Daily Archives: નવેમ્બર 2, 2016

ભૂત કાઢનાર ભુવાનું જેઠા કાકાએ ભૂત ભગાડ્યું .અને ભુવાને પણ ભગાડ્યો .

20161101-005434_pictarine_20161031-193443 મારા પૌત્ર ડેવિડના દિકરો અને દિકરી

એક ગામમાં નદીના કિનારે એકસો વીઘા ફળદ્રુપ જમીનનો માલિક રહેતો હતો . તે નિ:સંતાન હતો . તે પચાસેક વરસની ઉંમરનો સશક્ત નિરોગી તંદુરસ્ત માણસ હતો . દરેક રીતે સુખી સંપન્ન હતો .તે મેલી વિદ્યા દૂર કરવાના મન્ત્રો જાણતો હોવાનો દાવો કરતો હતો . ઉપરાંત કોઈને ભૂત વળગ્યું હોય ચુડેલ વળગી હોય મામા નામનું ભૂત વળગ્યું હોય કોઈને પતિ પત્ની વચ્ચે અણબનાવ હોય દીકરો પરીક્ષામાં વારંવાર નાપાસ થતો હોય વેપાર ધંધો બરાબર ચાલતો ન હોય . કોઈ બાઈને દિકરીયુંનોજ જન્મ થતો હોય એને દીકરો જન્મે એવા બગેરે અનેક દુ :ખોનું નિવારણ કરવાના એ અનેક મન્ત્રો અને તંત્રો જાણતો હોવાનો દાવો કરતો હતો . અને આવાં કરવાના તે લોકો પાસેથી ખુબ પૈસા પડાવતો હતો . તે ભૂત નેતો કાઢતો હતો . પણ જીન્નાત વળગ્યું હોય .. તો તે પણ કાઢતો હતો . આવા ઠગોના મારા જેઠાકાકા સખ્ત વિરોધી હતા . અગાઉ મેં જેઠા કાકાએ એક બ્રહ્મ ચારી વેશ ધારી ઠગને ખુબ લમધારેલો અને આવો લોકોને છેતરવાનો ધંધો ન કરવા વિષે એની પાસે પ્રતિજ્ઞા લેવડાવેલી એ વાત મેં અગાઉ “આતાવાણીમાં ” લખી છે . જેઠા કાકા કસરતી બાજ પહેલવાન કદાવર બાંધાના બિહામણા ચહેરા વાળા માણસ હતા . કોઈએ આ ઠગ ભુવા વિષે તેમને વાત કરી , અને આ ભુવા ઠગની ખોડ ભુલાવવા વિનંતી કરી . જેઠા કાકા આ ઠગ ભુવાની સાન ઠેકાણે લાવવા તૈયાર થઇ ગયા . તેમણે ભુવા પાસે લઈજવાની સાથી મિત્રોને વાત કરી . અને કીધું કે ભુવાને તમારે એમ કહેવાનું કે મારવાડી વાવ પાસે પીલુડીના ઝાડમાં મામો રહે છે એ વળગ્યો છે . જ્યારે એના શરમાં(શરીરમાં )મામો આવે છે . ત્યારે એ લોકોના ઘરોમાં ઘુસી જાય છે . અને ભાંગ ફોડ કરે છે , અને ધાંધલ મચાવે છે . જેઠાકાકાએ સાથી દારોને કીધું કે જ્યારે હું ભુવાના ઘરથી થોડોક દૂર હોઈશ ત્યારે હું ધુણવા મન્ડીશ હું ધુણતો હોઉં ત્યારે તમારે મને પકડી રાખવો .હું મારી જાતને તમારી પકડમાં થી છોડાવવા જોરદાર પ્રયાસ કરીશ .
બસ આવીરીતે તૈયારી કરીને જેઠાકાકા ભુવા પાસે પહોંચ્યા . અને ભુવાને બધી વાત કરી કે આમને મામો વળગ્યો છે . ભુવો બોલ્યો . મામો શું ભાણેજ વળગ્યો હશે . તે પણ હું કાઢી મુકીશ . પણ પૈસા તમારે થોડા વધારે આપવા પડશે . ભલે જેટલા પૈસા તમે કહેશો એટલા અમે આપીશું . પણ મામો નીકળી જવો જોઈએ .
કથાકાર મોરારી બાપુ જેમ પોતાના ખભે કાળી કામળી કાયમ રાખે છે . તેમ આ ભુવો પોતાના ખભે લાલ કામળી રાખે છે . અને જ્યારે ભૂત કાઢવું હોય ત્યારે પોતાની ખાસ સાંકળ લઈને આવે આ સાંકળને એક હેન્ડલ હોય અને એ હેન્ડલને ચાર પાંચ સાંકળો વળગાળેલી હોય . જ્યારે કોઈનું ભૂત કાઢવું હોય ત્યારે એક જાગરિયો (ડાકલું વગાડનાર ) આવે તે ડાકલું વગાડે ભુવા આગળ ધૂપ ધુમાડાનો ધમ ધમાટઃ હોય એક સળગતી મશાલ હોય .,
એક દોહરો છે કે
લોકોએ પ્રેતોની જાતોમાં જાતિ ભેદ રાખ્યો છે .
હિન્દુને ભૂત મુસલમાનને જીન્નાત વળગે છે .
જેઠાકાકાને જોઈને જાગરીએ ડાકલું વગાડવું શરુ કર્યું . “ડૂંહ ડૂંહ ડખાક “અને ભુવે જેઠાકાકાનો વળગેલો મામો ભગાડવા સાંકળ ઉપાડી . કે તુરત લોંઠકા જેઠા કાકાએ ભુવા પાસેથી સાંકળ આંચકી લીધી , અને ભુવાને મારવા મંડ્યા . એવું બોલીને મારવા માંડયાકે જાય છે કે નહિ . ? લોકોએ જેઠાકાકાના સાથીદારોને પૂછ્યું . આમને મામો નથી વળગ્યો કોઈ બીજું પ્રેત વળગ્યું લાગે છે . સાથી દારો કહે કોઈ કોઈ વખત આમને કાળ ભૈરવ શરમાં આવે છે . એ ભલ ભલા ભૂત ભગાડનાર ભુવાનું ભૂત ભગાડી દ્યે છે . અને ભુવાને પણ ભગાડી દ્યે છે .
આ બનાવ પછી ભુવો પોતાની જમીન ભાડે ખેડવા આપીને બીજે ગામ રહેવા જાતો રહ્યો .