Daily Archives: ડિસેમ્બર 14, 2015

ફિનિક્ષમાં (in phoenix )સસલાં, મોર , હોલાં પાળ્યાં ,

દેશીંગા અને  બીજાં ઘેડ વિસ્તારના  ગામડાં નદીયોમાં  જ્યારે પુર  ,  ફલડ    ,  છેલ આવે ત્યારે  ગામ ફરતે પાણી  ફરી વળે અને  ગામડાં બેટના રૂપમાં ફેરવાય જાય  અને બહારના જંગલી પ્રાણીઓ  જીવ બચાવવા  ગામમાં ઘુસી આવતાં હોય છે  . એક વખત  મારા હરિકાકાએ  એક સસલો પકડી પાડ્યો/અને એક  ઓરડીમાં પૂરી દીધો  .અને મને દેખાડ્યો  . અને મને વાત કરીકે  આને હવે આપણે પાળીએ  મેં કીધું કાકા આને ખવડાવવાનો  જબરો સવાલ ઉભો થાય  . તમે  કેટલાક દિવસ સુધી  ડાંગરવા  વાળા વિનોદ ભાઈ પટેલના ખેતરમાંથી  રજકો  લાવ્યા કરશો કે  વલીભાઈ  મુસાના કાણોદર નાં    ખેતરમાંથી    આ અરસામાં મને એક ચોપડી  સુરેશ જાની  જેવા માસ્તરે  વાંચવા આપેલી તેમાં લખ્યું હતું કે સસલાં ઘાસની કુમળી કુમળી    ટીશીયોજ ખાય  , ચોપડી લખનાર  ભાઈ મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા હતા  . એણે કોકદી વેકેશનમાં  મામાને ત્યાં ગામડે ગયા હોય  ત્યારે ઉનાળામાં  સીમમાં  સસલાને  ધ્રોક્ળની જીન્જ્વાની    કે એવા બીજા ઘાસની  કોમલ ટીશીઓ  ખાતા જોયા હોય  . એટલે મેં કાકાને વાત કરીકે આને છૂટો મૂકી દ્યો  . આપણાથી પાળવો પોષાય નહી .    આ વાત તો હું દસેક  વરસની ઉમરનો હતો ત્યારની છે  . આ વાતને ઘણા  વરસો  વીતી ગયા હું અમેરિકા આવ્યો  . પછી મારો નાના દીકરો સતીશ  આવ્યો  . સતીશને એના કોઈ અમેરિકન મિત્રે  પાંજરા સાથે એક સસલું આપ્યું  સતીશ  સસલા  ને  ખાવા માટે  માટે પેટ શોપમાંથી  મોંઘી ડાટ  ખોરાકની બેગ  ખરીદી લાવે  .  એક વખત મેં  સસલાને મેપલના ખરી ગએલા પાંદડા  ખાવા આપ્યા  એતો ઝપાટા ભેર  પાંદડા  ખાઈ ગયો અને પછી મેં એને  ધાસ  અને બીજું વિડ ખાવા આપ્યું એતો એ ઝડપથી  ખાઈ ગયો  . પછી મેં સતીશને કીધું  . હવે તું  સસલા માટે વેચાંતું કશું લાવતો નહિ  .
અમારી બાજુ એક કહેવત છે કે  ” ઊંટ મેલે આંકડો અને બકરી મેલે કાંકરો ” હવે આ સસલું શું મેલે એ હું કહી શકું એમ નથી  . તમને ખબર હોય તો ક્હેજો  .
વખત જતા હું ફિનિક્ષ  એરિઝોના રહેવા આવ્યો  .  અહી  વિડ અને મારા બેક યાર્ડમાં  ઘણા ઝાડવા  આ બધું જોયા પછી મને વિચાર આવ્યો કે હું સસલાં પાળું  અને હું એક નર માદાની ઝોડી ખરીદી લાવ્યો  . પણ બાપુ એની વસ્તી વધારાની શ્હું વાત કરું  સસલી વ્યાણી અને ધોળાં બરફ જેવા સાત બચ્ચાં ને જન્મ આપ્યો  . અને આ બછું ત્રણેક મહિનાની ઉમરનું થાય એટલે  બચ્ચાં આપવાની શરૂઆત કરી દ્યે અને ગર્બાધાનનો સમય પણ બહુ ટૂંકો  . સસલાનો  ઝડપી વધારો જોઈ મારા પુત્ર રાજીવે મને કીધું કે  દાદા હવે તમે એક અજગર પાળો  કે જેથી કરીને  સસલાં વસ્તી વધારા ઉપર કન્ટ્રોલ રહે  .
મને એક કહેવત બનાવવાનું સુજ્યું કે “સસલાં તો ભલે જીવે  પણ અજગર તું પણ જીં  જો અજગર ન હોત જગતમાં તો  સસલાં વધારો થીં”
એક દિ મારી  અતિ પ્રેમાળ  ઘરવાળી  અને રોટલાની ઘડનારી  ભાનુંમતીએ મને કીધું  .આ તમેતો સસલાં વાહે ભેખ લીધો  . હવે તમે ભેખરે ઉતારો રજા ભરથરી  . મેં નક્કી કરેલું કે એક પણ પૈસાનો  ખર્ચ  વગર  સસલા પાળવાં એટલે મારે જ્યાં ત્યાં થી  સાઈડ વોક ઉપરથી  કોઈ ન જુવે એમ  નકામું વિડ  લાવતો  . પછી  મારી સ્ત્રી શક્તિનું માન રાખી  સસલાં ખાઉં  મારા મેક્સિકન  અને ફિલિપિન  મિત્રોને  કરેગા સો ભરેગા એમ મન મનાવીને  બધાંજ  સસલાનો નિકાલ કરી નાખ્યો  . એક વખત મને એક હોલો મળ્યો  . એ મેં પાળ્યો  . મારી પત્ની  ભાનુંમાંતીએ એનું નામ મોહન રાખ્યું  . મોહન એકલો હતો એની દયા ખાઈ ભાનુંમતીએ મને કીધું  એક બીજું હોલાડું લઇ આવો  આ માટે મારે  પૈસા ખર્ચવા પડેલા પણ ભાનુ મતિ રાજી થઇ  .  થોડા વખત પછી મને ખબર પડી કે આ હોલું  નારી છે।  એનું નામ મેં રૂબી પાડ્યું  .  મારી એક પોલીશ  સ્ત્રી મિત્રે મને વિશાલ પાંજરું આપ્યું  એમાં બન્ને  રહેતાં હતાં  . એક ઉડતા પક્ષી  નું મોટું ચિત્ર હતું એમાં લખ્યું હતું કે  પાળેલા પક્ષીને  તમે છુટું મૂકી દ્યો એ જો પાછું  ઘરે આવે તો સમજવું કે એ તમારું  અને ન આવે તો સમજવું કે એ કડી તમારું હતુંજ નહી  . એક વખત ભાનુંમતિની લા પ્રવાહીથી  મોહન ઉડી ગયો અને  બેક યાર્ડના  શેતુરના ઝાડ ઉપર બેઠો  ભાનુંમાંતીએ  મને હુકમ કર્યોકે  મોહનને પકડી લાવો  , મેં એને કીધું કે આ કામ બહુ અઘરું છે  . એના કરતા કોઈ દેવ ની માનતા કર તો  નાળીયેર ખાવાની લાલચમાં  કોઈ દેવ મોહનને પ્રેરણા  કરશે એટલે મોહન ઘરે આવી જશે  ,  અને ખરેખર મોહન ભૂખ્યો થયો એટલે  એટલે એ આવ્યો ભાનુ મટીએ ચણ  નાખી અને ખાવા મંડ્યો અને મેં  બાજ જેમ સસલાને પકડે એમ પકડી પાડ્યો અને પાંજરામાં મૂકી દીધો  .  આ મોહનને પકડવાની બહાદુરી બદલ  ડેવિડે મારી ઘણી પ્રશંષા કરી  . અને ભાનુંમતિએ જે દેવને જોડ શ્રીફળ  વધેરવાની  માનતા કરી અને એની પ્રાર્થના  કરી અને મને જલ્દીથી  શ્રીફળ ખરીદવા મોકલ્યો    . હવે  “કળાયેલ કે ન મારજા જંજા રત્તા નેણ  તળ વિઠો ટહુકા કરે નિત સંભારે સેણ
એવા  કાર્તિક સ્વામીના અને સરસ્વતી દેવીના વાહન  મોરની  મયુરની  બેએક દિવસ પછી આપને વાંચવા આપીશ  .