ફિનિક્ષમાં (in phoenix )સસલાં, મોર , હોલાં પાળ્યાં ,

દેશીંગા અને  બીજાં ઘેડ વિસ્તારના  ગામડાં નદીયોમાં  જ્યારે પુર  ,  ફલડ    ,  છેલ આવે ત્યારે  ગામ ફરતે પાણી  ફરી વળે અને  ગામડાં બેટના રૂપમાં ફેરવાય જાય  અને બહારના જંગલી પ્રાણીઓ  જીવ બચાવવા  ગામમાં ઘુસી આવતાં હોય છે  . એક વખત  મારા હરિકાકાએ  એક સસલો પકડી પાડ્યો/અને એક  ઓરડીમાં પૂરી દીધો  .અને મને દેખાડ્યો  . અને મને વાત કરીકે  આને હવે આપણે પાળીએ  મેં કીધું કાકા આને ખવડાવવાનો  જબરો સવાલ ઉભો થાય  . તમે  કેટલાક દિવસ સુધી  ડાંગરવા  વાળા વિનોદ ભાઈ પટેલના ખેતરમાંથી  રજકો  લાવ્યા કરશો કે  વલીભાઈ  મુસાના કાણોદર નાં    ખેતરમાંથી    આ અરસામાં મને એક ચોપડી  સુરેશ જાની  જેવા માસ્તરે  વાંચવા આપેલી તેમાં લખ્યું હતું કે સસલાં ઘાસની કુમળી કુમળી    ટીશીયોજ ખાય  , ચોપડી લખનાર  ભાઈ મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા હતા  . એણે કોકદી વેકેશનમાં  મામાને ત્યાં ગામડે ગયા હોય  ત્યારે ઉનાળામાં  સીમમાં  સસલાને  ધ્રોક્ળની જીન્જ્વાની    કે એવા બીજા ઘાસની  કોમલ ટીશીઓ  ખાતા જોયા હોય  . એટલે મેં કાકાને વાત કરીકે આને છૂટો મૂકી દ્યો  . આપણાથી પાળવો પોષાય નહી .    આ વાત તો હું દસેક  વરસની ઉમરનો હતો ત્યારની છે  . આ વાતને ઘણા  વરસો  વીતી ગયા હું અમેરિકા આવ્યો  . પછી મારો નાના દીકરો સતીશ  આવ્યો  . સતીશને એના કોઈ અમેરિકન મિત્રે  પાંજરા સાથે એક સસલું આપ્યું  સતીશ  સસલા  ને  ખાવા માટે  માટે પેટ શોપમાંથી  મોંઘી ડાટ  ખોરાકની બેગ  ખરીદી લાવે  .  એક વખત મેં  સસલાને મેપલના ખરી ગએલા પાંદડા  ખાવા આપ્યા  એતો ઝપાટા ભેર  પાંદડા  ખાઈ ગયો અને પછી મેં એને  ધાસ  અને બીજું વિડ ખાવા આપ્યું એતો એ ઝડપથી  ખાઈ ગયો  . પછી મેં સતીશને કીધું  . હવે તું  સસલા માટે વેચાંતું કશું લાવતો નહિ  .
અમારી બાજુ એક કહેવત છે કે  ” ઊંટ મેલે આંકડો અને બકરી મેલે કાંકરો ” હવે આ સસલું શું મેલે એ હું કહી શકું એમ નથી  . તમને ખબર હોય તો ક્હેજો  .
વખત જતા હું ફિનિક્ષ  એરિઝોના રહેવા આવ્યો  .  અહી  વિડ અને મારા બેક યાર્ડમાં  ઘણા ઝાડવા  આ બધું જોયા પછી મને વિચાર આવ્યો કે હું સસલાં પાળું  અને હું એક નર માદાની ઝોડી ખરીદી લાવ્યો  . પણ બાપુ એની વસ્તી વધારાની શ્હું વાત કરું  સસલી વ્યાણી અને ધોળાં બરફ જેવા સાત બચ્ચાં ને જન્મ આપ્યો  . અને આ બછું ત્રણેક મહિનાની ઉમરનું થાય એટલે  બચ્ચાં આપવાની શરૂઆત કરી દ્યે અને ગર્બાધાનનો સમય પણ બહુ ટૂંકો  . સસલાનો  ઝડપી વધારો જોઈ મારા પુત્ર રાજીવે મને કીધું કે  દાદા હવે તમે એક અજગર પાળો  કે જેથી કરીને  સસલાં વસ્તી વધારા ઉપર કન્ટ્રોલ રહે  .
મને એક કહેવત બનાવવાનું સુજ્યું કે “સસલાં તો ભલે જીવે  પણ અજગર તું પણ જીં  જો અજગર ન હોત જગતમાં તો  સસલાં વધારો થીં”
એક દિ મારી  અતિ પ્રેમાળ  ઘરવાળી  અને રોટલાની ઘડનારી  ભાનુંમતીએ મને કીધું  .આ તમેતો સસલાં વાહે ભેખ લીધો  . હવે તમે ભેખરે ઉતારો રજા ભરથરી  . મેં નક્કી કરેલું કે એક પણ પૈસાનો  ખર્ચ  વગર  સસલા પાળવાં એટલે મારે જ્યાં ત્યાં થી  સાઈડ વોક ઉપરથી  કોઈ ન જુવે એમ  નકામું વિડ  લાવતો  . પછી  મારી સ્ત્રી શક્તિનું માન રાખી  સસલાં ખાઉં  મારા મેક્સિકન  અને ફિલિપિન  મિત્રોને  કરેગા સો ભરેગા એમ મન મનાવીને  બધાંજ  સસલાનો નિકાલ કરી નાખ્યો  . એક વખત મને એક હોલો મળ્યો  . એ મેં પાળ્યો  . મારી પત્ની  ભાનુંમાંતીએ એનું નામ મોહન રાખ્યું  . મોહન એકલો હતો એની દયા ખાઈ ભાનુંમતીએ મને કીધું  એક બીજું હોલાડું લઇ આવો  આ માટે મારે  પૈસા ખર્ચવા પડેલા પણ ભાનુ મતિ રાજી થઇ  .  થોડા વખત પછી મને ખબર પડી કે આ હોલું  નારી છે।  એનું નામ મેં રૂબી પાડ્યું  .  મારી એક પોલીશ  સ્ત્રી મિત્રે મને વિશાલ પાંજરું આપ્યું  એમાં બન્ને  રહેતાં હતાં  . એક ઉડતા પક્ષી  નું મોટું ચિત્ર હતું એમાં લખ્યું હતું કે  પાળેલા પક્ષીને  તમે છુટું મૂકી દ્યો એ જો પાછું  ઘરે આવે તો સમજવું કે એ તમારું  અને ન આવે તો સમજવું કે એ કડી તમારું હતુંજ નહી  . એક વખત ભાનુંમતિની લા પ્રવાહીથી  મોહન ઉડી ગયો અને  બેક યાર્ડના  શેતુરના ઝાડ ઉપર બેઠો  ભાનુંમાંતીએ  મને હુકમ કર્યોકે  મોહનને પકડી લાવો  , મેં એને કીધું કે આ કામ બહુ અઘરું છે  . એના કરતા કોઈ દેવ ની માનતા કર તો  નાળીયેર ખાવાની લાલચમાં  કોઈ દેવ મોહનને પ્રેરણા  કરશે એટલે મોહન ઘરે આવી જશે  ,  અને ખરેખર મોહન ભૂખ્યો થયો એટલે  એટલે એ આવ્યો ભાનુ મટીએ ચણ  નાખી અને ખાવા મંડ્યો અને મેં  બાજ જેમ સસલાને પકડે એમ પકડી પાડ્યો અને પાંજરામાં મૂકી દીધો  .  આ મોહનને પકડવાની બહાદુરી બદલ  ડેવિડે મારી ઘણી પ્રશંષા કરી  . અને ભાનુંમતિએ જે દેવને જોડ શ્રીફળ  વધેરવાની  માનતા કરી અને એની પ્રાર્થના  કરી અને મને જલ્દીથી  શ્રીફળ ખરીદવા મોકલ્યો    . હવે  “કળાયેલ કે ન મારજા જંજા રત્તા નેણ  તળ વિઠો ટહુકા કરે નિત સંભારે સેણ
એવા  કાર્તિક સ્વામીના અને સરસ્વતી દેવીના વાહન  મોરની  મયુરની  બેએક દિવસ પછી આપને વાંચવા આપીશ  .

6 responses to “ફિનિક્ષમાં (in phoenix )સસલાં, મોર , હોલાં પાળ્યાં ,

  1. Vinod R. Patel ડિસેમ્બર 14, 2015 પર 9:26 પી એમ(pm)

    વાહ આતાજી તમારી સસલા અને હોલાની તમારા પોતાના અનુભવની વાતો વાંચવાની ખુબ મજા આવી.
    હવે ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરલા ની વાતની રાહ જોઈએ .વર્ષો પહેલાં ગુજરાત ટાઈમ્સમાં તમે ઘર આંગણે મોર પાળ્યાની વાત લખેલી એ મેં વાચેલી .એ વખતે મને થયું હતું કે આ કેવો માણસ કહેવાય કે જે અમેરિકામાં આવીને ઘેર મોર પાળે છે !ત્યારે મને ખબર ન હતી કે આ માણસ એ આજના મારા વડીલ મિત્ર આતાજી છે .

    અમારા ગામ ડાંગરવામાં અડધી વસ્તી ગરાસીયા-ડાભીની અને અડધી વસ્તી પટેલોની હતી. ગામમાં સહજાનંદ સ્વામી અઢાર વખત આવેલા એટલે બધા જ પટેલો સ્વામીનારાયણ સમ્પ્રદાયના ચુસ્ત અનુયાયીઓ હતા ,ડુંગળી લસણ પણ ના ખાય.પરંતુ ગરાસીયા વગડામાં જઈને સસલાંને મારીને એને શેકીને ખાતા હતા એ પટેલોને બિલકુલ ગમતું ના હતું. એમાંથી ઘણીવાર ઝગડા થતા અને લાકડીઓ ઉડતી હતી એનું સ્મરણ થઇ આવ્યું.

    • aataawaani ડિસેમ્બર 14, 2015 પર 11:01 પી એમ(pm)

      પ્રિય વિનોદભાઈ મોરલાની વાત આ સસલાની વાતક્ર્તાપણ મજા આવે એવી છે. કાલે હું મોરલાની વાત લખવાનો છું . હું અમદાવાદ હતો ત્યારે મેં એક મોર પાળેલો / એ વિષે ..એ અમદાવાદ એટલે તમે અમદાવાદ શહેર નહી સમજતા હાંસોલ નામનું ગામડું પણ એ અમદાવાદમાં ગણાતું એટલેતો મેં 26 બકારીયું પાળેલી અને આ દેવ જોશી તરીકે જાણીતો છે અમેરિકામાં ન્યુ જર્સીમાં રહે છે તે ઉઘાડે પગે બકરીયું ચરાવ તો

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  2. સુરેશ જાની ડિસેમ્બર 15, 2015 પર 7:05 એ એમ (am)

    વાહ આતા વાહ. તમારા અનુભવો કાબેલે દાદ છે.

    • aataawaani ડિસેમ્બર 15, 2015 પર 8:53 એ એમ (am)

      પ્રિય સુરેશ ભાઈ તમારા વાક્યો મારામાં જબરો જુસ્સો પૈદા કરે છે . આજે એક સરદાર નગર વાળા અનુભવોની વાત લખી રાખી છે અનુકુળતાએ બ્લોગમાં મુકીશ મને ફોટો મુકતા નથી આવડ્યો એપણ હું શિખવા પ્રયાસ કરું છું તમારા જેવાનો પ્રેમ હશે તો એ પણ હું શીખી લઈશ , તમે હવે ક્યારે ક્રુજ અનુભવ લખવાના છો ?

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  3. pragnaju ડિસેમ્બર 15, 2015 પર 2:37 પી એમ(pm)

    તમારા વાતો વાંચવાની
    મજા આવી.

    ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગસૂઈમાં ઝેરીલો અને ભયંકર ગણાતા સાપ કે ડ્રેગન સાથે ફિનિક્ષ પક્ષીનું વોલપીસ કે ભીંતચિત્ર રાખવું શુભ માનવામાં આવે છે. તે ઘરમાં રહેલી ‘ચી’ ઉર્જાના સંતુલિત પ્રવાહને વહાવે છે

    કેમ પડતું નથી બદન હેઠું,
    ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

    દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
    અન્ય બીજું કોઈ જઈ પેઠું.

    અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
    કોણ આ રાખથી થતું બેઠું.

    કોને મોઢું બતાવીએ આદિલ,
    માટીનું ઠીકરું અને એઠું.

    – આદિલ મન્સૂરી

    યાદના ફિનિક્ષ ફફડે રાખમાં,
    કેટલાં દરિયા ઉમડે આંખમાં.

    • aataawaani ડિસેમ્બર 15, 2015 પર 3:58 પી એમ(pm)

      પ્રિય પ્રજ્ઞા બેન તમને બહુ ઝાઝું જ્ઞાન છે એક વર્ષ હું અને બીજા સીનીયરો ચાઇનીઝ નવા વર્ષની ઉજવણીમાં ગએલા ફિનિક્ષમાં એતો તમને ખબર હશે. કે દરેક ચાઇનીઝ વર્ષ કોઈ એક જાનવરનું વર્ષ ગણાય છે . હું જે ચાઇનીઝ વર્ષની પાર્ટીમાં ગએલો એ વર્ષ ડ્રેગન વર્ષ હતું .આ વર્ષમાં જે બાળક નો જન્મ થાય એ બાળક પરાક્રમી બને . આ પાર્ટીમાં મેં પાઘડી બાંધેલી એ ભાનુંમતિની રેશમી સાડી હતી .એટલે એ સાડી મારા માથા ઉપરથી લસરી જતી હતી . આ પાઘડી ઉપર મોહિત થઇ અને એક ચાઇનીઝ છોકરીએ મારી સાથે ફોટો પડાવ્યો . આ છોકરીફિનિક્ષ માં વસતા ચીનાઓની છોકરીઓમાં રૂપાળી છોકરી હતી . આ ફોટો મારા કમ્પ્યુટર આલ્બમ માં મારા જીવની જેમ સાચવી શક્યો છે .

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: