Daily Archives: નવેમ્બર 26, 2016

સઁગીતના જે સા ,રે ,ગ , મ , પ , ધ , ની. સાત સૂરો છે . તેની શોધ ભરત મુનિએ કરેલી છે .

img012
ઉર્દુની શેર શાયરીમાં  ઘણા  સંસ્કૃત છંદોની  રીતના છે  .
ઈ  .સ  .1948 -49 માં એક શહીદ મુવી આવેલું   , જેમાં એક ગીત હતું  .  તે  રાવણે  શિવના તાંડવ નૃત્ય ના વર્ણન નો  શ્લોક બનાવેલો  એ ઢબનું હતું  .
वतनकी राहमे वतनके नौ जवां  शहीद हो   .  તાંડવ  નૃત્યની  એક   કડી जटा कटाह  सम्भरव   विलोलवीति वल्लरी  હું    બહુ ભૂલકણો  થઇ ગયો છું  . આમાં મારી ભૂલ થતી હશે   . હું મગજની કસરત  માટે લખ્યા કરું છું  .  આપણાં પ્રજ્ઞા બેન વ્યાસ  આખો તાંડવ નૃત્યનો  શ્લોક  લખી શકે એમ છે   . હું આ બધું લખું છું  . એ મારા મગજની કસરત માટે    મારા નિજાનંદ માટે લખું છું  કોઈ ને  ગમે અને વાંચે  તો પણ મને ગમશે  .  ઘણા શેરો  હરિગીત  છંદની ઢબના હોય છે  , એના થોડાક  ઉદાહરણો આપું છું  .
रंग लाती है हिना  पत्थर पे पीस जानेके बाद
सुर्ख रूह होता है इंसां ठोकरे खाने के बाद
राहमे  बैठाहूं मैं कोई राहे संग  समझे मुझे
आदमी बन जाऊँगा  कुछ ठोकरें  खानेके बाद
 ला पीलादे साक़ीया पैमाने पैमानेके बाद
होशकि बाते करूँगा  होशमें  आनेके बाद
कामिल पुरुष मुझको मिला  महज़ूज़ हुवा  मिलनेके बाद
वहम  कुशंका छूट गई है  उनको मिल लेनेके बाद
दम दमाए दम नही अब खैर मांगो जानकी  
आय ज़फ़र  ठंडी पड़ी अब तेग हिंदुस्तानकी
हिन्दियोमे बू   रहेगी  जब तलक इमानकी
तब तो लन्दन  तक चलेगी तेग हिंदुस्तानकी
ઉર્દુ ભાષા વિષે થોડીક વાત   .
ઉર્દુ ભાષા ભારતમાં  મુસ્લિમ રાજ્ય કર્તાઓના સમયમાં  નવી બનાવેલી ભાષા છે  . તેની લિપિ  ફારસી રાખવામાં આવી છે  .  પણ  કેટલાક અક્ષરોના   ઉચ્ચાર  ફારસિ કે અરબી ભાષામાં નથી  . તેવા અક્ષરોની રચના નવી કરેલી છે  . આખો ટ વર્ગીય  અક્ષરોની  રચના ઉર્દુ માટે  નવી કરવી પડી છે  ,  તે જમાનામાં  રાજ્ય ભાષા ફારસી હતી  . એટલે લોકો ફારસી ભાષા ભણતા  . ગુરુ ગોબિંદ સિંહ  ફારસી ભણેલા હતા   . તેવીજ રીતે  શ્રીમદ વલ્લભાચાર્ય  ફારસી ભણેલા હતા   . એક કહેવત છે કે  क्या करे किस्मतका खेल पढ़े  फ़ारसी बेचे तेल  અંગ્રેજો આપણા દેશમાં આવ્યા ત્યારે  કેટલાક શહેરોના નામ  પોતાને ફાવે એ રીતે કરી નાખેલાં  મુંબઈનું બોમ્બે ભરૂચનું બ્રોચ  વગેરે  તેમ જ્યારે  અરબો  ઈરાનમાં આવ્યા ત્યારે  ફારસી ભાષાના  કેટલાંક  નામો પોતાને ફાવે એવાં  કરી નાખેલાં  અરબી ભાષામાં  પ  ચ  વગેરે ઘણા અક્ષરોના ઉચ્ચાર નથી   ‘ પારસીનું ફારસી અરબ લોકોએ કરી નાખેલું   . ચાઇ  ચા ને શાઇ  કહેછે  . પીઝા હટ અરબદેશોમાં પણ છે  .  ત્યાં બીજા હત  કહે છે  .
હું ઉર્દુ ભાષાનો  બાળપોથી  ભણનારો છેલ્લી પાટલીએ બેસનારો વિદ્યાર્થી છું  . પણ મને  ઉર્દૂના કેટલાક શબ્દો આવડે છે  . લખતાં  વાંચતાં   પણ  શીખી  ગયો  . અને હળદરનો  ગાંઠિયો મળે અને ગાંધી  કહેવડાવે એમ  હું  ઉર્દુમાઁ  કવિતાઓ પણ બનાવું  છું  .
પણ ચાર જાતના  સ   છે એમાં ક્યાં શબ્દ માટે  કયો  અક્ષર વપરાય એની મને જરાય ગતાગમ નથી   . સાબિત શબ્દમાં કયો  સ વપરાય સદા   એટલે    હમેંશા   શબ્દમાં   અને સદા એટલે અવાજમાં  કયો સ વપરાય એની મને ખબર  નથી પડતી એવી રીતે  ઇંગ્લીશના    ઝી અથવા ઝેડ  ના ઉચ્ચારવાળા  ત્રણ અક્ષરો છે  . એમાં કયો અક્ષર ક્યાં વાપરવો  એની મને ખબર નથી પડતી   . બીજું ઉર્દુમાઁ  હ્રસ્વ ન લખો તો ચાલે  એવી રીતે અર્ધો શબ્દ ન લખો તો  વાંધો નથી એ ભૂલ નથી પણ  સ કે ઝ અક્ષર આડો અવળો  લખાય જાય તો ભૂલ કહેવાય   .પણ ઉર્દુમાઁ ટપકા ના ચિન્હો  ઊંચા નીચાં  લખાય જાય તો  અર્થ નો અનર્થ થઇ જાય  . દાખલ તરીકે  ખુદા  શબ્દ છે  .  એમાં ઉપર ટપકું કરવાનું હોય છે   .  પણ જો એ ટપકું  નીચે લખો તો  અર્થનો અનર્થ થઇ જાય   .ખુદા ઉર્દુમાઁ આમ લખાય  خدا   جدا   હવે ટપકું નીચે લખવાથી ખુદાને બદલે જુદા  વંચાય  હ્રસ્વ  લખ્યઓજ નથી પણ એ ભૂલ નથી ગણાતી   . મારી ગઝલની એક કડીમાં  મેં  મહઝૂઝ  શબ્દ વાપર્યો  છે   . તેનો અર્થ પ્રસન્ન  થાય છે જે ઉર્દુમાઁ આમ લખાય محظوظ   જમીન  માં જ વપરાય  છે એનો ઉચ્ચાર  સરખોજ હોય છે પણ લખવામાં  زمین  આમ લખાય  છે  .  આપણી ગુજરાતીની જેમ  કક્કા બારાખડી આવડે  એટલે લખવા  મઁડી  જાઓ  .  એવું ઉર્દુમાઁ નથી હોતું  .લખવાની      રીત  શીખવી પડે છે  . મને ઉદાસી સાધુએ એક મહિનાની અંદર  ઉર્દુ લખતાં વાંચતાં   શીખવી દીધેલું   .  मैं  उस पंजाबी  उदासीन सम्प्रदाय  का  साधुका  शुक्र गुज़ार हूँ   .  અને આ  સોરઠિયો  ભાયડો  લીટા લીટા  જેવા ભાષા લખતાં અને વાંચતાં  શીખી ગયો   . અને ઉર્દુમાઁ કવિતા બનાવતા શીખી ગયો  .  जय  गिरनारी दुला  भेज गांजेका पुला   .
ताज़ा क़लम :-
मैकशकी नज़रमें मैखाना  काबेसे बढ़कर होताहै   .
साक़ीकी  गलिका एक फेरा सौ हजकी बराबर  होता है
माशूक़के   हाथोंके पानी   आबे इशरत  हो जाता है
साक़ीकी  मदहोश आंखोपर  ज़ाहिद दीवाना होता है
मैकश = शराबी ///आबे इशरत  = लाल रंगका शराब  ///ज़ाहिद  = नि : स्पृही  , तपस्वी  ,ऋषि जैसा