Daily Archives: ડિસેમ્બર 1, 2015

નાગ વિષે વધુ વાત

થોડા વખત  પહેલા આપે  કેરાલા  નાં  કિંગ કોબ્રાનો વિડીઓ   જોયો એમાં તમે   કિંગકોબ્રાના  વીડીઓમાં સાપના મોઢામાંથી  લોહી નીકળતું જોયું હશે   , કારણકે  સાપનું મોઢું સખત બાવવાના કારણે  લોહી નીકળી જાય હું પણ જ્યારે  દેશીંગા  માં રહેતો હતો  . બાર તેર વરસનો  છોકરો હતો  ,
ત્યારે  હું લાકડીથી સાપનું મોઢું દબાવી અને પછી  સાપનું મોઢું સખત દબાવી રાખતો પણ  પછી
અનુભવે  મને શીખવ્યું એટલે હું  સાપના શરીરના કોઈ પણ ભાગથી બહુ આસાનીથી  પકડી  લઉં
છું  સાપને જરાય તકલીફ થવા દેતો નથી  ..
પણ મારા પરિવાર અને દરેકને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હું પકડું છું  એ રીતે
પકડવાની જરાય ભૂલ ન કરતા   મને બીજી ઘણી જાણકારી પણ થઇ ગઈ છે  . એટલે મારો વાદકરીને કોઈ  હરપ પકડવાના ધંધા નો કરતા  મરી જશો  . તો લોકો મશ્કરી કરશે   ,
મને  સાપ ઘણી વખત કરડેલો છે  . પણ એક સાપ મેં અમદાવાદની  કોમર્સ કોલેજ પાસેથી પકડ્યો  આ સાપે મારી ભૂલના કારણે કરડી ગએલો જોકે આ સાપ કોબ્રાનું નાનું બચ્ચું હતું   આજ
બચ્ચાને  મેં મારા મિત્ર જનકરાયના  એકાદ વરસના  દીકરાના  માથા ઉપર મુકેલો   . બાળકના
માથા ઉપર મુક્યા પછી સાપ લસરીને નીચે ઉતરી ગયેલો  અને પછી મેં પકડીને  મારી થેલીમાં
મૂકી દીધો  કે જે થેલીમાં મારા કાગળ  પેન હતા   .  અને બે એક કલાક પછી  મને આ જ બચ્ચે ડંખ
માર્યો અને  સ્વર્ગના દરવાજા  સુધી પહોંચાડેલો  પણ  દ્વાર કોઈએ ખોલ્યું નહિ  એટલે હું પાછો આવ્યો . નહિતર સ્વર્ગમાં જતો રહ્યો હોત  .   આ વાતને  સાઠેક વરસ  થઇ ગયા હશે   . આ
લખાણ  વિગત વાર  મેં  ” આતા વાણી ”   માં થોડો વખત પહેલા મુક્યું છે  . આપે કદાચ
વાંચ્યું પણ હશે   .આવા મારા સાપ પકડવાના મૂર્ખાઈ  ને કારણે મને સાપને લગતું   જ્ઞાન  મને
લાધ્યું છે  .

આપને નવાઈ લાગશે કે મારા પાસે સાપના મંત્ર શીખવા માટે મોટા મહંતો આવેલા છે અને મને ઘણા પૈસાની ઓફર પણ કરેલી છે   . ઘણા માણસોને મેં એવું કહેતા સાંભળીયા  છે કે  જો હું નાણાં લઈને  મંત્ર શીખવું તો મારો મંત્ર ન ચાલે  .

એકજ વાત એનું નામ આપ્યા વિના કહી દઉં છું કે એક પોલીસ ઇન્સ્પેકરે મંત્ર  શીખવા મને દંડ
વત  પ્રણામ કરેલા   .  અરે ભગવાન બહુ  લખાણ પત્તીએ ચડી  જ્વાણું  ઘણી અફવાઓ હોય છે એમ  મારા વિષે  પણ લોકો અફવાહ ફેલાવતા કે  હિમમતલાલે એક અમેરિકનને  જાદુ બતાવ્યો  , એમાં એના દીકરાને અમેરિકન અમેરિકા લઇ ગએલો છે  . કોઈ કોઈ એવું પણ કહેતા કે  જૈન મુનીએ મંત્ર શીખવેલા છે  . કોઈ  કહે ગિરનારના અઘોરીએ મંત્ર  શીખવ્યો છે  . પણ ખરે ખર  હું કઈ રીતે
વિદ્યા શીખ્યો છું  . એ હુંજ  જાણું છું  .     એક જજ  નાં બંગલામાંથી મેં સાપ પકડ્યો , ત્યાં લોકોના  ટોળાને  જજ સાહેબે કીધું કે આજ દિ સુધી હું એવું માનતો હતો કે  સાપ પકડવાના કોઈ મંત્ર હોતા નથી  . સાપના મોઢા માંથી જેરની કોથળી કાઢી નાખે   . એ વાત ખરી પણ  છે  .   પણ આજ
મારે  જજ  કહે  કબુલ કરવું પડે છે  . કે મંત્ર  છે ખરા

મેં એ જજ સાહેબના બંગલામાંથી પકડ્યો એની વાત કરું સાપ  પગથિયાં નીચે પોલાણમાં  બેઠો હતો  .  મેં એ પોલાણમાં  ફૂક મારી  એટલે સાપ બહાર નીકળ્યો  . જોયુ તો એ સાપ બિન જેરી હતો  . પછી મેં એને  આરામથી ખૂબ રમાડ્યો  .  અને લોકોને તમાશો દેખાડ્યો  . અને મારી બહાદુરીના વખાણ સાંભળીયા  અને હું  બહુ ફૂલાણો  . એલા ભાઈ પ્રશંશા  કોને નથી ગમતી    પરમેશ્વરને  પણ
પ્રશંશા  ગમે છે  એવું આપણે માનીએ છીએ  અને એટલે તો એની સ્તુતિ કરીએ  છીએ આરતી   ઉતારીએ છીએ   .

ઝાઝું લખ્યું થોડું ગણીને વાંચજો   . અને  સહુને વંચાવજો   .  અને આતા નાં  રામ રામ
સ્વીકારજો