Daily Archives: નવેમ્બર 23, 2016

भूखे ग़रीब दिलकी खुदासे लगन नहो सच है कहा किसीने भूखे भजन न हो

20161122_141855-1

મથાળે  ફોટો છે   .   એમાં   ગુજરાત દર્પણના  મેગેઝીનના માલિક   સુભાષ શાહ છે  . તેઓની ઓફિસમાં આ ફોટો પાડેલો છે  ,  ઘણા વખત પહેલા હું  ગુજરાત દર્પણમાં  મારા લેખો કવિતાઓ મોકલતો   સુભાષ  શાહના સસરા સ્વ ,  મનુભાઈ મારા મિત્ર હતા  .  અહીં મને ભાઈ પ્રવીણકાન્ત  શાસ્ત્રી લઈ ગએલા  . અને ફોટામાં મને મળવા આવેલા  માણસોમાં     ભગવતીબેન સુભાષ શાહ  , ઊંચા દેખાય છે તે  સુરેન્દ્ર ગાંધી  , અમૃત હઝારી  , સુભાષ શાહ  , પ્રવીણકાન્ત શાસ્ત્રી  સુરતી  જે મને  મારો મીઠું મરચું , મસાલો  , ન ખાવાનો  દૃઢ  નિર્ણય  તોડાવીને  મઘ મઘતી  સુગંધ  વાળું  ઊંધિયું ,  ખવવાવડાના  હતા   . અને હું પણ  मिले दस्ते  म्होब्बतसे वो  उंधिया  खाऊंगा यारो   , वो दलिया हो तो मैं समजुंगा खीर है यारो   .પછી  ઊંચા દેખાય છે એ દેવ જોશી  જે રદિયો એલાઉન્સ સર છે   . દર રવિવારે ન્યુ જર્સીના ટાઈમ   બપોર પછી 3 થી 5  http://www.wrsu .org  ઉપર ભારતીય સંગીત  , કોઈ કલાકારનો ઇન્ટરવ્યૂ  લ્યે છે   . મેં અહીં મારી શેર શાયરી  ગાઈ  છે  . છેલ્લા દેખાય છે તે જોસેફ પરમાર  ગુજરાત દર્પણમાં  લોકોપયોગી  માહિતીઓ લખે છે બહુ સેવા ભાવના વાળા  માણસ છે  .
       ગમે એટલો મહાત્મા હોવાનો દાવો કરતો હોય  .  મહાન ત્યાગી સંત હોય  ,   કથાકાર હોય  , એને તમે જમવા ન આપો  . અરે જમવા શું  . જમવાનું થોડું વહેલા મોડું કરો  , તોપણ એનો જીવ  આકુળ વ્યાકુળ  થઇ જાય  . એક કથાકાર   ને યજમાને જમવા બેસાડ્યા  . જમવામાં ઘણા માણસો હતા   . એમાં એક સામાન્ય ગરીબ માણસ પણ હતો   .  યજમાન સ્ત્રી  કથાકારને લાપસીમાં  ઘી પીરસવાનું ભૂલી ગઈ   . એવી રીતે  ઓલ્યા  ગરીબને પણ ઘી પીરસવાનું ભૂલી ગઈ   . ગરીબ તો કશું બોલ્યા વગર  લાપશી  પ્રેમથી ખાઈ  ગયો   . પણ કથાકારે  ઘી  કેમ નથી આપ્યું  .  મોટો વહેવાર કરવા બેઠા છો  . અને આવી કન્જુસાઈ કરો છો   ? વગેરે ઘણાં  અણગમતાં  વાક્યો સંભાળાવ્યાં  . આ સમયે એકાદ બે  છંદ આપને વાંચવા આપું છું ,  
रोटी तुझको रंग है  पावत सब संसार
ज्ञानी ध्यानी जोगी जति  जब लग ले आहार
जबलग ले आहार पार गति प्रेमकी सूझे
भूख समय  कछु बात और नर काबू न बुझे
कथे सुकवियों कान   देख देवनमे मोटी
पावत सब संसार  रंग है तुझको रोटी
કોઈ જૈન દિગમ્બર  સાધુ ને  જમવા બોલાવો  તેઓ જમવા બેઠા હોય ત્યારે  જો કૂતરાં  ભસવાનો અવાજ સાંભળી જાય તો  જમવાનું પડતું મૂકી  ઉભા થઇ જાય એટલે  યજમાને  કૂતરાં  ભગાડવાનું કામ પણ કરવું પડે  , ચાલો  વળી એક સવૈયો છંદ  આપણી સેવામાં  લખું છું  .
 भूखमे राजको तेज सब घट गयो  ,  भूखमें  सिद्धकी  रिधि हारी
 भूखमे  और वहेवार  नही  होत  है  ,  भूखमे रहत कन्या कुमारी
भूखमे कामिनी काम सो तज गई  , भूखमे  तज गयो पुरुष नारी  
 कहत कविगांग  भजन नही बन पड़त ,  चारोही बेदसे  भूख न्यारी
 તા ,ક
ચૂંટણી જીતી હોત  હિલરી  તો તો કૈંક  ચમત્કાર કરત
 તો અમેરિકન યુવતીઓ  કોપીન વગરની ફરત
 અત્યારે જે  નેવું ટકા નાગીયું બીચ ઉપર સૂર્ય સ્નાન કરતીયું હોય ઈ  પછીતો  કોપીન પણ  ન પહેરત
खुदा बचाए  ऐसी  माहजबींओ से