Daily Archives: માર્ચ 14, 2015

કલાકના $35 આપીને મોટર ચલાવવાનું શીખવાની શરૂઆત કરી.

Hemit

img063

ચાર આનામાં મણ કપાસ કાઢનારી મા પોતાના દિકરાની સુબરુ કાર પાસે ઉભી છે.   વર્ષો પહેલાનો  મારો ફોટો અને નીચે મારા નાના દિકરા સતીશનો ફોટો  .
લેખિત પરિક્ષામા પાસ થયા પછી  મને કાર ચલાવવાનું  લાયસન્સ  મેળવવાની પરમિટ મળી.   જે વાત હું અગાઉના મારા લેખમાં લખી ચુક્યો છું  .જે વાત આપે વાંચી છે  .
મારે મારા ભાઈ અને દીકરાઓથી કાર ચલાવવા બાબત  છૂપું  રાખવું હતું  .  એટલે મેં  ડ્રાઈવિંગ  સ્કુલ મારફત શીખવાનું નક્કી કર્યું   . મારે કાર ચલાવવાનું શીખવા માટે  કલાકના 35 ડોલર  આપવા  પડતા પણ હું ખુશ હતો   .આ દેશમાં  શીખવા માટેની કાર જુદા પ્રકારની હોય છે  .ડ્રાયવર ની સીટ આગળ  ગેસ આપવા માટેનું  પગું  બ્રેક વગેરેનું પગું વગેરે હોય છે એવાજ પ્રકારની  સગવડ શીખવાડ નાર  માસ્તરની  સીટ આગળ પણ હોય છે.  મને કાર ચલાવવાનું શીખવનાર  માસ્તર  લીંડા નામની  ભારે શરીર વાળી વિશાળ સ્તનવાળી અને નીચા કદની હતી   . આ દેશમાં આવા  માણસોને  ચબી કહે છે   ,
લીંડા નક્કી કરેલા ટાઈમે આવી જાય અને મને તુર્તજ સ્ટેયરીંગ  પકડાવી દ્યે અને કાર ચલાવવાનો હુકમ કરે અને  પાર્કિંગ  લાટ કે  કોઈ પાર્કમાં લઇ જાય અને યુટરન  પેરેલલ પાર્ક વગેરે શીખવવા માંડે  અને એક કલાક પૂરો થાય એટલે મને ઘર ભેગો કરી દ્યે  અને 35 ડોલર ગણી લ્યે   . એક દિવસ હું કાર ચલાવતો હતો  .પણ ક્યારેક ક્યારેક મારું ધ્યાન  લીંડાનાં  વિશાળ સ્તન ઉપર જતું
.એટલે લીંડા કહે  કાર ચલાવવામાં ધ્યાન રાખો  ક્યાંક એક્સીડેન્ટ કરી બેસશો  .   કાર  ચલાવવાનું કામ પૂરું થાય એટલે તમે ધરાઈને  સ્તન નિહાળજો  .પણ હમણા કાર શીખવામાં ધ્યાન રાખો  .
અને એક દિવસ મને અને  લીન્ડાને ભરોસો બેઠોકે હું પાસ થઇ જઈશ  એટલે નક્કી કરેલા દિવસે  અને નક્કી કરેલ સ્થળે અમો પહોંચ્યા   . અહી અમદાવાદ જેવી  આર ,ટી. ઓ ની ઓફીસ નહિ  .   સાઈડ  વોક ઉપર  બોર્ડ ખોળ્યું હોય   . હું અને લીંડા સમય સર  પહોંચી ગયા  .અને પોલીસે લીન્ડા  પાસેથી કાર લીધી  . અને લીન્ડાની સીટ ઉપર પોલીસ બેઠો અને મારી સીટ ઉપર હું બેઠો  અને કાર પોલીસના હુકમ પ્રમાણે ચાલુ કરી  .અને એના કહેવા પ્રમાણે  પેરેનલ પાર્ક યુ ટરન  વગેરે કસોટીયોમાં  થી  પાર  થઇ ગયો  .   કાર ચલાવતી વખતે  હું સારું કામ કરતો જતો હોવાથી  પોલીસ મને શાબાશી આપતો જાય   . અને બંદા  મનમાં મનમાં  ફુલાવા મંડ્યા  .  लेकिन किसीने कहा है की
बंदा बोत न फुलिये    खुदा खमंदा नाही   , બસ પછી પોલીસ કહે હવે આપણે જ્યાંથી  આવ્યા ત્યાં  કાર લઇ ચાલો   અને હું કાર જ્યાંથી ચલાવવાનું શરુ કર્યું હતું  ત્યાં પહોચ્યો  પોલીસ કહે અહી ઉભી રાખો  એટલે તમને હું સર્ટિ ફીકેટ લખી આપું  . અને આ ફુલણજીએ  કાર ઉભી રાખતી વખતે  કાર સાઈડ  વોક ઉપર ચડાવી દીધી  . અને પોલીસે  જજમેન્ટ બરાબર  નથી  . એવું લખીને નાપાસનું સર્ટિ ફિકેટ  આપ્યું  . અને  લિંડાએ  મને ઘર ભેગો કર્યો  .  પાછીતો મારા ભાઈ અને સહુને ખબર પડી ગઈ  કે  હું કાર ચલાવવાનું શીખી રહ્યો છું  . પછી મારા ભાઈએ  મને શિખવાડવાનું  શરુ કર્યું  . પછી  મારા ભાઈએ  ન્યુ જર્સીમાં રહેતા  મારા દિકરા સતીશને મને કાર ચલાવ્વાનુંત્મેkaar ન ચલાવો  શીખવવાની જવાબ દારી સોંપી   .કેમકે મારાથી  ત્રણેક વખત એક્સીડેન્ટ થઇ ગએલો     આ વખતે  મેં સુબરુ કાર ખરીદેલી હતી      . ત્રણેક વખત મારાથી  એક્સીડેન્ટ થએલો એમાં ઓછું   વધતું  આમને લાગેલું પણ એક વખત  સુબરુના  ભુક્કા બોલ્યા પણ સદનસીબે બેસનારા બચી ગએલા   . પાછી મારા ભાઈએ સતીશને  કીધું કે  તારા બાપને  કાર ચલાવવાનું શીખવાનો હરખ છે એ ભલે પૂરો કરે પણ કાર ચલાવવાની સખ્ત  મનાઈ કરવાની    મને સતીશે કાર ચલાવવાનું  શીખવવાનું શરુ કરતા પહેલા શરત મુકીકે   જો તમે  તમારા ડ્રાઈવર લાઇસન્સને  ખીસા માં  મૂકી રાખો  કાર કડી ન ચલાવો તોજ હું તમને કાર ચાલોઆવવાનું શીખવાડું હું કબુલ થયો   . ન્યુ જર્સીના  કાયદા બહુ કડક છે એટલે મારે ફરી લેખિત પરિક્ષા આપવી પડી હું પાસ થયો  . પછી કાર ચલાવવાનું  શીખવાનું ચાલુ કર્યું   . અને ન્યુજર્સીની અઘરી પરિક્ષામા પહેલેજ ધડાકે પાસ થયો   . અને પાકું લાયસન્સ મેળવ્યું  . પણ  વચનનો બાંધેલ હું કાર ચલાવતો નથી   . હાલ મારી પાસે એરીઝોનાનું  ડ્રાયવર  લાયસન્સ છે  . પણ એનો ઉપયોગ હું ઓળખ  કાર્ડ તરીકે કરું છું  .  જોકે હવે મને  દિકરા કાર ચલાવવાની  મંજુરી આપે  તોપણ હું કાર નો ચલાવું  કોણ એ જવાબદારી લ્યે  સરકારી બસોમાં સરકારી ટેક્ષીઓમાં   મિત્રોની કારમાં હારું ફરું છું અને જલસા કરું છું   . અને મારો સંકલ્પ હતોકે  અમેરિકામાં આવ્યા પછી કામ ચલાવ  ઈંગ્લીશ શીખી લેવું   . પોતાની કાર  પોતાનું ઘર હોવું અને કુટુંબ પરિવારથી જુદા સ્વતંત્ર રહેવું  એ મારી જે આશાઓ હતી એ  હિંમતની  હિંમત થી   પૂર્ણ થઇ  .  सरपे चढ़ा  वो फूल चमनसे निकल गया  इज़्ज़त उसे मिली जो वतनसे निकल गया  .