Daily Archives: માર્ચ 23, 2015

જમીયાલશાહ દાતારના દર્શન કરવા ગીરનાર ચડ્યા ,અને પગથીયા વગર ઉતારવા ગયા અને ભૂલા પડ્યા…

2000px-Om.svgswastica

બીલખા આનંદાશ્રમ ના વિદ્યાર્થીઓને  વેકેશન પડ્યું  . એટલે 11 જણાએ  ગીરનાર ચડવાનું નક્કી કર્યું   . આશ્રમમાં એક વખત સરસ્વતી દેવીનો ઉત્સવ રાખેલો એમાં ઈતર બ્રાહ્મણ  વિદ્યાર્થી ને અમુક વિદ્યાર્થીઓને આમંત્રણ આપેલું  . એમાં એક ઉપલેટા પાસેના ગામ વાડાસડાનો  પટેલ વિદ્યાર્થી  હતો  . જે  અમારી સાથે ગીરનાર ચડવામાં સાથે હતો  . ગુરુ દત્તાત્રય ના શિખર ઉપર  લગભગ બધા વિદ્યાર્થીઓ  ગએલા હતા  . હું ઘણી વખત  ગુરુ દત્તાત્રયના  શિખર ઉપર ચડીને એજ દિવસે નીચે ઉતરી આવેલો છું  . એટલે  આ વખતે  દાતારના શિખર ઉપર ચડવાનું નક્કી કરેલું  .શિખર સુધી પહોંચતી વખતે  રસ્તામાં ઘણી દરગાહો આવે છે  .  પણ  દાતારની મઝાર   એટલેકે દરગાહ નથી  . પણ ગુફા છે  . ઠેઠ સુધી પગથીયા છે  . પણ એક  થોડે દુર  એક આંગળી  જેટલું પાતળું  જરનું  છે  ,અને એક નાનકડું  પાણીનું ખાબોચિયું છે  . આ ખાબોચિયામાંથી  કાચલીથી પાણી પીવાનું મહાત્મ્ય છે  . હિંદુ મુસલમાન બધા એકજ કાચલીથી પાણી પિતા હોય છે  .. દાતારનું પવિત્ર પાણી છે એમાં કોઈ અભડાય જતું નથી  . જોકોઈ સુગ કરે તો દાતારના ખોફના  ભોગ બનવું પડે એવી માન્યતા છે  . અમો બધા એ  પોત પોતાની શ્રધ્ધા પ્રમાણે  પૈસા  ભેટ ધર્યા  . અને પછી  જરણાનું     પાણી  પીવા  ગયા  .  જતા જતા દાતારના મુજાવરે  મોસંબીનું ઝાડ  વાવેલું એમાં પુષ્કળ મોસંબીઓ હતી  . એક વિદ્યાર્થીની  દાનત બગડી  એણે મોસંબીની થેલી ભરી લીધી  .અને પછી જરણાંનું   પાણી  પીવા ગયા   પણ પાણી પીને વળતી વખતે  એજ રસ્તે પાછા  પાછા ફરવું પડે કેમકે બીજો કોઈ રસ્તો  નથી હવે અમે પાછા ફરીએ ત્યારે  મુજાવર  મોસંબી જોઈ જાય તો  આફત  ઉભી થાય  . એટલે એમાંથી બચવા માટે  અમોએ  વાવડીનું પાણી પી ને  સીધા  જંગલની ખીણમાં  થઈને સીધા  શહેરમાં જવું  એવું નક્કી કર્યું  . એટલે અમો સૌ આડે ધડ  ગીચ જંગલમાં  ઉતર્યા  . સૂર્ય નારાયણના   પણ દર્શન ન થાય એવી  ગીચ ઝાડી  . અને બાપુ અમે ભૂલા પડ્યા અને ગોટે ચડ્યા  .    એક વિદ્યાર્થી કહે  આ એક જણાએ મોસબી ચોરી છે   . એના પાપના  ભોગ  આપણે બધાએ બનવું પડશે  . દાતાર  આપણા   બધા ઉપર ક્રોધાયમાન  થશે અને આપણને બધાને  હિંસક પ્રાણી પાસે મરાવી નાખશે  . તો એક બીજો વિદ્યાર્થી બોલ્યો  કે  દાતાર  આપણા ઉપર કદી ગુસ્સો નકરે એતો ઓલિયા  કહેવાય  એ બધાનું ભલું કરે કોઈનું બુરું  ન કરે  .એતો આપણી રક્ષા કરશે અને  આપણને  રસ્તો બતાવશે  .એટલામાં અમે બે બાયડીયુંને  લાકડા વીણતાં જોઈ   તેઓ ખુબ દુર નીચે હતિયું  . એક વિદ્યાર્થીએ  જોરથી  બુમ મારી કે બેન અમે ભૂલા પડ્યા છીએ   અમારે શહેરમાં  કેવીરીતે પહોંચવું  એ અમને રસ્તો બતાવો  . શરુઆત્મા  અમને જોઇને અને અમારો અવાજ સાંભળીને  ડરી  ગએલી  . પણ પછી અમને  રસ્તો બતાવ્યો કે તમે  જંગલમાં  તમારી જમણી  હાલવા માંડો  થોડી વારમાં પગથીયા  આવશે અને પછી તમે પગથીયા ઉતરશો એટલે  શહેરમાં પહોંચી જશો  . અમે તેનો ઘણો આભાર માન્યો  . જવાબમાં એ બોલી કે  એમાં આભાર માનવાનો નો હોય  ઉલટાનું તમને અમે રસ્તો બતાવ્યો એનું આંગળી   ચિંધ્યાનું  અમને પુણ્ય મળ્યું  .
આ પ્રસંગ પહેલાં હું  એક વખત  ઠેઠ ગુરુ દત્તાત્રયના  શિખર ઉપર જઈને  એજ દિવસે  નીચે ઉતરી  ગએલો  પણ હવે  .
આતાની ઉમર વધી  ,  અને જાંગ્યે તૂટ્યા જોર   ,
ગીરનાર ચડીને  ઊતરતાં   તેદી નળિયું   હતી નકોર    ,