Daily Archives: નવેમ્બર 17, 2016

મહિલાઓની ઓટલા પરિષદમાં મોંઘવારીમાં કરકસર કરવાની ચર્ચા .

376c3499ed1583287cf196ae39ccb4a0
એક સાંજે  મઁદિરના ઓટલા ઉપર  કેટલીક બહેનો   આ કાતિલ મોંઘવારીમાં  કરકસર કેમ કરવી એની  ચર્ચા કરી રહી હતી   . આપ જાણો છોકે  દેશમાં  બૈરાંઓ ખાસ નોકરી કરતાં નથી હોતાં ઘરકામ કરતાં હોય છે  .  પણ ઘર વહેવારની ખુબ ચિંતા કરતાં હોય છે  . એક બહેન કહે  આ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે   ધણીના પગારમાં  ઘર ખર્ચ કાઢવો બહુ  આકરો પડી જતો હોય છે  .  બાપડા ધણિયું  કેટલોક ઢરડો કરે  .  શાકભાજી જેવી વસ્તુ પણ  મોંઘી દાટ  હોય છે   .   એમાંય  ઘીનું તો મોં બારો  . હવે તમે વિચાર કરોકે  કોઈ વેવાઈ   વેલું મેમાન થયું હોય તો  એના માટે લાપશી  કે શિરો  બનાવ્યા વગર થોડું ચાલે ?
આ તમારા ભાઈને તો  સવારના શીરામણમાં પણ શિરો જોઈએ  પણ એ હમણાંથી  સમજી ગયા છે  ,   એટલે સવારે   ચા સાથે  ટાઢો બાજરાનો રોટલો ખાઈ લ્યે છે  .   પણ વાળુમાં    ઘીમાં ચૂચવટી  રોટલી અને  ખીચડીમાં  થાળીમાં  હાલી નીકળે એટલું ઘી જોઈએ   .  એની વાતો સાંભળ્યા  પછી  એક બેન બોલી   તમારા ભાઈને પણ મારા ભાઈની જેમ  ઘીમાં  ચૂચવટી  રોટલી અને ખીચડીમાં  ઘી    ખુબ જોઈએ   .
 પણ મેંતો કરકસર કરવાનું શરુ કરીજ દીધું છે   . ખીચડીમાં ઘીનું ટીપું  પણ નો નાખું  . અને એમને કહી રાખ્યું છે કે રોટલીની મદદ  થી ખીચડી ખાતા જાઓ   . રોટલીમાં પણ ટપકે એટલું ઘી હોય છે   . ત્યાં એક બેન બોલી  એને કરકસર  કરી નો કહેવાય  . હું તો તમારા ભાઈને  પહેલા બે ચમચા ઘી આપતી  પણ હવે એકજ ચમચો ઘી આપું છું  . એટલા ઘીમાં  રોટલીમાં અને ખીચડીમાં  હલવી લેવાનું  .   એમ કહીજ રાખ્યું છે  .  એની વાત સાંભળી  એક બેન બોલી  એને કરકસર કરી નો કહેવાય  .  તમારા ભાઈને પણ  ઘી વગર હાલતું નથી  .  પહેલા હું  પણ મોટો ચમચો ભરીને ઘી આપતી   ,પણ હવે  નાની ચમચી ભરીને ઘી આપું છું  . ટી સ્પૂન
એ બેનની વાત સાંભળ્યા પછી  એક બેન બોલી  તમે  વાપરો  છો  . એટલું બધું   એટલું ઘી વપરાય તો   પૂરું કેમ થાય   . હું તો તમારા ભાઈને  ચમચીના ડાંડલાથી ઘી આપું છું  બિચારા ઊંધું ઘાલીને ખાઈ લ્યે છે   . બધી સ્ત્રીઓની  કરકસરની વાતો  સાંભળ્યા  ,પછી   અત્યાર સુધી   શાંતિથી  બેઠેલા તમારા ભાનુ બા  બોલ્યાં   , જો આવી રીતે  ઘી વપરાય તો  તો  દિવાળું  ફૂંકાય જાય  . તમારા આતાને પણ  ઘી વગર જરાય નો ચાલે  હું એને કહી કહીને મરી ગઈ કે   તમને કલેસ્ટરો  થશે  . અને હાર્ટ એટેક આવશે  તો મારી શી વલે  થશે  .  તો એ કહે  હજી સુધી હાર્ટને  હું એટેક આવું એવો છું  .   માટે  ઘી  ખાવાની મને ના પાડીશ નહીં  . પાછા  ઈને ખાંડ પણ ખુબ ખાવા જોઈએ   . મેં ઈને કીધું કે  તમે દાક્તર  પાસે લોહી  તપાસડાવો  તમને ડાયાબિટીસ  હશે   .  તો ઈ બોલ્યા  . દાક્તર પાસે  ગયો હતો   .  નર્સે મારું લોહી કાઢીને ત્રણ  શી શિયું  ભરી  અને લેબોરેટરીમાં તપાસ્યું તો  લેબૉટરી વાળીએ  એવું કીધું કે  તમને ડાયા  બીટીસ નથી પણ ગાંડા  બીટીસ છે  .    બહેનો કહે બા  તમને અમે કરક્સર   કરીએ છીએ  એ બરાબર નો લાગી હવે તમે કેવી કરકસર  કરો છો એ વાત કહો  . એટલે બાએ માંડીને  વાત કરીકે  એક વખત મારો ભત્રીજો મને મળવા આવવાનો હતો ઇનીએ  મને કીધું કે ફૈબા  હું તમારા માટે શું લઈ આવું ? મેં કીધું દીકરા  થોડુંક  ઘી લેતો આવજે  ઈ ઘી  લઈ આવ્યો ઈમાંથી મેં એક શીશી  ભરીને માથે  બુચ મારી દીધું છે   . ઈ શીશી હું રોટલી ઉપર  ફેરવી લઉં   છું અને ખીચડીમાં પણ ઈ શી શી  હલાવી લઉં છું  .  ઈ મારો ભત્રીજો ગોકળ  આઠમને  દિ  શીશી   ઘી લાવેલો  એ ઘીની  શીશી  હજી હાલે છે  આજ સવા વરસ થવા આવ્યું   . પણ ઘી ખુટ્યું નથી   .  અને તમારા આતાને  ઘી વગર  કોઈ ડી લુખું ખવડાવ્યું નથી  . એ  આનું નામ કરકસર કહેવાય  .  એક બોલી બા  આ તમારી કરકસર  શીખવા જેવી ખરી  .
તા  .  ક  .
आफत आने पर  चिंता न करना   चिंतासे आफत न जाई
आफत समये  उद्यम करना  उद्यम  आफतको खाई  …
संतोभाई  समय बड़ा हरजाई 
આ મારી હરજાઈ કવિતાની  એકસો વીસમી ક્ડી   છે  .