Daily Archives: નવેમ્બર 15, 2016

खुदा देता है तो,छप्पर फाड़के देता है .

img_1899
એક નાના ગામડામાં  એક ગરીબી જેને આંટો લઇ ગઈ છે  એવો માણસ  રહે   . એની પત્ની બહુ પ્રેમાળ હતી   . એટલે  તેને ગરીબી સતાવતી નોતી   . એ બિચારી ખેડૂતોને ખેતી કામમાં  મદદ કરતી  . અને બે કવડિયાં કમાઈ લેતી  . એવીરીતે એનો પતિ પણ સખત મજૂરીનું કામ કરતો   . પણ બાળ બચરવાળ  માણસ એટલે  બે શિંગાં  માંડ ભેગા થતાં  .  પતિ  ભણવાની સગવડ હોવા છતાં   તે જાડી બુદ્ધિનો હોવાથી  બહુ ભણી ન શક્યો   . ખુબ ખાધોડકો હતો   . અને લૉંઠકો પણ બહુ હતો   .  લોકોના કુવા ખોદાવવા જાય તો   ખોદાણ ની માટીનું ભરેલું તગારું  કુવામાંથી સીધો ઘા કરીને  ઉપર ફેંકી દ્યે    . કુતીયાણુ એના ગામથી દોઢ ગાઉ દૂર થાય  . કુતીયાણાથી   એક ભાર કપાસિયા એટલે આઠ મણ કપાસિયા  લઇ આવે   .  લોકોએ એનું નામ ભીમ પાડેલું   . એક વખત કોઈના કામ માટે  અમદાવાદ ગયો   .  ગાડીમાં  ઝોંકાં  ખાતાં ખાતાં એને વિચાર આવ્યો કે   માનોકે ઈશ્વરીય પ્રેરણા થઇ  .  उर्दूमें  “इल्हाम ” कहते है   . કે અમદાવાદથી  પાંચ કુવા દરવાજા પાસે  દેવ દેવતાઓની   મૂર્તિઓ  વેચનારની દુકાન છે  . ત્યાંથી  કોઈ દેવ દેવીની  મૂર્તિ  ખરીદું અને  કોઈને પણ સગી બાયડીને પણ ખબર ન પડે એ રીતે  ગામના રાખહ બારે   એટલીકે દક્ષિણ  દિશા  આ દિશામાં લંકા છે  . ત્યાં પ્રાચીન કાળમાં  રાક્ષસો  વસતા હતા  .  ત્યાંની ઊંચી ટેકરી છે  .  અંબાજી પાસેની કૈલાસ ટેકરી જેવી  ત્યાં દાટી દઉં  અને  એક વરસ પછી   . લોકોને એવું કહું કે મને માં અંબા  સ્વપ્નમાં આવયાં   . અને મને કીધું કે  હું ટેકરી ઉપર દટાયેલી પડી છું  . હું મુંજાઉં  છું મને બહાર  કાઢો  .   ભીમે  મૂર્તિ ખરીદી  લીધી  .  તે વાઘેશ્વરી  અંબાજીની મૂર્તિ હતી   . અને ઘરે આવ્યો  . અને એક દિ વહેલી સવારે ટેકરી ઉપર મૂર્તિને દાટી આવ્યો   . એક વર્ષના  વાણાં  વાયાં   . મૂર્તિ દાટી હતી  . તે જગ્યાએ  ઘાસ ઉગી નીકળેલું   .
એક દિવસ ભીમે ગામમાં વાત કરીકે મને  અંબાજી માતાજી  સ્વપનામાં આવયાં અને મને કીધું કે હું ટેકરી ઉપર દથયેલી પડી છું  મુંજાઉં છું મને બહાર કાઢો  . અને મારી પ્રાણ પ્રતિષ્ઠા  કરીને સ્થાપના કરો   .  ગામનું લોક ટોળું  સ્ત્રીઓ અને પુરુષો  ભીમને સાથે લઈને ટેકરી ઉપર પહોંચ્યો   , અને ધુણવા  માંડ્યો   . અને  જમીન ઉપર થાપો  માર્યો કે જે સ્થળે  મૂર્તિ  દાટેલી હતી   .  લોકોએ  ધીમે ધીમે  ખોદીને અકબંધ મૂર્તિ બહાર કાઢી   .  અને  બહેનોએ ગરબા ગાયા  . અને ગામના એક વેપારીએ  ખુશાલીમાં ધુંવાડા બંધ ગામ જમાડ્યું     .  અને વખત જતાં  શિખર બંધ માતાજીનું મંદિર  બની ગયું   . ગામ લોકોએ  ભીમને મંદિરનો  માલિક ઠરાવ્યો  . જેમ  કાશ્મીરના  અમરનાથ   એક ઘેટાં પાળક  મુસલમાન ભરવાડે જોયા  .   અને તે વખતના કાશ્મીરના  હિન્દૂ મહારાજાએ  એ મુસલમાન ભરવાડને  અમરનાથ  નો  માલિક બનાવી દીધો  . અને આજે પણ એ મુસલમાન  ભરવાડના  વંશજો  મંદિરનું માલિક પણું  ભોગવે છે , પ્રગટ થયેલા  અંબાજીના  મંદિરનો માલિક  ભીમ અને એના વારસદારો  છે   .  ભીમે એક બ્રાહ્મણ પુજારીને પણ રાખ્યો   .  પછીતો માનતાઓ મઁડી  આવવા  પૂજારી જોર શોરથી  પ્રચાર કરવા લાગ્યો   . ઓલી કહેવત છે કે  “પીરની પીરાઇ  મૂંજવરના હાથમાં ” અને ભીમભાઈનું  ભાગ્ય આડેથી પાંદડું  ખાંસી ગયું   . ભીમ તો માલામાલ થઇ ગયો  . એના દિકરાઓ  દિકરીયું  સારી રીતે ભણીને આગળ આવી ગયું  . મઁદિરની  જે અઢળક આવક થતી  .  એમાંથી  વિદ્યાર્થીઓને  મદદ કરતો ગરીબોને છૂટે હાથે દાન કરતો   .  અને  જલારામ બાપાના રસોડાની જેમ  દરરોજ બપોરે   જમવા માટે  સાદ પડે  . કોઈબી જાતિ ભેદ કે ધર્મ ભેદ રાખ્યા સિવાય  કોઈ બી માણસ  જમી શકતો  .
તા  . ક   .
ચૂંટાણી  હોતજો  હિલરી  . તો કૈંક  ચમત્કાર કરત
તો આ મલકની યુવતીઓ   કોપીન  વગર  ની  ફરત
 જય મા  અંબાજી  ભીમને  સ્વપનામાં આવીને નિહાલ  કર્યો
એમ આ આતાવાણી  વાંચનારને વગર સ્વપ્ને નિહાલ  કરજો  .