
જ્યારે નાગ પાંચમ આવે ત્યારે snake charmer નાગને લઈને શહેરોમાં ફરતા હોય છે . અને લોકો અંધ શ્રદ્ધાળુ હોય એ નાગને દૂધ પીવા ના માટે દૂધ ખરીદવા પૈસા આપતા હોય છે . અને એ બહાને સાપવાળા પોતાનો પેટ ગુજારો કરતા હોય છે , સાપને પકડ્યા પછી સાપવાળા નાગની ઝેર ભરેલી થેલી જે નાગના ઉપલા જડબામાં હોય છે . તેને ચાકુથી છેદી પછી તેને દબાવીને તેમાંથી ઝેર નીચોવીને કાઢી નાખતા હોય છે . આ કારણે નાગ મોઢું પણ ખોલી શકતો નથી હોતો . અને ખાઈ પણ શકતો નથી .અને પછી એવી દશામાં થોડા મહિનામાં મૃત્યુ પામે છે , આપે એક મુવી જોઈ હશે એમાં ભાખોડીયા ભર ચાલતું બાળક નાગને પકડવાની કૌશિષ કરતું હોય છે . તે વખતે નાગ ફેણ ચડાવીને ફુંફાડા મારીને ડરાવવાની કૌશિષ કરતો હોય છે .
નાગપંચમને દિવસે શરૂઆતમાં નાગ જરાક ઇશારાથી ફેણ ઊંચી કરતો હોય છે .પણ પછી પણ પછી થાકી જતો હોય છે . એટલે કંડિયામાં પડી રહે એટલે મદારી તેને ઘોદા મારીને ઉશ્કેરે ત્યારે ફેણ માંડે પણ પછી થોડા વખતમાં તે મરી જતો હોય છે , નાગ બહુ સંવેદન શીલ પ્રાણી છે . કોઈ કોઈ લોકો વાંસના લાંબા સાણચાથી પકડીને દૂર મૂકી આવતા હોય છે . આ નાગ થોડા વખતમાં મરી જતો હોય છે , આપ સૌ જાણતા હશોકે નાગ ની આંખો દેખાવ પૂરતી હોય છે તે જોઈ શકતો નથી . તેમજ કાનને ઠેકાણે નાના છેદ ખાડા હોય છે। પણ તે સાંભળી શકતો નથી . નાગને અને સંગીતને કશી લેવાદેવા નથી. આપણા દેશમાં ઘણી જાતના સાપ થાય છે . એમાં બધા ઝેરી હોતા નથી , હું ત્રણ જાતના ઝેરી સાપને ઓળખું છું . દુનિયાના કોઈ સાપને હું જોઉં તો એ ઝેરી છે કે બિન ઝેરી છે એ હું લગભગ જોતાંની સાથે ઓળખી લઉં છું પણ તેની વધુ ચોકસાઈ માટે તેનું મોં ખોલીને તપાસી જોઉં છું ,
સાપ કેવા સંજોગોમાં કરડે છે . એની મને ખબર છે . અને એટલે હું મારા ખુલ્લા હાથથી પકડી શકું છું . આ માં જો ભૂલ કરું તો હું સર્પના કરડયા પછી મૃત્યુ પામવાની થોડીકજ વાર હતી , સાપનાકરડવાથી સ્વર્ગ કે નર્કના દરવાજા સુધી પહોંચેલો છું . અને ત્યાં મને આવકાર્યો નહીં . એટલે પાછો આવ્યો , અને આપ સહુને મારું લખાણ વાંચવા આપી શકું છું , આ વાત મેં “આતાવાણીમાં ” લખી છે . પણ મારા અનુભવ ઉપરથી હું આપ સહુને વિનંતી સાથે કહું છું કે સર્પ પકડવાના ધંધા સારા નથી . બિન ઝેરી છે , એવું જાણવા છતાં સાપને પકડવાની કૌશિષ કદી ન કરવી , ઘણા માણસો એવું માને છે . કે હું સર્પ પકડવાના મન્ત્રો જાણું છું . આપણા એક બ્લોગર ભાઈ પણ એવું માનતા કે સર્પ પકડવાના મન્ત્રો હોય છે , “સાપનો કરવો ભરોસો કે એ કરડવાનો નથી એક મુર્ખામી નથી , તો શું છે , બીજું દોસ્તો ” મારીમા નાગપંચમને દિવસે માટીમાંથી એક લેમ્બ ચોરસ આસન બનાવે , એમાં માટીમાંથી બનાવેલ એક વાટકી મૂકે અને આજુબાજુ ફેણ ચડાવેલ નાગ નાગણી અને બચ્ચા મૂકે અને પછી રૂ માંથી બનવેલી માળા મૂકે અને વાટકીમાં થોડું દૂધ મૂકે આખો દિવસ અને રાત ઘરમાં રાખે અને સવારે રાંધણ છઠના દિવસે નદીમાં નાગ કુટુંબને નદીમાં પધરાવી આવે , નાગ વિશેની દન્ત કથાઓ પુરાણોમાં ઘણી છે . પિરામિડ વાળા તુતનખાનનો મુગટ ઉપર નાગની મૂર્તિ છે . નાગના માથા ઉપર મણિ હોય છે . એક આદિવાસી મને કહેતો હતો કે નાગ રાતના વખતે જ્યારે ખોરાકની શોધમાં નીકળે છે ત્યારે મની એક ઠેકાણે મૂકીને જાય છે આ મણીની કોઈને ખબર પડી જાય અને જો એના ઉપર ગાયકે ભેંસના છાણ નો પોદળો મૂકી દ્યે તો પછી નાગ ચારો કરીને આવે ત્યારે એને મળે નહીં એટલે નાગ નિરાશ થઈને જતો રહે એટલે એ મણિ તમારા હાથમાં આવીજાય મણિ વાળા નાગને શેષ નાગ કહેવાય છે એ ભાગેજ જોવા મળે ,આવી વાત મને એ આદિ વાસી કરતો હતો . નાગ ને નારદ ઋષિની જેમ પોતાનું ઘર નથી હોતું તે ઉંદર જેવા પ્રાણીઓનું ઘર હોય એમાં ઘુસી જાય ઉંદરને અને જો બચ્ચાં હોય તો તેને ખાય જાય , અને પછી એ ઘરમાંજ આરામ કરે ખોરાક પછી જાય પછી બહાર નીકળી જાય . બે છંદ વાંચવા આપું છું ,
સાપ સંગે રહી રાત દિ કાંચળી એ પરાધિનતામાં ન ફાવ્યું .
સાપથી જેમ જુદી પડી કાંચળી ઉંદરોએ બિછાનું બનાવ્યું ,
દુષ્ટ ગણી વિષનો ત્યાગ નાગે કર્યો એ પછી ઉર અભિમાન લાવ્યો .
ઝેર હીણ જાણીને પૂરિયો કન્ડીએ
નાગને જુવો ઘર ઘર નચાવ્યો .
નાગ રાફડામાં રહે છે . એ વાત લોકો કરે છે . રાફડામાં એ કોઈ વખત ઘુસી જાય છે , એ વાત સાચી પણ રાફડો નાગ પોતાને રહેવા માટે બવાવતો નથી . રાફડો ઉધઈ બનાવે છે ,
નાગડા નિહરને બાર રાફળિયે કીં રૂંધાઇ રહ્યો .
તુને મારશું મોરલીયુંના માર તારી નાડું તૂટશે નાગડા
જય નાગ દેવતા