જુના વખતમાં દિકરા દિકરીનાં સગપણ કરવા બાબત પ્રથમ એના કુટુંબ માબાપ વગેરેને જોતાં એ કેવાંક આબરૂદાર ,સંસ્કારી છે . આજીવિકાનું સાધન કેવુંક છે . એ એનાં માબાપો જોતાં અને પછી દિકરો અથવા દિકરી જોતાં બધું બરાબર સાનુકુળ લાગે એટલે સગાઈનું નક્કી કરતાં.અમારી બાજુના પટેલોમાં ,અને બીજી ઘણી જ્ઞાતિઓમાં દિકરીના માબાપને નક્કી કરેલી રકમ આપવામાં આવતી નહીકે દિકરીના માબાપે દિકરાના માબાપને પેસા વગેરે આપવું પડે ,અને તોજ દિકરીને સાસરે વળાવી શકાય જોકે હવે પરિસ્થિતિ બદલાણી છે .
સગાઈ થઇ ગયા , પછી તુર્તજ લગ્ન નો થતાં , એકાદ વરસકે તેથી વધુ વાર લાગતી ,દરમ્યાન હોળી કે દિવાળી જેવા તહેવારોમાં દિકરાના માબાપ પક્ષના લોકોએ ગગાની વહુ માટે ઘરેણાં કપડાં અને મીઠાઈ લઈને કન્યાના માબાપને ઘરે જવું પડતું . અને આ વખતે કન્યાનો બાપ હર્ષ ભેર મેમાનોનું સ્વાગત કરે અને લાપસી દૂધપાક જેવા મિષ્ટાન્ન જમાડે અને કન્યાની મા વેવાઈને વાત કરે કે આ બધી રસોઈ અમારી દિકરીએ બનાવી છે .
અને પછી લગન લખાય ગોર લગન લખે અને પછી વરના માબાપને ઘરે લગન લઈને ગોર જાય . આવાં દરજીના લગન લઈને મને ગોર રમણીક ભાઈએ શિવા ગામે બારાડીમાં મોકલેલો હું દેશીંગાથી ચાલીને શિવા ગએલો. હું વેવાઈને ઘરે ગયો . એટલે વેવાણે ગામમાં જાહેરાત કરી કે અમારા ગગાનું લગ્ન આવ્યું છે . એટલે લગન વધાવવા આવજો . અને બાયડીયુ . આવ્યું મને બાજોઠ ઉપર ગાદલી મૂકી અને મને તેના ઉપર બેસાડ્યો . અને બાજુમાં ખાંડ ભરેલું તપેલું મુક્યું .અને સ્ત્રીઓ મને ખાંડના બુકડા ભરાવવા માંડી . અને પછી લગ્નના સમાચાર વાળો કાગળ સ્વચ્છ થાળીમાં મૂકી અને કંકુથી ચાંદલા કર્યા અને પછી ગોરબાપા( મેં ) એ કાગળ ખોલ્યો અને વાંચી સંભળાવ્યો . તેદી બહુ આભડછઠનું બહુ જોર હતું. અને બ્રાહ્મણ બધાથી આ ઉન્ગી ગયોઅભડાય , અને હવે હું અભડાઈ જાઉં ખરો ? હવે आता को क्यों पूछते हो उनको अपनी जातिका
जनोव डाला नायग्रामे तर्क किया सब जातिका . जनोव = जनोई /// तर्क = परित्याग
મારે લાડવા દાળ અડદની , ભીંડાનું શાક . વગેરે આખા ઘર માટે રાંધવું પડ્યું . વેવાણે માથે ઉભારહીને લાડવામાં ખુબ ઘી નખાવેલું . મને દસ રૂપિયા આપિ હું રાત ન રોકાતાં ઘરે આવવા રવાના થયો . વચ્ચે રાત પડી ગએલી અને હું ખુબ થાકેલો પણ હતો એટલે કોક ખેતરમાં ઊંઘી ગયો મારી પાસે માંડવી (મગફળી ) અને ગોળ હતો જે મને વેવાઈએ આપેલો એ ખાધો અને કુતિયાણા પહોંચ્યો .અહી મેં શેરડી લીધી અને ભાદરમાં રેતીમાં બેઠો અને શેરડી ખાધી . અને દેશીન્ગા ઘર ભેગો થયો .
મારા માંસીયાય ભાઈ ધનજીભાઇ ની જાન ત્રણ બળદ ગાડામાં સીમર (બરડા ) ગામ થી કેશોદ ગએલી વચ્ચે ઓજતકાંઠાના ગામ બામણાસા માં રાત રોકાણા અને સવારે કેસોદના પાદરમાં જાન પહોંચી ઈ બાપુ જાનના સામૈયા થયા . ત્રણ દિ જાન રોકાણી અને ત્રણ દિ લગી ખાવા પીવાની બઘડાટી બોલી . અને પછે વરરાજો ધનજીભાઈ લાડી લઈને ઘેર આવ્યો . ધન્જીભાઈની કોઈ દૂરની ભાભીએ જુદી રૂમમાં ખાટલો ઢાળી દીધો .ઉપર સ્વચ્છ ધડકી પાથરી અને મારા ધનજી ભાઈ અને મારા હેમી ભાભી પથારી ઉપર ગયા ભાભીએ ઘૂંઘટ રાખેલો હતો . ભાઈએ વિનંતી કરી ઘૂંઘટ ખોલાવ્યો . અને પંછી
પહેલો પહોરો રૈનરો દીવડા ઝાકમ જોળ
પીયુ કાંટાળો કેવડો અને પ્રિય કંકુની લોળ . પુરુષ તો દાઢી મૂછમાં હોય એજ શોભે પણ સ્ત્રીઓને આ જમાનામાં પુરુષને પોતાના જેવા દાઢી મુછ વગરના કરી નાખ્યા છે . કેમકે દાઢી મુછ હોય તો પોતાને બાકી ભરવી હોય તો વાળ મોઢામાં આવે ઈ નો ગમે અને રાતનો બીજો પહોર થાય એટલે
બીજો પહોરો રૈનરો વાધ્યા હેત સ્નેહ
પ્રિયા ત્યાં ધરતી થઇ રહી અને પીયુ અશાઢો મેહ
ત્રીજો પહોરો રૈનરો ઊંઘાણાં સોણલાં સાથ
વાલમને વળગી જઈ પ્રિયાએ ભીડાવી બાથ
ચોથો પહોરો રૈનરો બોલ્યા કૂકડ કાગ
પ્રિયા સંભાળે પોલકું અને પીયુ સંભાળે પાઘ ઈ..એ..એ.. આતાના ઝાઝાથી બ્લોગર ભાઈઓ અને બીજા આતાવાણી વાંચવા વાળાં ભાઈ બહેનોને રામ રામ
Like this:
Like Loading...
Related
પહેલો પહોરો રૈનરો દીવડા ઝાકમ જોળ
પીયુ કાંટાળો કેવડો અને પ્રિય કંકુની લોળ
મઝાની રચના યાદ કરી .
કવય: કપય: ચાપલમ માત્ર વિરદતિ. કહેવાતા કવિમાં માત્ર ચાપલ્ય જોવા મળે છે. કાલીદાસ વિલાસી કવિ છે. તેઓ રસિક, સૌંદર્યવાદી, સંસ્કૃતિસંવર્ધક, પ્રેમી કવિ છે. . કવિ અને ચોર સરખા છે. કવિ રાત્રે કાવ્ય ચોરે છે. તે શબ્દાર્થની ચોરી કરે છે અને કવિતા સર્જે છે. જ્યારે ચોર ધનની ચોરી કરે છે. કવિતામાં ભાષા સારી-લાલિત્યપૂર્ણ, કર્ણાનંદ આપનારી-સાંભળવામાં સારી લાગે એવી અને નવ રસ પ્રચુર હોય એ અપેક્ષિત છે. ઉપરાંત અલંકાર તેમજ રચના સૌષ્ઠવ પણ હોવા જરુરી છે.
પ્રભાતે વદતે કુકૂ ચવૈતુહી ચવૈતુહી
આ કાવ્ય નથી. કવિતા એ તો કવિહૃદયનો ભાવપુર્ણ આવિષ્કાર છે. કવિતામાં રચનાસૌંદર્ય, શબ્દસૌંદર્ય તેમજ કલ્પનાસામ્રાજ્ય અનિવાર્ય છે. વાક્યમ રસાત્મકમ કાવ્યમ. રમણીયાર્થ શબ્દ પ્રતિપાદક: કાવ્ય: – કર્ણમધુર, દિલને પરિતૃપ્ત અને દિમાગને સંતુષ્ટ કરે એ કાવ્ય
કાલીદાસની બુકો માની એક બુક “અભિનવ શાન્કુન્તાલ” જયારે જર્મન કવિ ગેટે એ વાંચી અને તે એટલો ભાવ વિભોર થઇ ગએલોકે એને બુક પોતાના મસ્તક મૂકી નાચવા મન્ડેલો .