Daily Archives: માર્ચ 19, 2015

આભડ છટ ” દાળ શાક મીઠા વિનાના હોય તો નો અભડાય રોટલીનો લોટ દુધથી અથવા શ્રી ફળના પાણી થી બાંધો તો નો અભડાય .

swasticaOm

હું જયારે બીલખા સંસ્કૃત ભણતો ત્યારે પ્રારંભમાં  સંધ્યા અમુક દેવ દેવતાઓના સ્તોત્રો ભણાવનારા દયારામ શાસ્ત્રી હતા  . હું ભણતો એ વાતને વર્ષો વીતી ગ્યાં  .પછી તો હું અમદાવાદમાં નોકરી પણ કરવા મન્ડેલો  .દયારામ ગુરુજીને તે વખતના બિલખા દરબાર  રાવત વાળાએ  ગુરુજીને વિશાળ જગ્યા ભેટ આપેલી  .આ જગ્યામાં ગુરુજીએ પોતાને રહેવા માટે સારું કહી શકાયevu મકાન બાંધેલું અને યાર્ડમાં ઘણા ફૂલ ઝાડ પણ વાવેલાં હું જયારે તેમને મળવા ગએલો ત્યારે તેમના પત્ની  સ્વર્ગમાં જતા રહેલાં  અને દીકરા અને દીકરી પોત પોતાની રીતે બીજે ગામ રહેતા હતાં એટલે ગુરુજી એકલા રહેતા હતા  . એક કામ વાળી 55 વરસની ઉમરની રાખેલી  એ બધું ઘર કામ કરતી  મીઠું નાખ્યા વગરનું શાક દાળ પણ બનાવી આપતી અને ગાયના દુધથી લોટ બાંધીને રોટલી પણ બનાવી આપતી   . શાક વગેરેમાં  ગુરુજી અભડાય ન જાય એટલા માટે પોતે જાતે મીઠું નાખી લ્યે   . ગુરુજીનો મારા ઉપર એટલો બધો પ્રેમ કે કહેવાની વાત નહિ   ,આગ્રહ કરી કરીને જમાડે અને વધારે રોકાય જવા માટે આગ્રહ કરે  .
કામવાળી રાધાબેન મને પૂછે  ભાઈ તમે તો મારા હાથની રસોઈ જમો તો વાંધો નથીને  ? મેં કીધું બેન  મેં આભડ છટ ઉપર વિજય મેળવી લીધો છે  . એટલે આભડ  છટ મારાથી દુર ભાગે છે  . સાંભળીને ગુરુજી તાડૂક્યા    મને  કહે તું  તારે ઘરે જેમ કરતો હોય એમ કરજે પણ મારે ઘરે હું તુને નહિ વટલવા  દઉં  . .
ગુરુજી રાધાબેન સાંભળે એમ  મને કહે આ રાધા બેન બહુ પવિત્ર  હૃદય  વાળાં  છે  . એને માતાજી  સરમાં(શરીર માં પ્રવેશ કરવો )આવે છે ત્યારે એ ધુણે છે અને કોઈ એને પગે પડીને વિનંતી  કરે તો એની મનો કામના પૂર્ણ કરે છે   .  તું અહી હોય દરમ્યાન જો એમને ઓથાર આવે તો તું એના પગમાં પડી જજે અને તારે જે કઈ  માગવું હોય એ માગી લેજે   . મેં કીધું ભલે ગુરુજી  .
એક વખત ગુરુજી  યાર્ડમાં ફૂલ લેવા ગયા હતા  . જતા પહેલાં મને  એક ચોપડીયોનો કબાટ દેખાડીને  મને કીધું  કે  આમાંથી તારે જે જોઈએ એ ચોપડી વાંચજે    . મેં કીધું ભલે ગુરુજી  . અને ગુરુજી ફૂલ લેવા ગયા   .
રાધા બેને મને કીધુકે  ચોપડીઓ પછી વાંચજો  .હમણાં  બેસો  મારે તમારી સાથે થોડીક વાતો કરવી છે  . તમને કંપની આપવા હું  રોકાણી છું   . પછી મેં ચોપડી પડતી મૂકી અને એમની વાતો સાંભળવા  બેઠો  . મેં કીધું રાધા બેન  ગુરુજી આવશે તો મને ખીજાશે કહે શે કે મેં તુને  ચોપડી વાંચવાનું કીધું અને તું  આ બેનને  ખોટી કરીને રોકી રાખી  . રાધાબેન કહે  ગુરુજી બગીચામાં  જાય છે  , ત્યારે એને  સમય નું ભાન નથી રહેતું  એતો છોડવાઓ સાથે વાતો કરવા પણ મંડી જાય    અને ત્યાં આરામ ખુરસી પડી છે એના ઉપર બેસી જાય અને ઝોકાં પણ મારી લ્યે  .
રાધાબેને થોડીક વાતો કર્યા પછી  . ઓચિંતા  ધ્રુજવા માંડ્યા  .  . મને તુર્ત ખ્યાલ આવી ગયો કે  રાધા બેનને  માતા  સરમાં આવ્યાં  લાગે છે એટલે હૂતો એમના ચરણમાં માથું નમાવ્યું અને પીંડી ગોઠણ  દબાવવા માંડ્યો  અને એથી પણ ઉચે જઈને   ઘાઘરા  નીચે હાથ ઘાલીને  સાથળો  દબાવવા મંડ્યો  . એમાં હું  માતા પાસે વરદાન માગવાનું ભૂલી ગયો  . એટલામાં ગુરુજી આવ્યા  .  અને મને કહે એ હમેંશા  વિદ્યાર્થી ઉપર ખીજાય   ત્યારે બોલે હે માળા  લંઠ  એલા માતાજી જ્યારે રાધાબેનને  સરમાં ત્યારે એને પગે લાગવાનું હોય  અને કાઈ  વરદાન માગવાનું હોય આતો તું   પગે લાગવાને બદલે   કયાનો ક્યા પહોંચી ગયો  . આતો સારું થયું  હું આવી પહોંચ્યો  નહીતર તારા હાથ ક્યાં નાં ક્યાં પહોંચી જાત  .
આ મારા પરમ પ્રિય ગુરુજી   વિષે મેં “આતાવાણી ” માં સાનઢા  નાં તેલ વિષે વાત લખી છે  .