પ્રેસની નોકરી એના માટે મને બહુ ગમતી કે બીલ્ડીન્ગમાં દાખલ થાઓ એટલે હાઈ , હલ્લો , ગુડ મોર્નિંગ વગેરે શબ્દો સંભાળવા મળે . કોઈ ધોખો કરે . દુ:ખ નાં રોદડા ફરિયાદ ,એવું સાંભળવા નો મળે .
એક રમુજ જેવી વાત કરી દઉં ,એક વખત મારા ભાઈને વહેલી સવારે બહાર ગામ જવાનું હતું .એટલે મને એણે પૂછ્યું કે આજે તમને બહુ વહેલા નોકરીની જગ્યાએ ઉતારી દઈએ કે રજા રાખશો મેં કીધું વહેલો મૂકી જાજેને હું બહારના બાંકડા ઉપર પડ્યો રહીશ અને ટાઈમ થશે એટલે નોકરી ઉપર જતો રહીશ . ભાઈ મને વહેલી સવારે પાંચ વાગ્યે મૂકી ગયો અને હું બાંકડા ઉપર લાંબો થઈને સુતો . આ મને કાંટા કાંકરા વાળી ખરબચડી જમીન ઉપર ઘસઘસાટ ઊંઘ આવી જાય તો આ જગ્યાએ કેમ ઊંઘ નો આવે . હું તો બાપુ ઊંઘી ગયો .અને નોકરીને ટાઈમે બધા નોકરી ઉપર આવવા માંડ્યા એમાં એક શરારતી છોકરાએ મારા માથા ઉપર કાળો રંગ ચોપડ્યો . હું ઊંઘમાં હતો એટલે મને કંઈ ખબર નો પડી . અને હું પણ એકદમ ઉઠી ગયો અને કામ કરવા માંડ્યો . બીજું અહી કોઈ કહે નહિ કે તમારા માથા ઉપર કોઈ રંગ ચોપડી ગયું છે એવું જો કહી દે જો હસવાની મજા મારી જાય .
હું જયારે પાણી પેશાબ કરવા ગયો , જ્યારે મેં આરીસામાં જોયું ત્યારે મને આ કરતુત ની ખબર પડી , પછી મેં તુરત માથું ધોઈ નાખ્યું . અને મને એક દુહો બનાવવાનું સુજ્યું કે
જરા ગઈ અને જવાની આવી પછી કાળા બનાવ્યા કેશ
(અને ) પૂરવ દેશનો પરહર્યો અને પેહર્યો પશ્ચિમ વેશ
વીસ વીસ પચીશ પચીશ વરસના છોકરાઓ સાથે કામ કરવાનું એટલે જવાનીને લાવવીજ પડે , અને ઓલા ચોરણો
છીણ બંધી આંગડી , માથા ઉપર આંટિયાળી પાઘડી હાથમાં કડીયાળી ડાંગ અને ભેન્ઠાઈ બાંધતા ઈ વેશ છોડી દેવો પડ્યો . અને સુટ બુટ અને ટાઈ વાળો વેશ પહેરી લીધો .
માર્કના ગયા પછી મેં એકલે હાથે ઘણા મહિના કામ કર્યું .પછી એક દિ ડેવિડ અને શેઠ આવ્યા . અને શેઠે મને પુચ્છ્યું . હવે તમારી મદદ માટે કોઈ છોકરીને મુકીએ તો તમને વાંધો છે ? હું જવાબ આપું એ પહેલાં ડેવિડ બોલ્યો .હેમતનેતો છોકરીયું બહુ ગમે છે . એની પાસે છોકરી હશે તો એને કામ કરવામાં બહુ મજા આવશે . મારું નોકરીનું બહુ એકાંત વાળું સ્થળ અને જરા ઘોન્ઘાટીયું પણ ખરું વળી હું જવાન છોકરો નહિ . એટલે મારી સાથે છોકરીયુંને ચેન ચાળા નખરાં કરવાની મજા નો આવે એટલે મારી સાથે ફોર્સથી કોઈ છોકરીને મુકે તો બીજે દિવસે એ ભાગી જાય . એટલે શેઠે જાહેરાત કરીકે કઈ છોકરી હેમત સાથે નોકરી કરવા રાજી છે ? અને મારી સાથે નોકરી કરવા માટે એક હાલી નામની છોકરીએ હર્ષ ભેર ખુશી બતાવી . હાલી મને પહેલેથીજ ઓળખાતી હતી . આ હાલી , હોલી , હોલાડી , લંચ વખતે મારી પાસેજ બેસે જુવાનીયા અંદરો અંદર હાલી સાંભળે એમ વાતો કરેકે હાલીને હવે હેમત જેવો જુવાન બોય ફ્રેન્ડ મળી ગયો છે એટલે હાલી હવે આપણા સામું જુવે એમ નથી . અને ચોપડાવે કે તમારા કરતાં ઘણી વિશેષતા હેમતમાં છે. હાલી વિષે મેં અગાઉ ઘણું લખ્યું છે .એટલે એના માટે વધારે નથી લખતો . પણ થોડુક જરૂર લખીશ . હાલી એક ગિટાર વાદક ઉપર મોહી પડેલી જેમ શેણી વેજાણદ ના જંતર ઉપર આસક્ત થઈને અને એ એની સાથેજ લગ્ન કરવાનું નક્કી કરેલું એમ . હાલીનો બોય ફ્રેન્ડ બહુ રેઢીયાળ હતો . તે કશો કામ ધંધો કરતો નહિ . બસ ગિટાર વગાડ્યા કરે હોલી ની કમાણી ઉપર ખાય પીએ અને જલસા કરે . લોકો હાલીને આ લબાડ છોકરાને છોડી દેવાનું કહે પણ એકજ જવાબ આપતી હું એને બહુ પ્રેમ કરું છું . હું એને છોડી શકું એમ નથી . જેમ શેણીને એના માબાપ સમજાવતા કે આપણી નાતમાં રૂપાળા અને કમાઉ છોકરાઓનો ક્યા તોટો છે . બધાને શેણી જવાબ આપતીકે
ધોબી લૂગડ ધોય રુપાળે રાચું નહિ મર (ભલે ) મેલાડીયો હોય પણ વર મારો વીજાણદો
આ સમયે હું મૂછો રાખતો અને કેમેરા મેંન સુસુમું કરીને જાપાની હતો . સુસુમું નેગેટીવો તૈયાર કરીને અમને (મને અને હોલીને) આપવા આવે .
પ્રેસમાં એક અલબર્ટ કરીને જર્મન માબાપથી જન્મેલ માણસ સહુ એને આલ નાં ટુકા નામે બોલાવે આલ બહુ રમુજી અને મસ્કારો માણસ હતો તે બહુ ગોરો હોવાથી મારી વાઈફે એનું નામ રાતડો પાડેલું . મારી વાઈફે દરેકના નામ પાડેલાં એ એના માટે કે અમે કોઈ વિષે વાતો કરતા હોઈએ અને ખરું નામ લૈએતો સાંભળનાર ધ્યાન ખેંચાય . ફક્ત શેઠ અને ડેવિડનું નામ અમે બદલાવેલું નહિ . એક વખત આલ અમારી પાસે આવ્યો . આ વખતે હાલી ગર્ભ વતી હતી . આલ બોલ્યો . જો હાલીને મુછું વાળું બાળક આવે તો સમજવું કે બાળક હેમતના પેટનું છે . અને ત્રાંસી આંખો વાળું બાળક જન્મે તો સમજવું કે બાળક સુસુમુના પેટનું છે . નિરાતે આલની વાતો સાંભળી હાલી બોલી બાળકની આંખો સુસુમું જેવી હશે અને મૂછો હેમતની મૂછો જેવી હશે .
મારી વાઈફ પણ અહી નોકરી કરતી એ મેં અગાઉ લખ્યું હશે , કે મારા મગજમાં રહી ગયું હશે .
આલ એક વખત હું અને મારી વાઈફ મારા વર્ક એરીયામાં હતા ત્યારે આવ્યો અને મારી વાઈફ સામે જોઇને બોલ્યો . હવે તુને મારી વાઈફ બનાવવી છે અને મારી વાઈફને હેમતને આપવી છે આમ અદલાબદલી કરવી છે . મારી વાઈફે મને પૂછ્યું કે આ રાતડો શું બકે છે . આલ કહે હું બોલ્યો એ તમારી ભાષામાં બાનુને કહે . મેં મારી વાઈફને કીધું કે રાતડો આમ કહે છે . અને ભાનુએ પગરખું કાઢ્યું અને આલ જાય ભાગ્યો .