Daily Archives: ડિસેમ્બર 18, 2014

विभुज़ा किम न करोति पापं ,क्षीणा: जना:निष्करुणा भवन्ति ,तवं गच्छ भद्रे प्रियदर्शनाय ,न गैंग दत:पुनरपि कूपम्

આ પંચતંત્રની  વાર્તા હોય એવું લાગે છે  . વાર્તા એવી છે કે એક કુવામાં એક મોટો  પ્રિય દર્શનનામનો નાગ  ,  એક ગંગદત નામનો દેડકાનો રાજા આ કુવામાં ઘણા દેડકાં હતાં  ,અને એક ભદ્રા નામની ચંદન ઘો  રહતી હતી  . બધાં સંપીને મિત્રવત  રહતાં હતાં  .   નાગનો ખોરાક દેડકાં એટલે નાગ દરરોજ અકેકું  દેડકું ખાઈને  પોતાની ભૂખ સંતોષતો હતો   . ગંગદત્ત  આ નાગ પોતાની વસ્તીને  ખાઈ જતો હતો  .એથી ઘણો નારાજ હતો  . પણ એ  લાચાર હતો  . કેમકે  તે તેની વસ્તીને લઈને કુવા બહાર નીકળી શકે એમ નોતો  . પ્રિયદર્શન દરરોજ અકેક દેડકું  ખાઈ જતો હતો   , અને એક દિવસ એવો આવ્યો કે  કુવાના બધાંજ  દેડકા ખલાસ થઇ ગયા  . નાગને ભૂખ સતાચ્તી હતી  ભૂખ થી એ ઘણો નિર્બળ  થઇ ગયો હતો  .એવું કહેવાય છે કે છ્પનીયા  દુષ્કાળમાં  લોકોએ પોતાના બાળકોને ખાઈ જઈને પોતાની ભૂખ  સંતોષી હતી  .એવા દાખલાઓ મળી આવે છે  .
विभुक्षिताम्  किम न करोति पापं ભૂખને કારણે નાગ  નબળો પણ ખુબ થઇ ગયો હતો  .અને નિર્બળના હ્રદયમાં  દયાનો છાંટો હોતો નથી  क्षीणा : जना: निष्करुणा  भवन्ति  એક દિ નાગે બહુ વિવેકથી  એના મિત્ર અને દેડકાંના  રાજા  ગંગદત ને કીધું કે મિત્ર આજે તુને મિત્ર  તરીકેની  ફરજ બજાવવાનો  સમય આવી ગયો છે  . આજે હું ખુબ ભૂખ્યો  માટે તુને ખાઈ જવાનો વિચાર છે  . પ્રિયદર્શનની   વાત સાંભળી  ગંગદત્ત  થથરી ગયો    .  કેટલીક વખત  સંકટ સમયે  પરમેશ્વર  અદૃશ્ય રીતે મદદ કરતા હોય છે  .ગંગ્દત્ત ચતુર અને બુદ્ધિ શાળી હતો  તે ગભરાયા સિવાય બહુ ધીરજ થી  નાગને કીધું  તું મને ખાઈને તારી ભૂખ સંતોશીશ એ મારા   માટે  હું અહોભાગ્ય સમજીશ   , પણ આજે તું મને ખાઈ જઈશ   , પછી કાલે તું શું કરીશ  નાગ બોલ્યો  . મિત્ર એનો ઉપાય મને તુંજ બતાવ  એટલે ગન્ગદત્ત બોલ્યો  અહીંથી થોડે દુર સરોવર છે એમાં ઘણાં દેડ્કાઓ  વસે છે એપણ  મારી પ્રજા છે  . એને હું અહી કુવામાં  વસવા માટે બોલાવી લાવું  .પછી તું એમાંથી  અકેક દેડકું   દરરોજ  તું ખાધા કરજે અને તારી ભૂખ  તૃપ્ત  કરતો રહેજે  પણ સવાલ એ છે કે  મારે ત્યાં જવું કેવી રીતે ? જો મને  ભદ્રા ત્યાં લઇ જાય તો હું ત્યાં જઈ શકું  . નાગે ભદ્રાને બોલાવીને  કીધું બેન ભદ્રા  આ ગંગ્દ્ત્તને  તું  તારી પીઠ ઉપર ચડાવીને  કુવા બહાર કાઢીને  તેને તળાવ સુધી લઈજા તો તારો ઉપકાર હું જિંદગી ભર નહિ ભૂલું  . ભદ્રા  કબુલ થઇ અને  ગંગદાત્તને પોતાની પીઠ ઉપર બેસાડી  કુવા બહાર કાઢીને  સરોવર સુધી લઇ ગઈ  ,  જેવી સરોવર નજીક  ભદ્રા ગઈ  એટલે  ગંગદત્ત ભદ્રા નિ  પીઠ  ઉપરથી  કુદીને  સરોવરમાં જતો રહ્યો   ,અને સરોવર વચ્ચેથી   બોલ્યો   . त्वं गच्छ भद्रे  प्रिय दर्शनाय  न गैंगदत्त पुनरपि  कूपम्  ગંગદત્તે  ભદ્રા  ને કીધું  હવે હું કુવામાં ફરીથી આવવાનો નથી હવે તું  પ્રિય દર્શનને  મારા રામ રામ કહેજે  . ભદ્રા  કુવામાં   પહોંચી  અને નાગને  માથા સમાચાર આપ્યા કે  ગંગદત્ત હવે પાછો આ કુવામાં આવવાનો નથી   . હવે કનક ભાઈ  રાવળ ની ભાષામાં કહુતો  હવે આતાના ભીમના તોડા શરુ થાય છે  .
ભદ્રાની  વાત સાંભળી  નાગ ફૂંફાડા  મારવા માંડ્યો  એને  ગંગદત્ત  ઉપર ગુસ્સો ચડ્યો  . અને મનોમન બોલ્યો કે  હવે હું  ગંગ દત્તને ખાઈ જઈશ  . નાગે  ભદ્રાને કીધું બેન મને તું  હવે મને  જે સરોવરમાં  ગંગદત્ત  ગયો છે   .ત્યાં લઈજા  .  ભદ્રાએ નાગને  પોતાની પીઠ ઉપર બેસાડ્યો  .અને ગંગદત્ત  જે સરોવરમાં ગયો  હતો ત્યાં લઇ ગઈ  , આ બાજુ  ગંગદત્ત   સાવધાન હતો  તેને ખબર  હતી કે પ્રિયદર્શન  વેર લેવા આવશે ખરો  . એટલે તેણે  પોતાની પ્રજા દેડકાંઓને   કહી રાખેલું કે  નાગ સરોવર માં દાખલ  થાય એટલે એના પર આપણે ગભરાયા વગર  હુમલો કરવાનો ચ્ચે એ બહુ કમજોર છે   .એટલે એ કશું કરી શકે એમ નથી  , જો આપણે ડરીને ભાગી જઈશું તોતે  આપણ  ને પકડી  પકડીને  ખાઈ જશે અને આ સરોવરમાં  પોતાનો અડ્ડો જમાવશે  પણ જો આપને એક સંપ કરી એના ઉપર હુમલો કરી મારી નાખશું તો આપણે એને  મહિનાઓ સુધી ખાધા  કરીશું  નાગ જેવો  સરોવરમાં દાખલ થયો કે  ગંગ દત્ત  જોરથી બોલ્યો  આક્રમણ અને બધાં દેડકાં નાગ ઉપર તૂટી પડ્યાં અને નાગને મારી નાખ્યો  .