Daily Archives: માર્ચ 30, 2015

તરવું તાન્તરવું ,અને તસ્કરવું ,નાડી ને વળી ન્યાય .રાગ .પાઘ ને પારખા . એ આઠેય આપ કળાય .

તરવું તાન્તરવું અને તસ્કરવું નાડી અને વળી ન્યાય રાગ  , પાઘ   ,અને પારખાં  ,ઈ આઠેય આપ કળા  . પાણીમાં અનેક પ્રકારે તરવા ની કુશળતા  મેળવવી   .તાંત્રિક  વિદ્યાથી લોકોને છેતરવા  .અનેક પ્રકારે ચોરી કરવાની આવડત હોવી   . નાડી  તપાસીને રોગ પારખવો  ,ન્યાય કરવો   ,પોતાનો ઉત્તમ રાગ હોવો   .પાઘડી બાંધવાની રીત  અને કોઈને પારખી  લેવો  આ આઠ  જાતની આવડતો ઈશ્વરે બક્ષીસ  કરેલી   સ્વયમ સ્ફુરિત હોય છે  . આજે હું આપને  તસ્કર  , ઠગ  , વગેરે લોકોની આવડતની  વાત હું આપને વાંચવા આપું છું  . બ્રિટીશરોએ  ભારતમાં  અમુક જાતિઓને  ગુન્હેગાર જાતિની  છાપ મારેલી  એ જાતિનું બાળક  પુખ્ત વયનું હોય  એણે ભલે  કોઈ પ્રકારનો ગુન્હો ન કર્યો હોય  છતાં એ ગુન્હેગારજ ગણાય  .મુંબઈ રાજ્યમાં  સિંધના હુર  કાઠીયાવાડ  નાં આડોડીયા , ગુજરાતના બાવરી વાઘરી  ,  મહારાષ્ટ્રના  કંજર  ,  અથવા કાન્જ્ડા  ,  વગેરે  , મુંબઈ ઇલાકા સિવાયના  ભારતના બીજા ભાગોમાં   ગુન્હેગાર જાતિઓ હશે પણ મને એની ખબર નથી  .   અમદાવાદમાં એક ખિસ્સા કાતરુ  હતો  . એણે એક વખત  દુબઈ માં ધંધો કરતા  ગુજરાતીનું ખિસ્સું હળવું કર્યું   . આ વેપારી  અમદાવાદની બસમાં  ભીડ હોવાથી  ઉપરનો સળીયો પકડી  ઉભો ઉભો  મુસાફરી કરી રહ્યો હતો  . એની પાછળ  એક મશહુર ખિસ્સા કાતરુ  ઉભો રીને મુસાફરી કરતો હતો   . એ પોતે ઝોન્કાં ખાતો હોય એવો ડોળ કરીને  સળીયો પકડીને પ્રવાસ  કરતો હતો  . એ પોતાની આગળ ઉભેલા  વેપારીને અથડાતો  રહેતો હતો  . વેપારી પાછળ જુવે તો એ  ઊંઘમાં  લથડીયા ખાતો હોય એવો દેખાવ કરે  . મોકો આવ્યો એટલે  વેપારીની બંડીના ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધું આ પાકીટમાં   ચારસો રૂપિયા અને  ફોટો વગેરે હતું   . પાકીટ કાઢી લીધા પછી તુર્ત એ બસમાંથી ઉતરી ગયો  . વેપારી જ્યારે બસમાંથી ઉતાર્યો  અને જોયું તો પાકીટ ગાયબ  . એ તુર્ત પોલીસ ચોકીએ ગયો અને ફરિયાદ કરી  . વેપારીને પોલીસની પૂછ પરછ  ઉપરથી  પોલીસને ખબર પડી  ગઈ કે  કોને પાકીટ તફડાવ્યું છે   . પોલીસે  દરેક પોલીસ ફોન ઉપર  ખબર બ્રોડ કાષ્ટ થી  આપી  અને  ગુન્હેગાર ઘડીના છઠ્ઠા  ભાગમાં પકડાઈ ગયો  .   વેપારીએ  પોતાનું પાકીટ ફોટો અને પોતાની પાછળ  ઝોંકા ખાતા ઉભેલાને ઓળખી બતાવ્યો   .વેપારી પોલીસની કુશળતા ઉપર  ફિદા ફિદા  થઇ ગયો  .  અને પોતે કોટ અને કોટની નીચે શર્ટ અને શર્ટ ની નીચે બંડી અને બંડીના અંદરના  ખિસ્સામાં પાકીટ  એ પાકીટ  કાઢી લીધું એ હોશિયારી ઉપર ખુશ થઈને  ખીસા કતારુને દસ રૂપિયા ઇનામ આપ્યું  . પોલીસને પણ ઇનામ આપવાની તૈયારી બતાવેલી પણ પોલીસે  આભાર માન્યો અને પૈસા લેવાની નાં પાડી ,વેપારીને  પૈસા પુરા મળી ગયા એટલે તેણે ફૈયાદ કરવાની નાં પાડી  . आज इतना   , आगे तस्कर  विद्या  पढ़नेके लिए  इनतज़ार करो  . थोड़े दिनके बाद  और तस्कर विद्या  आपको पढ़नेके किए लिखहुँगा