Daily Archives: માર્ચ 6, 2015

આતા પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતા હતા, અને પછી આઈ પ્રેસમાં નોકરી કરવા આવ્યાં.

DSCN1019img058img069ફોટો #1 હાલી જેવી છોકરી  ફોટો #2મારી વાઈફ  જ્યારે પ્રેસમાં  નોકરી કરતી એ અરસાનો ફોટો  ફોટો #3મારા મોટા દિકરા દેવના  મોટા દિકરા જોનાથન તુષારના દિકરા brandon  elexzandr
હું  પ્રેસમાં નોકરી કરતો એ કેવું કામ  હતું તે હું મારી વાઈફને  વાત  કરતો  , એક દિવસ મારી વાઈફ ભાનુમતિએ મને વાત કરીકે  હું પણ તમારી  સાથે નોકરી કરવા આવું અહી  ભાઈની  સવા બે એકરની પ્રોપર્ટીના   ઘાટા સસો ખાલ મેલે એવા જંગલમાં  હું એકલી  બોર થઇ જાઉં છું  ભાઈ  તેની વાઈફ  અને તમે નોકરી  ઉપર   હો   . મેં તેને વાત કરીકે  તારે નોકરી કરવાની જરૂર  નથી  . તું અહી આવ્યા પછી  રસોઈ વાસણો સાફ કરવા   .ઘરમાં સાફ સુફી કરવી  આ ઉપરાંત તું  લોન મોવર પણ કરે છે   . આવા કામ કરે છે  . તુને બોર થવાનો સમયજ કિયા છે  .
મારી વાત સાંભળી  પણ મારી વાત માની નહિ  . અને પોતાને નોકરી કરવી છે એ વાત ઉપર  મક્કમ રહી    .
હિમ્મત નો ગાંજ્યો  જાય મોટા  માનધાતાથી
પણ નીમાણો થઇ ગયો  ભાનુની જીદ્દથી
અને મેં  નમતું જોખ્યું  ,  અને હું સવારે નોકરી ઉપર ગયો ત્યારે  મેં શેઠને  વાત કરીકે  મારી વાઈફ  અહી નોકરી કરવા માગે છે  . શેઠ કહે એમ? એ શું કામ કરશે   મેં એને બાઇનડરી  મશીન દેખાડીને કીધું  કે આ જગ્યાએ  તે કામ કરશે  . હવે તમે કહો ત્યારે  ઈન્ટરવ્યુ માટે  લઇ આવું  શેઠ બોલ્યા  તમે ઇન્ટરવ્યુ  લીધો છે  , એ મને મંજુર છે   . કાલથીજ કામ ઉપર લેતા આવજો  અને પેપર વર્ક એ આવ્યા પછી કરી લેવાશે  , બીજે દિવસે  ભાનુમતિ  . ભત્રીજાના  લગ્નમાં  જવું હોય એરીતે  કિંમતી સાડી  પહેરીને  ઠાઠમાઠ થી  આવ્યાં  શેઠે મને કીધું  હમણા  થોડા દિવસ  તમારો યુનીફોર્મ  પહેરવા આપો   . આવતે  અઠવાડિયે  દરજી આવશે  અને એનું માપ લઈને  ત્રણ જોડી યુની ફોર્મ  આપી જશે  મેં ભાનુમતીને   કીધું કે  હમણાં તું મારાં કપડાં પહેરીને  કામ ઉપર ચડી જા   ,શેઠનું  કહેવાનું છે કે  સાડી મશીનમાં આવી જાય  અને તું પડી જા  અને તારો  હાથ પગ ભાંગી  જાય તો  શેઠને  તુને ઘેર બેઠાં ઘણા પૈસા આપવા પડે ,
ભાનુમતી  બોલી હું ભાયડાના લૂગડાં નો પહેરું   . ઘણું સમજાવ્યા પછી  મહા મુશીબતે માની અને પેન્ટ શર્ટ પહેરીને કામ કરવા મંડી ગઈ    . અને મારું કામ પૂરું થાય ત્યાં સુધી એને કામ કરવાનું  અને પછી મારી સાથે  નીકળી જવાનું  જોકે બાઇન ડ્રી મશીન તો ચાલુજ  હોય  .
ભાનુમતિ નાં જેવું કામ એની બાજુમાં એક રશલ  કરીને છોકરો  કામ કરતો હતો  . રશલની  જાણવા જેવી એક વાત કહું   રશલ  ગાર્બેજ કેનમાં ફેંકી દીધેલ  નવજાત  બાળક હતો  .
ભારતમાં  સમાજની બીકે કુંવારીને પેટે બાળક જન્મે  એ બાળકને  કાંતો અનાથ  આશ્રમની  નજીક મૂકી દ્યે  , અથવા  રજળતું  તરછોડી દ્યે  અથવા માતા  ક્રૂર સમાજના ભય થી  બાળક   પેટમાં હોય ત્યારે   આપઘાત  કરીને જીવન દોરી ટૂંકાવે  .પણ અમેરિકા જેવા દેશમાં  કુંવારી માતાને પુરતું રક્ષણ મળે  ઉપરાંત  એવી કુવારી માતાને  સરકાર તરફથી  ખર્ચો પણ મળે  તે છતાં  બાળ ઉછેરવાની  કાયર માતાઓ  બાળકને  કચરા પેટીમાં  નાખી દેતી હોય છે  .  રશલનાં  પાલક માતા પિતાએ  કચરા  પેટીમાંથી  મળેલી  બાળકીને પણ  દત્તક  લીધેલી એટલે રશલને  બેન પણ મળી ગએલી   .
ભાનુમતી કરુણાનો  સાગર  રશલને  એના કામમાં મદદ કરવા મંડી જાય  . મેનેજર  ડેવિડે રશલને મદદ કરવાની ભાનુમતિને  સાફ નાપાડી  પાડી તોપણ એ રશલ ને મદદ કરવા મંડી જાય   . એટલે  ડેવિડે મને વાત કરીકે  તમે ભાનુ મતિને સમજાવો કે  એણે રશલનેકે  કોઈને મદદ કરવાની જરૂર નથી પોતાનું કામ ન હોય ત્યારે ઉભાં રહે   પણ કોઈને  મદદ કરવાની  જરાય  જરૂર  નથી   . મેં ડેવિડને કીધું  તું એને કહીશ તો એ તારું  વધુ  માનશે  કેમકે તું બોસ છો  ડેવિડ  કહે એ મારું માનતી નથી  . મેં મારા મનમાં  કીધું એ તારી વાત સાચી છે  . તારુંતો શું તારા બાપનું કે મારા બાપનું પણ માને એમ નથી   .  પણ મેં ભાનુમતીને  કીધુકે  જો તું બોસનું કહ્યું નહિ માને તો  તુને  નોકરી માંથી કાઢી મુકશે  . પછી ભાનુ બા માન્યાં  .
ભાનુંમાંતીનો પ્રેમ મને બહુ યાદ આવે છે  એની આવી રમુજી વાતો યાદ કરને આનંદમાં  રહું છું   .ભાનુ મતિને ડાયા બિટિશ   બહુ જોરમાં હતી  . એટલે વખતો વખત  એમ્બ્યુલન્સ  મગાવવી પડી  એક વખત બેભાન થઇ ગઈ  એમ્બ્યુલન્સ આવી  અને  કોઈ  ઇન્જેક્શન આપ્યા એટલે ભાનમાં આવી ગઈ  . અને તુર્ત બોલી શા માટે એમ્બ્યુલન્સ  મગાવી હું થોડી વાર્મ્કા સાજી થઇ જવાની હતી  . મેં કીધું આ એમ્બ્યુલન્સ વાળાઓએ તુને  તું ભાનમાં આવી જા એવા ઇન્જેકશનો  આપ્યા અને તુને માંકડ  ને મો આવ્યું   . હું બોલું એ બહુ શાંતિથી અને ધીમે થી બોલું એટલે મારું બહુ ન  સંભળાય  . અને આ ભાનુ બા ખીજાતાં હોય એવો અવાજ કરે  .
એમ્બ્યુલન્સ વાળા ભાષા  સમજે નહિ પણ  હાવ ભાવ ઉપરથી અનુમાન કરે કે  આ ડોશીમા  આ ડોશાને સુખેથી નહિ રહેવા દેતાં  હોય  એટલે મને પૂછ્યું  કેટલા વરસ તમારા લગ્ન  થયે  થયાં મેં કીધું  .  65 વરસતો થઇ ગયા હશે   હો  . સાંભળીને એમ્બ્યુલન્સ વાળો બોલ્યો   . તમને શાબાશી  આપવી પડે  .
એક વખત શેઠ  કોઈક માણસે  ધોળેલું પાણી કે એવું પ્રવાહી  કપડાનો ડૂચો લઈ સાફ કરતા હતા   . અને ભાનુમતી ની નજર પડે એ  શેઠ પાસેથી પોતું આંચકીને  પોતે સાફ કરવા મંડી ગઈ  ,એટલે શેઠે મને કીધું શા માટે  બાનુએ  મારા હાથમાંથી  કપડું આંચકીને  પોતે સાફ કરવા  મંડી ગયાં  મેં કીધું  ભારતમાં  મોટો માણસ આવું કામ કરેતો  નાનો માણસ  એના હાથમાંથી  કામ લઇ પોતે કામ કરવા મંડી જાય  . શેઠે મને કીધું તમે તમારી વાઈફ ને કહો કે  હું ભલે આખા પ્રેસનો માલિક હોઉં  પણ તમારા કરતા પણ  નાનો માણસ  છું  .
એક દિવસ ભાનુંમતીએ મને વાત કરીકે   મારું માંશીન્તો ઘણો વખત  ચાલતું હોય છે મને જો એકાદ કલાક  વધારે કામ આપે તો  મને થોડા વધારે પૈસા મળેને   ? મેં શેઠને વાત કરીકે  ભાનુ  એક કલાક વધુ કામ કરવા માગે છે  .  શેઠ કહે એક કલાક શા માટે  મશીન જ્યાં સુધી ચાલે  ત્યાં સુધી તે કામ કરી શકે છે  .અને આ સમાચારથી  ભાનુમતી એટલી બધી ખુશ થઇ ગઈ કે  કહેવાની વાત નહિ  . પણ એક થીયોડોર  કેજેનું ટૂંકું નામ ઠેડી  હતું  .  એ   મશીનનો હેડ જેવો હતો  . જેમ હું  મારા પ્લેટ મેકિંગ  ખાતાનો હેડ હતો  . અને તેને  કાળા  અને રંગીન લોકો   પ્રત્યે  તિરસ્કાર હતો  . એને મારી વાઈફની જબરી ઈર્ષા થઇ એટલે હું ન હોઉં ત્યારે  તે  ભાનુમતી ને બહુ  હૈરાન   કરે  એક દિવસ ભાનુમતિ   કંટાળી  ગઈ અને નોકરી પડતી મુકીને જ્યાં હું  ભાઈની રાહ જોઇને બેઠો હતો ત્યાં આવી ગઈ  .  . ઠેડીની કનડગતને  લીધે ભાનુંને  નોકરી છોડી દેવી પડી  એ શેઠને અને ડેવિડને નો ગમ્યું  .  એટલે મને ડેવિડે કીધું કે  કાલે ભાનુંને  નોકરી ઉપર લઇ આવજો  ભલે એ વહેલી નોકરી છોડીને જતા રહ્યા  . તોય જ્યાં સુધી મશીન   ચાલુ રહેલું ત્યાં સુધીનો એનો પગાર પણ મળશે  . અને હવેથી ઠેડી  એને કશું નહિ કહી શકે   . માટે તમે કાળથી ભાનુંને  નોક્રરી ઉપર લેતા આવજો  . પણ પછી ભાનુંનું મન  ખાટું થઇ ગએલું એટલે એ ફરીથી નોકરી ઉપર આવીજ નહિ  . આ પ્રેસમાં  મારી વાઈફે દોઢેક  વરસ નોકરી કરી હશે  .