Daily Archives: માર્ચ 10, 2015

કાર(મોટર )ચલાવવા માટેનું લાયસન્સ મેળવવાની લેખિત પરીક્ષામાં સોમાંથી સો માર્ક મેળવ્યા.

DSCN1020

એક દિવસ મને પ્રિન્ટીંગ  પ્રેસના  માલિક મિસ્ટર ચેસે  કીધું કે તમે  કાર ચલાવતા શીખી જાઓ  . હું તમને કાર ખરીદવા  માટે ઉછીના પૈસા આપીશ  .  મેં શેઠને  વાત કરીકે  લાયસન્સ   મેળવવા માટેની  જે લેખિત પરીક્ષા  હોય છે  . એ મને નહિ ફાવે શેઠ   કહે તમને બરાબર ફાવશે  ,આ  લેઆઉટ  ચેક કરોછો નેગેટીવ ચેક કરો  છો  .એના જેટલી આ પરીક્ષા  અઘરી નથી. અને બાપુ મેં  પરીક્ષા આપવાનું નક્કી કર્યું   . ખાણી કૂપરે મને ડ્રાયવર મેન્યુઅલ  લાવી આપ્યું. connie copper  અને કેથીએ  મને પુશ્કલ  મદદ  કરી  .એક વખત મને  શોલ્ડર  શબ્દમાં નોતી  સમજણ પડતી  . મને એમ કે  કાર ચલાવવા માટે  શોલ્ડર (ખભા ) નું શું કામ હોય ?  કેથીએ મને  નકશો દોરીને સમજાવ્યો  ,તે છતાં હું સમજતો નોતો સમજતો  એટલે કેથીએ શેઠને  વાત કરીકે  હેમત  કોઈ રીતે શોલ્ડર નો અર્થ સમજતો  પછી શેઠે  કેથીને કીધું કે  તું એને રોડ ઉપર લઇ જઈને  શોલ્ડર બતાવ્ય   .  અને મને અને કેથીને અર્ધી કલાકની રજા આપી  . અને પછી મને શોલ્ડર બતાવ્યો   .  જય હો જુવાન સ્ત્રી શક્તિ
પછી મને  આ હિમમતને  પરીક્ષા  આપવાની હિંમત  આવી   .  મેં શેઠને વાત કરીકે હવે હું  લેખિત પરીક્ષા આપવા માટે શક્તિ માન છું  , એટલે   શેઠ કહે   પરીક્ષાનું  જે પરિણામ આવે  એના  સમાચાર તમે સૌ  પ્રથમ  મને આપજો  . મને કેથી પરીક્ષાના  સ્થળ ઉપર મૂકી ગઈ  .પરીક્ષક અધિકારી  સ્ત્રી હતી   . મારા નસીબે મને બધે બાયડીયુંજ ભટકાય છે  .
મેં પરીક્ષા આપી  અધિકારી કહે તમે પાસ છો   . આ શબ્દ  મને ફરીથી સંભાળવાની ઈચ્છા  થઇ  એટલે મેં અધિકારીને   પૂછ્યું  શું કીધું ? અધિકારી કહે તમે  સો ટકા પાસ છો તમે સોમાંથી સો માર્ક મેળવ્યા છે  . અને મેં અહીથીજ  શેઠને ફોન કર્યો  સેક્રેટરીએ  ફોન ઉપાડ્યો તે બોલી  શું કામ છે  . મેં કીધું મારે શેઠ સાથે વાત કરવી છે  , સેક્રેટરી કહે  શેઠ બહુ કામમાં છે જે કંઈ કહેવું હોય એ મને કહો મેં કીધું  તું શેઠને વાત કર કે હેમતનો  ફોન છે એટલે શેઠ  સાત કામ પડતા મુકીને   ફોન ઉપાડશે  . મેં  શેઠને વાત કરી  શેઠ બહુ ખુશી થયા અને તાત્કાલિક  સ્પેશીયલ કેક મગાવી જેના ઉપર ડ્રાઈવરને લગતાં ચિન્હો મુકાવ્યા  . અને નાનકડી પાર્ટી રાખી   .ન્યૂસ પેપર વાળાને બોલાવીને મારો  ઈન્ટરવ્યું  લેવડાવ્યો અને આ અભણ આતા છાપે ચડ્યા  . જે છાપાની વિગત આપે વાંચી છે  .   ઈએ હવે  આવજો  .