તરવું તાન્તરવું ,અને તસ્કરવું ,નાડી ને વળી ન્યાય .રાગ .પાઘ ને પારખા . એ આઠેય આપ કળાય .

તરવું તાન્તરવું અને તસ્કરવું નાડી અને વળી ન્યાય રાગ  , પાઘ   ,અને પારખાં  ,ઈ આઠેય આપ કળા  . પાણીમાં અનેક પ્રકારે તરવા ની કુશળતા  મેળવવી   .તાંત્રિક  વિદ્યાથી લોકોને છેતરવા  .અનેક પ્રકારે ચોરી કરવાની આવડત હોવી   . નાડી  તપાસીને રોગ પારખવો  ,ન્યાય કરવો   ,પોતાનો ઉત્તમ રાગ હોવો   .પાઘડી બાંધવાની રીત  અને કોઈને પારખી  લેવો  આ આઠ  જાતની આવડતો ઈશ્વરે બક્ષીસ  કરેલી   સ્વયમ સ્ફુરિત હોય છે  . આજે હું આપને  તસ્કર  , ઠગ  , વગેરે લોકોની આવડતની  વાત હું આપને વાંચવા આપું છું  . બ્રિટીશરોએ  ભારતમાં  અમુક જાતિઓને  ગુન્હેગાર જાતિની  છાપ મારેલી  એ જાતિનું બાળક  પુખ્ત વયનું હોય  એણે ભલે  કોઈ પ્રકારનો ગુન્હો ન કર્યો હોય  છતાં એ ગુન્હેગારજ ગણાય  .મુંબઈ રાજ્યમાં  સિંધના હુર  કાઠીયાવાડ  નાં આડોડીયા , ગુજરાતના બાવરી વાઘરી  ,  મહારાષ્ટ્રના  કંજર  ,  અથવા કાન્જ્ડા  ,  વગેરે  , મુંબઈ ઇલાકા સિવાયના  ભારતના બીજા ભાગોમાં   ગુન્હેગાર જાતિઓ હશે પણ મને એની ખબર નથી  .   અમદાવાદમાં એક ખિસ્સા કાતરુ  હતો  . એણે એક વખત  દુબઈ માં ધંધો કરતા  ગુજરાતીનું ખિસ્સું હળવું કર્યું   . આ વેપારી  અમદાવાદની બસમાં  ભીડ હોવાથી  ઉપરનો સળીયો પકડી  ઉભો ઉભો  મુસાફરી કરી રહ્યો હતો  . એની પાછળ  એક મશહુર ખિસ્સા કાતરુ  ઉભો રીને મુસાફરી કરતો હતો   . એ પોતે ઝોન્કાં ખાતો હોય એવો ડોળ કરીને  સળીયો પકડીને પ્રવાસ  કરતો હતો  . એ પોતાની આગળ ઉભેલા  વેપારીને અથડાતો  રહેતો હતો  . વેપારી પાછળ જુવે તો એ  ઊંઘમાં  લથડીયા ખાતો હોય એવો દેખાવ કરે  . મોકો આવ્યો એટલે  વેપારીની બંડીના ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધું આ પાકીટમાં   ચારસો રૂપિયા અને  ફોટો વગેરે હતું   . પાકીટ કાઢી લીધા પછી તુર્ત એ બસમાંથી ઉતરી ગયો  . વેપારી જ્યારે બસમાંથી ઉતાર્યો  અને જોયું તો પાકીટ ગાયબ  . એ તુર્ત પોલીસ ચોકીએ ગયો અને ફરિયાદ કરી  . વેપારીને પોલીસની પૂછ પરછ  ઉપરથી  પોલીસને ખબર પડી  ગઈ કે  કોને પાકીટ તફડાવ્યું છે   . પોલીસે  દરેક પોલીસ ફોન ઉપર  ખબર બ્રોડ કાષ્ટ થી  આપી  અને  ગુન્હેગાર ઘડીના છઠ્ઠા  ભાગમાં પકડાઈ ગયો  .   વેપારીએ  પોતાનું પાકીટ ફોટો અને પોતાની પાછળ  ઝોંકા ખાતા ઉભેલાને ઓળખી બતાવ્યો   .વેપારી પોલીસની કુશળતા ઉપર  ફિદા ફિદા  થઇ ગયો  .  અને પોતે કોટ અને કોટની નીચે શર્ટ અને શર્ટ ની નીચે બંડી અને બંડીના અંદરના  ખિસ્સામાં પાકીટ  એ પાકીટ  કાઢી લીધું એ હોશિયારી ઉપર ખુશ થઈને  ખીસા કતારુને દસ રૂપિયા ઇનામ આપ્યું  . પોલીસને પણ ઇનામ આપવાની તૈયારી બતાવેલી પણ પોલીસે  આભાર માન્યો અને પૈસા લેવાની નાં પાડી ,વેપારીને  પૈસા પુરા મળી ગયા એટલે તેણે ફૈયાદ કરવાની નાં પાડી  . आज इतना   , आगे तस्कर  विद्या  पढ़नेके लिए  इनतज़ार करो  . थोड़े दिनके बाद  और तस्कर विद्या  आपको पढ़नेके किए लिखहुँगा

10 responses to “તરવું તાન્તરવું ,અને તસ્કરવું ,નાડી ને વળી ન્યાય .રાગ .પાઘ ને પારખા . એ આઠેય આપ કળાય .

  1. પ્રેમપરખંદા માર્ચ 30, 2015 પર 9:30 પી એમ(pm)

    કાનમાંથી મેલ કાઢવા વાળા ને પણ કલાકાર કહી શકાય આતા. ગમે તેવો ચોખ્ખો કાન હોય છતા એ લોકો મેલનાં ગોળેગોળા અને કાંકરી કાઢીને બતાવે કાનમાંથી.
    હાહાહાહાહાહા

    • aataawaani માર્ચ 30, 2015 પર 10:11 પી એમ(pm)

      મેં પણ કાનમાંથી ખજૂરના ઠળિયા જેવડો મેલ એક માણસના કાનમાંથી કાઢેલો જોયો છે . જરૂર એને કસબી કહેવાય ..
      હવે પછીના લેખમાં આવા કલાકારો વિષે લખવાનો છું . અને એપણ તસ્કર વિદ્યાજ છે . એક વાત ભૂલી જતાં પહેલાં તમને કહી દઉં .
      હું મારા મોઢા ઉપર કાળા વીંછીને હરતો ફરતો દેખાડું છું મારા મુખની અંદર પણ મૂકી શકું છું .
      એક વખત પોલીસ હેડ ક્વાટર માં કાળી મુસળી ધોળી મુસળી , કસ્તુરી વેચનારો આવ્યો . એણે એક લોઢાના ચોરસા ઉપર તેલ ચોટાડ્યુ અને તેની બીજી બાજુ તેલ નીકળેલું દેખાડ્યું .
      બીજી એક વસ્તુ દેખાડી અને કીધું કે આ વસ્તુથી સાપનું ઝેર વિછીનું ઝેર ઉતરી જાય છે , મેં એને મારી પાસેનો કાળો વીંછી દેખાડીને કીધું કે હું તુને આ વીંછી કરડાવું અને પછી એનું ઝેર તું આ તારી દવાથી ઉતારી બતાવ એ એકદમ ભાગી ગયો .

      • પ્રેમપરખંદા માર્ચ 30, 2015 પર 10:24 પી એમ(pm)

        હાહાહાહાહાહાહાહાહાહાહા તમેય આતા એરું પકડવાના ધંધા કરો છો હો… રોડ રસ્તા ઊપર ખેલ કરતા મદારી નો એક કિસ્સો કહું. ખેલમાં એની સાથે એક નાનું છોકરું હોય એને મારીને પછી એના પર ચાદર ઓઢાડી દે. ત્યાર બાદ બધાને કહે કે હવે હું આને જીવતું કરીશ એટલે તમે કોઈ હોથ કે પગ ને આંટી મારીને ના ઊભા રહેતા. પછી મંત્ર બોલે પણ જીવતું ના થાય એટલે ફરીથી કહે કે હજુ કોઈએ હાથ કે પગની આંટી મારેલી છે. પછી બીજી વાર મંત્ર બોલે અને છોકરું જીવતું. પોતાના મોઢાની અંદર ચપ્પુ મારે અને લોહી કાઢે(ગુલાબી કલરનું હાહાહાહાહાહાહાહ) એવા લોહીના બે છાંટા એકવાર મારા હાથ પર પડ્યા હતા અને પંદર દિવસ સુધી એ ડાઘ રહ્યા બોલો. પછી કહે કે ચાલું ખેલમાંથી કોઈ જતું રહેશે તો પછી એને કંઈ થાય તો મારી જવાબદારી નહી. મે પોલીસ સ્ટેશન માં પણ આ ખોલ બતાવેલા છે મારી પાસે સર્ટીફિકેટ છે. કોઈ મરી જાય તો મારી કોઈ જવાબદારી નહી.
        અને હું દરવખતે ચાલું ખેલમાંથી મદારીની નજર મારા પર પડે ત્યારે જ ચાલતી પકડું.

        • aataawaani માર્ચ 31, 2015 પર 6:30 એ એમ (am)

          પ્રેમ પરખંદા
          કોઈ એવું સમજતો હોય કે મંત્ર તંત્ર મુઠ ચોટ એ ને ભણેલા મોટી ડીગ્રીઓ વાળા નહિ માનતા હોય તો એ એની ભૂલ છે .
          એક વખત એક ગેજેટર ઓફિસરને ત્યાં સાપ નીકળ્યો . ઘરમાં જવાના પગથીયા નીચેના પોલાણમાં બેઠો હતો . મેં ત્યાં જઇને પોલાણમાં ફૂંક મારી . સાપને એમ થયું હશે કે અહી હવા ક્યાંથી ? ભયનો માર્યો સાપ બહાર નીકળ્યો . અને મેં મારા ખુલ્લા હાથે પકડી લીધો . સાહેબ બોલ્યા , આજદી સુધી હું એવું માનતો હતોકે મંત્ર તંત્ર જેવું કંઈ નથી . પણ આજે મારે કબુલ કરવું પડે છે કે મંત્ર તંત્ર જેવું છે ખરું .
          એક આપણા બ્લોગર ભાઈને મેં મારા સાપ પકડવાના ધંધા બાબત પૂછ્યું . કે ભાઈ તમે હું જે રસ્તે ચાલ્યા જતા સાપને મારા ખુલ્લા હાથથી પકડી લઉં છું . એ બાબત હું મંત્ર જાણું છું .એવું તમે માનો છો ? એ ભાઈ કહે હા , હું એ મિત્રનું નામ જાહેરમાં આપવા માગતો નથી .પણ એ ભાઈને હું વિનંતી કરું છું કે એ ભાઈ પોતાનું નામ સૌ ની જાણ ખાતર આપે .

        • પ્રેમપરખંદા માર્ચ 31, 2015 પર 7:12 એ એમ (am)

          લોજીક વગર કંઈ પણ સ્વિકારી લેવાની આપણી જન્મજાત આદત જ આપણને મુરખ બનવા તરફ ધકેલે છે.

  2. pragnaju માર્ચ 31, 2015 પર 5:39 એ એમ (am)

    જન્મે અમુક જાતિ કે ધર્મ કે રંગના હોવાને કારણે કોઇ સારાં કે ખરાબ નથી તે પણ યાદ રાખવા જેવું છે, નહીં તો પોતે જ આવી દલીલોમાં ફસાશે.

    • aataawaani માર્ચ 31, 2015 પર 5:51 એ એમ (am)

      બ્રિટીશરોએ એક નવી જ્ઞાતિ જન્માવેલી અને એ હતી .”ગુન્હેગાર જાતી ” ભારતમાં ક્યાં ઓછી જાતિ ઓ હતી ?
      પણ અંગ્રજોએ પોતાના તરફથી એક જાતી ઉમેરી .

  3. aataawaani માર્ચ 31, 2015 પર 9:10 પી એમ(pm)

    હું પણ ક્યારેક કોઈનો દોરવાયો દોરવાઈ જાઉં છું . અને ખત્તા ખાઉં છું .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: