરદાવ્યો: જો જે હો, મારુ દુધ ન લાજે, માર્ય પેલા હાથીડાને !
  શિયાળીયો તો ભાથામાંથી તીર છૂટે એમ છૂટયો, હાથીને ફરતે સાત આંટા માર્યા વિચાર કર્યો કે બટકું કયાં ભરવું ? છેવટે હાથીની પૂંછડીએ ચોંટયો, હાથીએ સૂંઢ ફેરવીને શિયાળીયાને કેડમાંથી પકડયોને આકાશમાં ફગાવ્યો કે આવ્યો ઘરરરર કરતો હેઠો, નીચે પડયો ત્યારે જમીન હારે એવો ચોંટી ગયો કે તાવીથેથી ઉખેડવો પડયો.
  સિંહે પોતાના બચ્ચાને હાકલ કરી, લથડીયા લેતો સિંહબાળ ઉઠયો, પૂંછડી ઝટકી જયાં ડણક દીધી ત્યાં તો હાથીના ઢોલ જેવડા પોદળા પડવા માંડયા, એ તો કુદયો પીઠ માથે પાછલા પગની ભીંસ દીધી જોતજોતામાં ડોકે બાઝી ગયો. પાંચ મીનિટમાં ખેલ ખલાસ. મોટો ડુંગરો પડે તેમ હાથી ફસડાઈ પડયો. સિંહણ ઝંખવાઈ ગઈને સિંહ પોરહાણો અને સિંહણને કીધું કે: “દૂધ કરતા કૂળમાં તાકાત છુપાયેલી છે.”
  હવે ભુલ્લકડ રોગ( ઑલઝામેર ) માટે માનવ દુધ શ્રેષ્ઠ ગણાય ! અને માનવદુધ ની ડેરી પણ છે અને જરુરમંદોને મોકલે છે…અમારા કુટુંબમા મા બહાર હોય અને ધાવણું બાળક રડે તો કોઇ પણ ધવડાવી હસતું કરે

  • aataawaani નવેમ્બર 21, 2016 પર 6:10 એ એમ (am)

   બહુ સરસ વાંચવા આપ્યું તમે પ્રજ્ઞા બેન
   એક કાગ કવિનો દુહો છે કે
   હરિયલ ઘેર ન હોય અને ફળિયામાં કુંજર ફરે
   ઈને વયની વાટુ નોય
   કેસર બચ્ચાને કાગડા

 3. Vinod R. Patel નવેમ્બર 20, 2016 પર 11:29 એ એમ (am)

  ગાંધીજી બકરીનું દૂધ વાપરતા એમ કહેવાય છે. એમની ટીકા કરનારા કહેતા કે ગાંધીની બકરીને બદામ ખવડાવવામાં આવે છે અને એથી ગાંધીજીનું મગજ સારું ચાલે છે !

  દુર્ગા માસીએ બકરીના દુધને ભેંસનું દૂધ માની ટેસથી ચા ટટકારી એમાં માનસ શાસ્ત્રનો નિયમ કામ કરી ગયો.દેખ્યાનું ઝેર !

  • aataawaani નવેમ્બર 20, 2016 પર 12:34 પી એમ(pm)

   પ્રિય વિનોદ ભાઈ તમારી વાત સાચી છે .દેખ્યાનું ઝેર છે . તમે મને એક વાત યાદ અપાવી . આતો દૃષ્ટાંત છે .
   સર્પ અને ઉંદર બન્ને વાતોએ વળગ્યા સર્પ કહે લોકો ઘણી વખત ખોટા ભય ભીંત થઈને મરી જાય છે . જો તારે પારખું કરવું છે . ? હું કોકને કરડીશ અને કરડ્યા પછી લોકો ફાંફે ચડશે . ગોતવા માટે કે કોણ કરડ્યું . સાપ કરડ્યો હોય તો કેવી જાતનો સાપ હતો . અને જ્યારે લોકો ગોતણે ચડે ત્યારે તું નીકળજે .
   લોકો ગોતતા હતા . ત્યાં ઉંદર દેખાણો આતો ઉંદરે બચકું ભર્યું છે . એવું મન મનાવી બેસી ગયા . અને બધું શાંત થઇ ગયું .
   બીજી વખત કોકને ઉંદર કરડ્યો અને લોકો ગોતવા માંડયા ત્યારે સાપ નીકળ્યો . અને માણસને ફાળ પડી કે મને સાપ કરડ્યો .અને એ માણસ ભય ભીંત થઈને મરી ગયો .
   હવે ભેગા ભેગી મારા જાત અનુભવની વાત વાંચો . અમદાવાદમાં હું સાપ પકડનાર પોલીસ તરીકે જાણીતો થઇ ગએલો હું સાપને વશ કરવાના અને સાપ કરડ્યો , હોય તો તેને ઉતારવાના મન્ત્રો જાણું છું . અને હું ફક્ત મારા ખુલ્લા હાથે નાગને અને એવા બીજા કેટલીય જાતના સાપ પકડી લઉં છું . એ વાત ખરી પણ લોકો એવી અફવા ફેલાવતા કે મને ગિરનારના અઘોરી બાવાએ મન્ત્રો શીખવ્યા છે .
   એક વખત અમદાવાદ પાસેના સરખેજ ગામમાં એક ભરવાડના દીકરાને સાપ કરડ્યો . અને કરડ્યા પછી સાપ મટકામાં ઘુસી ગએલો લોકોએ મટકાને ઢાંકી દીધેલું મને તેડવા મોટર આવી હું તુરત પહોંચ્યો . મેં મટકું ઉઘાડીને જોયું તો સાપ બિન ઝેરી હતો . જેને સાપ કરડ્યો હતો . એતો ગુમ સુમ પડ્યો હતો . હું ગયો . મેં થોડી લીમડાની ડાળખીઓ મગાવી એક પાણી ભરેલું વાસણ મગાવ્યું . આ વાસણમાં લીમડાની ડાળખીયો બોળી ને છોકરાના મોઢા ઉપર છાંટવા માંડ્યો . થોડી વારે છોકરો મા એવો શબ્દ બોલ્યો . મેં લોકોને કીધું . ઝેર ઉતરી ગયું છે . અને છોકરાને કીધું . ઉભો થઈને હાલવા માંડ છોકરો રાજી થતો થતો , ઘરમાં ગયો .
   બોલો નાગબાપાની જય
   .

  • aataawaani નવેમ્બર 21, 2016 પર 5:29 એ એમ (am)

   પ્રિય વિનોદ ભાઈ
   તમને મારી કોમેન્ટ ગમી એ થી મને ખુશી ઉપજી તમારો આભાર

 4. dave joshi નવેમ્બર 24, 2016 પર 8:41 એ એમ (am)

  Good story Bhai !

  And thanks for your shairis on my WRSU radio programs.

  Keep it up and our thanks on this Thanksgiving Day !

  DEV

  Also thanks foyourshaitis on my WRSU radio

  ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: