Daily Archives: નવેમ્બર 20, 2016

નકરા દુધનો રગડો ચા પીવા વાળાં દુર્ગા બા છેતરાય ગયાં .

valley-of-flowers-9

હું  વર્ષો પહેલાં અમદાવાદના  સરદારનગર માં રહેતો હતો   . તે વખતે  મારી પાસે ઘણી બકરીઓ હતી ,  બચલાં  છૂટથી ધાવતાં અને બચડાં ધરાય જાય  .  કુદકા મારે  પછી ભાનુમતી બકરીઓને દોહતી  .  અમે દૂધ વેંચતા નહીં  .  
ભાનુમતીની દુર્ગા બા  નામની બેન પણી હતી  . તે બહુ સુગાળવાં અને   મોં મચકોડવાની ટેવ વાલાં   હતાં  .  અમારા ઘરમાં  ભાનુમતી સિવાય કોઈને ચા પીવાની ટેવ નહિ   .  મારાં સંતાનો  દુર્ગાબાને દુર્ગા માસી કહેતાં  .  એક જાણવા જેવી વાત કહી દઉં  કાઠી લોકોમાં  કાઠિયાણી  પોતાના બાળકોને  પોતાની બેનપણીને માસી ન કહેવડાવતાં ફોઈ કહેવડાવે  કેમકે ચતુર  કાઠિયાણી  પોતાની બેનપણીને પોતાના  ધણીની બેન બનાવી દ્યે   . માસી તો પોતાના પતિની સાળી થાય   . અને કોઈ વખત  કાઠી  સાળીને અર્ધી ઘરવાળી  કરીનાંખે   . પણ જો બેન હોય તો  બોલવામાં પણ વિવેક રાખે   .
એક વખત દુર્ગા બા  અમારે ઘરે આવયાં    . ભાનુમતીએ  તેમને ચા પીવા માટે આગ્રહ કર્યો   . એટલે  દુર્ગા બા મોં મચકોડીને બોલ્યાં   . બળ્યો તમારો ચા   બકરીના દૂધનો પીવડાવો છો  . બકરીના દૂધની વાસ આવતી હોય છે  .  હું પીઉં તો મને ઉલ્ટી થઇ જાય   .  ભાનુમતીએ મારા નાના દીકરા સતીષને કીધું   . સતીશ  આજે તું  શોભામલની  દુકાનેથી  ભેંસનું દૂધ લઇ આવજે  ગમેતે થાય પણ આજે  દુર્ગા માસીને ચા પીવડાવેજ છૂટકો   .
समझ दारको इशारा काफी है  . સતીશ બરાબર સમજી ગયો   . તે કળશિયામાં  પૈસા  ખખડાવતો   ખખડાવતો ગયો   . અને આઘેરી બકરી ચરતી હતી તે દોહી લાવ્યો  . અને ઘરે આવ્યો   .  અને  ભાનુમતીને વાત કરીકે  આજે  માસીના નસીબે  શોભામલની દુકાને  ભરવાડ  દૂધ લઈને આવેલો   . મેં શોભામલને કીધું કે  આ તાજું  દૂધ મને આપજે  .શોભામલે  એ ભરવાડ લાવેલો  એ ભેંસના  દૂધમાંથી   દૂધ આપ્યું  . વાસણના ઉપરથી દૂધ આપ્યું હોવાથી  વધુ પડતા  ઘીના તત્વ વાળું દૂધ છે  .  ભાનુમતીએ સતીષને કીધું   . આજે તું નકરા  દુઘનોજ ચા બનાવજે  અને વધુ ચા બનાવજે  માસીને બે કપ ચા પીવડાવીને ઘણા દિવસનું સાટું  વાળવું છે  . દુર્ગા બા ચાનાં વખાણ કરતાં  જાય  . અને ચા ટહોળતાં  જાય  .  રકાબી અને કપ  છલકાય જાય  એટલા બે કપ ચા  દુર્ગા બા પી ગયા  .  અને બોલ્યા કે
હવેતો તમારે ઘરે ખાસ ચા પીવા આવવું પડશે  .
મારા એક સ્વામિનારાયણ સંપ્રદાયના  મિત્ર છે   .

આ વાત હું  અમેરિકામાં એરિઝોનામાં રહેતો ત્યારની છે   . એ મારે ઘરે આવે એટલે  ભાનુમતી પાસે  મસાલાવાળી  અને ખાંડ  ને  બદલે  મધ નાખીને ચા બનાવવાનો ઓર્ડર કરે   . અમારા એ ઘર નાજ સભ્ય હોય  એવા અમને લાગે   . બહુ પ્રેમાળ માણસ છે  . એનો સ્વભાવ મને બહુ ગમે છે અને  અમારો બન્નેનો સ્વભાવ  એમને  ગમે છે  . તેને શેર શાયરી સાંભળવી ઘણી ગમે છે તેઓ કહેતા હોય કે હું કૂવાનું દેડકું નથી  .