Daily Archives: ડિસેમ્બર 22, 2015

गुरु बृहस्पति के और बचन पढ़िए

ગુરુ બૃહસ્પતિ એ  તે વખતના  ટીલાં ટપકાં કરનારાઓને  ખુબ ઉતારી પાડેલા  .  જનતામાં પુજ્ય ગણાતા  અને વિદ્વાન તરીકે  પોતાની જાતને ઓળખાવતા  લોકોને  બૃહસ્પતિએ  અક્કલ વગરના  . આળસુ  અને જેઓને પુરુષાર્થ કરવો ગમતો નથી  . તેવા લોકો માટે ટીલાં ટપકાં એ આજીવિકાનું  સાધન છે  .  એવું કહેતા  . બૃહસ્પતિ  મોટી સભા ભરી  ભાષણ  નોતા આપતા  .કોઈ પ્રશ્ન પૂછે એને જવાબ આપતા હતા. પોતાની બુક  “ચાર્વાક દર્શન ” વાંચી જવાનું કહેતા  કદી દલીલ બાજીમાં ઉતરતા નહી  .  હું કહું છું  . એ સાચુજ છે  . એવો આગ્રહ    રાખતા નહી  .  કોઈ જિજ્ઞાસુએ  પ્રશ્ન કર્યો કે  સમર્થ પરાશર ઋષિના પુત્ર  વ્યાસ મુની  કે જેઓએ  વેદને ચાર વિભાગમાં વહેંચ્યો  ; 18 પુરાણ  18  ઉપ પુરાણ લખ્યાં  .  ભાગવત લખ્યું .    છ શાસ્ત્ર માનું એક શાસ્ત્ર  લખ્યું  . મહાભારત લખ્યું  . સ્વર્ગ નર્ક  નાં નામો  શોધ્યાં  . ક્યા સ્વર્ગમાં  કેવા પ્રકારની સુખ  છે એ વિષે લખ્યું  .એવી રીતે નરકમાં  ક્યા નરકમાં  કેવી કેવી યાતનાઓ છે  . વગેરેનું વિગતવાર  વર્ણન કર્યું  .  એ બધું ખોટું અને તમે કહો છો એ સાચું ?બૃહસ્પતિએ જવાબ આપ્યો કે  વ્યાસ મુની ત્યાં જાતે જઈને  તપાસ કરી આવ્યા હશે  . હુંતો પરમેશ્વરે  જે બુદ્ધિ આpi છે તેનો ઉપયોગ કરી મને જે ઠીક લાગ્યું છે  એ મેં લખ્યું છે , ફરી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે  તમે પરમેશ્વરનું  અસ્તિત્વ સ્વીકારતા નથી  . ઉત્તર  આપ્યો કે પરમેશ્વર એ  એક એવું શક્તિ શાળી તત્વ છેકે  જે ને  કોઈ ની ઉપમા આપી સહાય નહી કેમકે તે અનુપમ છે  , અને એનામાટે આપણે એને પરમેશ્વર  એવા નામથી ઓળખીએ છીએ  .
1 અખિલ બ્રહ્માંડ નો રચનાર અને એનું સંચાલન કરનાર  પરમેશ્વર  એક છે  .
તે સર્વવ્યાપી સર્વ શક્તિમાન  સર્વજ્ઞ નિરાકાર છે  .
3 તે સ્તુતિ નિંદાથી પર છે  ,
4 તે કોઈનું સંતાન નથી તેમજ  તેને કોઈ સંતાનનથી
5 તે જડ ચેતન  સર્વને  સ્વયમ  પ્રેરણા આપે છે
6 તેને કોઈ સહાયકની આવશ્યકતા  નથી  .

हज़रत ईसा से क़रीबन २६०० साल पहले हिन्दुस्तानमे

આજથી આશરે  બેહજાર છસ્સો  વરસ પહેલાં હિન્દુસ્તાનમાં  બ્રાહ્મણ  કુળમાં જન્મેલ  બૃહસ્પતિ નામનો  સમર્થ વિદ્વાન થઇ ગયો  . એને એક લોકાયત  નામનો  સાથી મિત્ર હતો  . આ બન્ને મિત્રોએ મળીને  એક  ચાર્વાક દર્શન નામનું
પુસ્તક લખ્યું  .બૃહસ્પતિ  માંસાહાર નો  સખત વિરોધી હતો  .યજ્ઞાદી કર્મ કાંડનો પણ વિરોધી હતો  ,વેદ  ઉપનિષદ  ,શ્રુતિ  સ્મૃતિ  ઉપનિષદ  , છ  સાંખ્ય વગેરે  શાસ્ત્રો  પુરાણ  . રામાયણ , મહાભારત  વગેરે ગ્રંથો  વિશ્વાસ કરવાને  યોગ્ય નથી  . ફક્ત માણસની બુદ્ધિજ  ભરોસા પાત્ર છે  . તેના ગ્રંથ ચાર્વાક  દર્શનમાં  લખ્યા પ્રમાણે  સ્વર્ગ નર્ક નથી  ; પાપ પુણ્ય નથી  , પુનર્જન્મ  નથી  .
ચેતન વંતા શરીરથી ભિન્ન  આત્મા નથી  . એનો શ્લોક  આ પ્રમાણે છે  ,
यावत जीवेत सुखम जीवित  नास्ति मृत्युरगोचर:
भस्मी  भूतस्य देहस्य  पुनरागमनम  कुत:
તેના કહેવા પ્રમાણે ઉંચે આકાશમાં  સ્વર્ગ કે નરકમાં  વસનારા પિતૃઓને  પૃથ્વી ઉપર  બ્રાહ્મણો  . ગાય  . કુતરા કાગડાને  ખવડાવવાથી  જો મળી જતું હોય તો ઉપલે માળે  રહેતા લોકોને  નીચેના  માળે રહેતા લોકોના  જમાડવાથી  ઉપરના  માળે  રહ્રતા  લોકોને  મળી  જવું જોઈએ  . યજ્ઞમાં પ્રાણીઓને  હોમવાથી એ પ્રાણીઓને સ્વર્ગમાં  જવાનો બંદોબસ્ત  થઇ જતો હોય તો શા માટે તમારા બાપને યજ્ઞમાં  હોમી નથી દેતા  , ટીલાં ટપકાં  કરીને ફરનારા  લોકો  બુદ્ધિ  વગરના  આળસુ અને પુરષાર્થ  ન કરનારા અને  સહેલાયથી  આજીવિકા રળનારા લોકો છે  .