Daily Archives: ડિસેમ્બર 18, 2015

c-section કરી મોરનાં ઈંડાં માંથી બચ્ચું કાઢ્યું .

24ec219d3c6526a0e4b58c7e814e54fe

મોરના પાંજરામાં  એક ખૂણો  ઢેલ આવક જાવક  કરી શકે  ,એટલો નાનો અને તેનાં ઉપર તાડનાં પાંદડાં ઘાસ  અને  પતરાં મૂકી  ઢાંકી દીધેલો  . કે જેથી કરી  તડકા અને વરસાદથી રક્ષણ  મળે  .અને નીચે  બારીક રેતી પાથરેલી    એમાં અનુકુળતા પ્રમાણે  ઢેલ  ઈંડા મુકવા માળો બનાવી શકે  , એપ્રિલ મેં મહિનો આવ્યો  . અને મોર ઢેલને  ખુશ કરવા  કળા કરી  નાચવા લાગ્યો  . હજી મોરને રંગીન મોહક  પીંછાં  આવ્યા નોતાં  . ઢેલડી મનમાં વિચારતી હતીકે  આ મારો પીટ્યો  . મયુર  મને ગર્ભવતી  કર્યા વગર  છોડવાનો નથી  . આખરે  મોરને બહુ ટ ટ ળાવ્યા વગર    ઢેલડી પ્રસન્ન  થઇ ગઈ  ,  અને  મોરને તાબે  થઇ  .અને મોરથી  ગર્ભવતી થઇ  . અને મોરને સાત દિવસ નચાવ્યા પછી  પોતે બારીક રેતીમાં કરેલ ખાડામાં  દરરોજ અકેકું ઈંડું મુક્તિ ગઈ  . અને એવી રીતે સાત ઈંડા મુક્યાં  .વિશાળ  પાંજરામાં  ઢેલ  દાણા ચણતી આડી અવળી  ફરતી હોય  .પણ  જ્યારે  ઈંડું મુકવાની થાય ત્યારે  ગમે ત્યાંથી આવીને માળામાં  ઈંડું મૂકી જાય  . પણ એક વખત  માળાની અંદર ઈંડું મૂકવાને બદલે  ઉતાવળમાં  માળાથી થોડું દુર મુકાઈ ગયું  .  . મને વિચાર આવ્યોકે  આ દુર પડેલા ઈંડાને હું માળાની  અંદર મૂકી દઉં  . પછી મનને એવું થયું કે  હું ડાપ ણ કરવા જઈશ અને ઢેલ  ભડકી જશે તો ઈંડાં  નહી સેવે  ,  એટલે મેં વિચાર માંડી વાળ્યો  .પછી સમય આવ્યે  ઢેલે જાતેજ  ઈંડાંને  ખસેડીને  માળામાં મૂકી દીધું  . અને ઈંડાંને  સેવવા  ઈંડાં ઉપર બેસી ગઈ  . અને  આવી રીતે રાત દિવસ  બેઠી  . અને મોર  એકલો  એના માટે બનાવેલી  બેઠક  ઉપર  ઊંઘે  . મેં  ઢેલને ચણવા માટે  દાણા  અને પીવા માટે પાણી  ભરેલું વાસણ  માળાથી  થોડે દુર મુક્યું  ,, ઢેલ કયારેકજ    ચણવા અને પાણી પીવા આવે  અને એક સેકન્ડમાં કામ પતાવી પાછી  ઝડપ  ભેર  ઈંડાં  ઉપર બેસી જાય  .  અહહાહા  માતૃ  પ્રેમનો જોટો વિશ્વમાં મળે એમ નથી  . ખરું કીધું છે કે  પુત્ર  કુ પુત્ર  થાય પણ માતા કુમાતા નથી થતી  . कुपुत्रो जायेति  तदपि माता कुमाता न भवति  .આવી તપસ્યા ઢેલે  34 દિવસ    કરી  , પણ ઈંડાંમાંથી  બચ્ચું  ન  નીકળ્યું  .  કારણ એ હોઈ શકે કે  પાડોશી  જંતુ નાશક દવા  બહુ છાંટ્યા કરતો  એટલે  એની માઠી અસર  ઈંડાં ઉપર થઇ હોય  .  વળી  આવતે વર્ષે  એપ્રિલ મેં મહિનો આવ્યો  અને ઢેલે છ ઈંડાં મુક્યાં  .  અને ઢેલ સેવવા બેઠી  . આ વખતે  મોરને એમ થયું કે  ઈંડાં  માંથી બચ્ચાં નીકળતાં નથી  .  અને ઢેલ નક્કામી  તપસ્યા  કરે છે અને મારે  એકલા  રાત વિતાવવી પડે છે  .  માટે ઈંડાં  શા માટે જોઈએ  એવું વિચારી  ક્રૂરતાથી    મોરે ઈંડાં ફોડી નાખ્યાં  .  વળી આવતે વર્ષે  એપ્રિલ મેં મહિનો આવ્યો આ વખતે  ઢેલે મોરને વિનંતી કરી કે ગાંડા  આવો  પોતાના સંતાનોને મારી નાખવાનો  ક્રૂર કામો શા માટે કરે છે  .  બાળ ઉછેરની સખત મહેનત તો મારે કરવી પડે છે  . તુંતો  એપ્રિલ મેં મહિના સિવાય મારા સામું પણ જોતો નથી  .  માટે ભલો થઈને  આ વખતે મને બચ્ચાં ઉછેરવા દેજે ,  જેમ પુરુષ  સ્ત્રીની  વિનંતી થી પાણી પાણી થઇ જાય છે એમ  મોર  પણ નરમ થઇ ગયો  ,  અને આ બાબતની  ઢેલની  નમૃતાથી    મોર સીધો દોર થઇ ગયો  .  જેમ  જી ભ નરમ છે માટે  હીરા જેવા  કઠોર દાંત  પુરુષ  , નરમ  જીભ સ્ત્રી  આગળ  આજ્ઞાકિત થઈને  લાઈનસર  ઉભા રહી ગયા છે  .
नर्मिसे  संग दिल मूतअ  हो जाते है  . ददान  सफ बस्ता है  जुबां के आगे  .
આ વખતે  મોરે ઈંડાં  ફોડી  નો નાંખ્યાં  પણ રક્ષણ આપ્યું  .  હું અથવા ભાનુમતી  પાંજરાની અંદર ચણ  નાખવા કે  સફાઈ કરવા અંદર જઈએ તો  મોર અમારા ઉપર હુમલો કરે  અને એટલે  અમારા  પગમાં  મોરના નખના  ચીરા પડેલા  પછી હું  રાતની વખતે  ચણ નાખવા કે પાંજરું  સાફ કરવા  પાંજરાની અંદર જાઉં  . સમય આવ્યે  ઈંડામાંથી  બચ્ચાં એક પછી એક  ઈંડું  ફોડીને બહાર આવ્યાં  .  પણ એક ઇકંદુ બચ્ચું  ન ફોડી શક્યું એટલે તે  ઈંડું પડતું મૂકી  ને  ઢેલ  પાંજરાની અંદર  બીજી સુરક્ષિત  જગ્યાએ
બચ્ચાંઓને  લઈને  ઊંઘવા ગઈ  અને બાકી પડી રહેલું ઈંડું હું  સાચવી રાખવા લેવા ગયો  . જોયું તો  ઈંડું થોડુક  ફૂટેલું હતું    . અને એની અંદર  ચાંચ હલતી મને દેખાણી  . મેં તુર્ત ઈંડું હાથમાં લીધું અને તેનું ઉપરનું કોટલું કાઢી નાખ્યું મતલબ કે મેં c-section  કરીને  જીવિત બચ્ચું  બહાર  કાઢ્યું  .અને જે જગ્યાએ  ઢેલ બચ્ચાને  લઈને ઊંઘતી હતી  .  તેની નીચે હળવેકથી  મૂકી દીધું  ,  સવાર પડ્યું    .  અને બચ્ચાંને  લઈને  ઢેલ  પાંજરામાં ફરતી હતી  .  અને આ મેં મુકેલા બચ્ચાને  ઢેલ મારતી હતી  . અને બચ્ચું ભાગતું હતું    તુર્ત મારું ધ્યાન પડ્યું અને મેં  બચ્ચાને  લઇ લીધું અને લેટ્સના નાના નાના  કકડા કરી ખવડાવવા માન્યો આપણે ખવડાવવું  પડતું નથી  . એની આગળ મુકો એટલે એ એની મેળે  ખાઈ લ્યે છે  . અને પછી ભાનુમતીએ બચ્ચું ઉછેરવાની જવાબદારી  લઇ લીધી  .जिसको राखे  साईया मार सकें कोई  .
बाल न बांका  कर सके जो जग वेरी होय