

હું જ્યારે પંજાબી ઉદાસી સંપ્રદાયના સાધુ પાસે ઉર્દુ ભાષા શીખ્યો ત્યારે આ ઉમરનો હતો .
આ દાઢી વાળા જુવાનને તમે ઓળખો છો ? એ છે “આતા ” બ્લોગના મહાસાગરમાં સેલારા મારનાર
આજે હું આપ બહેનો અને ભાઈઓ અને વડીલો ? નાના મારો વડીલ બ્લોગ વિશ્વમાં કદાચ કોઈ નહિ હોય . હું ઉર્દુ ભાષા વિષે અલ્પ માહિતી આપીશ .
શાયર દાગે કીધું છે કે
उर्दू है जिसका नाम हमीं जानते है “दाग” सारे जहाँ में धूम हमारी ज़ुबां की है
હું બીલખા શ્રી નથુરામ શર્માના આશ્રમમાં સંસ્કૃત ભણતો હતો ત્યારે અહી એક 6 ફીટ ઉંચો અને ત્રીસેક વરસની ઉમરનો એક પંજાબી ઉદાસી સંપ્રદાયનો સાધુ આવેલો .આશ્રમનો કાયદો હતો કે કોઈબી માણસ ત્રણ દિવસ સુધી વિના સંકોચે આશ્રમમાં રોકાઈ શકે છે . ઉદાસી સંપ્રદાય વિષે આ પ્રસંગે થોડુક હું કહું છું .
શીખના પહેલા ગુરુ નાનક હતા .તેને બે દીકરા હતા એક અંગદ દેવ જે શીખ લોકોના બીજા ગુરુ હતા .અને ગુરુ નાનકનો બીજો દીકરો હતો તેણે ઉદાસી સંપ્રદાય ચાલુ કરેલો . આ સંપ્રદાયના સાધુ ભગવાં , રાખોડી , સફેદ ગમે તેવાં કપડાં પહેરી શકે છે .
આશ્રમમાં ઉતરેલો સાધુ એક ઉર્દુ ચોપડી વાંચતો હતો . મેં એને કીધું તું ઉર્દુ ચોપડી કેમ વાંચે છે . ઉર્દુ ભાષાતો મુસલમાન ધર્મ વાળા લોકોની છે . તે જમાનામાં મારી માન્યતા એવી હતી કે ઉર્દુ ભાષા મુસલમાન લોકોની છે . સાધુએ મને સમજાવ્યો કે ઉર્દુ ભાષા તે કોઈ એક ધર્મની કે કોઈ એક જાતિની ભાષા નથી . લખનોવ બાજુ હૈદરાબાદ બાજુ અને પંજાબમાં બધાને નિશાળમાં પ્રથમથીજ ઉર્દુ ભાષા શીખવાડે છે . ઉર્દુ ભાષા માં . વધારે શબ્દો ફારસી અને અરબી ભાષાના છે . અને આ બેઉ ભાષા ઇસ્વીસનથી પણ પહેલાં લોકોમાં બોલાતી આવી છે .અને આ ભાષા બોલનારા તારા જેવા મૂર્તિ પૂજક અને અગ્નિ
પૂજક હતા .અને ઉર્દુમાં ભારત ની વૃજ , ભોજપુરી દિલ્હીની આજુ બાજુ બોલાતી ખડી ભાષા નાં પણ શબ્દો છે . અરે અપ ભ્રુંશ ઈંગ્લીશ શબ્દો પણ છે .
બાદશાહોની છાવણી જે ઠેકાણે પડે તે છાવણીની આજુ બાજુ બજાર ભરાય ત્યાં સ્થાનિક લોકો પોત પોતાની વસ્તુ વેચવા આવે અને લશ્કરના સિપાહીઓ વસ્તુ ખરીદે અને જે વસ્તુ એને જોઈતી હોય એ વસ્તુ ઉપર આંગળી ચીંધે અને પોતાની ભાષામાં વસ્તુનું નામ બોલે ,અને પરિણામ એ આવ્યું કે સ્થાનીક લોકો સિપાહીની ભાષા અમુક અંશે શીખી ગયા .આવી રીતે ભાષાનો શંભુ મેળો સર્જાણો . પછી તે વખતના વિદ્વાનોએ આવી ખીચડી ભાષાને વધુ વ્યવસ્થિત કરી ભાષાનું નવું રૂપ આપ્યું . અને આ ભાષાનું નામ શું આપવું .એ વિચાર આવ્યો . આવી ભાષા લશ્કરની બોલતિ હોવાથી આ ભાષાની નામ ઉર્દુ રાખવાનું નક્કી થયું .ઉર્દુ શબ્દ મૂળ તુર્કી ભાષાનો છે . અને છાવણીને કે આજુબાજુ ભરાતા બજારને પણ ઉર્દુ કહે છે .પછી આ નવી ભાષાનું નામ ઉર્દુ રાખવું એવું નક્કી થયું .હવે એને લીપી કઈ આપવી એની વિચારણા થઇ આ જમાનામાં ફારસી રાજભાષા હતી એટલે લીપી ફારસી આપવાનું નક્કી થયું . હવે કેટલાક શબ્દોના અક્ષરોનો ઉચ્ચ્યાર ફારસી કે અરબી ભાષામાં નથી એટલે એવા અક્ષરો ફારસી પ્રમાણે જમણેથી ડાબે લખાય એવી રીતે નવા ઉપજાવ્યા .અને બરાબર ગાડું ચાલ્યું . તે એટલું જોરથી ચાલ્યું કે ઉર્દુમાં ન સમજતા લોકોને પણ ગમવા માંડી .
મને નાનપણથીજ કૈક નવું કરી બતાવવાની બીજા કરતા મારામાં કૈક વિશેષતા હોય એવી બડાઈ કરવાની ટેવ ખરી . અને એક વાક્ય પ્રમાણે
ભણ્યા નહિ જો લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું જગતમાં કોઈ નો જાણે જનનીના જણ્યાથી શું .
સાધુએ મને ઉર્દુ શીખવવા માટે આશ્રમ નાં વ્યવસ્થાપક ત્રિભોવન બાપા પાસે એક મહિનો આશ્રમમાં પોતાને રહેવા દેવાની પરવાનગી માગી .ત્રિભોવન બાપાએ આશ્રમના બ્રહ્મચારી પ્રકાશજી બાપુ ને વાત કરી કે આ દેશીંગા બાંટવા ઉર્દુ શીખવા માગે છે .મારું નામ” દેશીંગા બાંટવા “એક અંગ્રેજે પાડેલું છે એની વાત થોડીક કહું છું પશ્ચિમ હિન્દ એજન્સીનો ગવર્નર જે અંગ્રેજ હતો એને બીલખા દરબાર એક વખત આશ્રમ જોવા તેડી લાવ્યા . ગુજરાતીમાં આવા ઓફિસરને પ્રાંત સાહેબ કહેતા ગોરા હિન્દી બરાબર જાણતા હોય કોઈ વિદ્યાર્થીનો મારે ઈન્ટરવ્યું લેવો છે માટે મારી પાસે કોઈ વિદ્યાર્થીને મોકલો પ્રાંત સાહેબ પાસે મોકલવા માટે નમ્ર ઉપર પસંદગી ઉતરી કેમકે હું અમારા ગામના દરબાર જેવી હિન્દી હું બોલી અને સમજી શકતો . પ્રાંત સાહેબે મારું નામ પૂછ્યું और मुझे पूछाकी तु म कोनसे गामका रनेवाला है मैंने कहा देशिंगा सब बोले देशिगा बांटवा ? मैंने कहा हां . बस उसी रोजसे मुझे आश्रम वाले “देशिंगा बांटवा ” नामसे पुकारने लगे
પ્રકાશજી બાપુ કહે બહુ સારું આપણો વિદ્યાર્થી એક નવી ભાષા શીખશે કઈ ખોટું નથી અને પછી મારા ઉદાસી (દુ :ખી )સાધુએ અલીફ બે પે તે ટે સે શીખવાડવા માંડ્યું અને એક મહિનામાં આ લીટા લીટા જેવી ભાષા લખતા અને વાંચતા શીખી ગયો ઉર્દુ લખાણ પધ્ધતિ જરા અઘરી હોય છે .ગુજરાતીની જેમ નહિ કે કક્કા બારાખડી લખતા આવડે એટલે તમે લખવા માંડી જાઓ એવું નથી . હું ઉર્દુ લખતા વાંચતા તો શીખી ગયો .પણ ભાષા સમજુ નહિ . અને એ પણ આર્મીમાં ગયા પછી થોડું શીખી વધારે ગયો અને પછી નોકરી કરવા માન્યો .એટલે અભ્યાસ ઓછો થઇ ગયો .અને અમેરિકા આવ્યા પછી મારા એક લંગોટિયા ભાઈબંધ સ્વ .નરભેરામ સદાવૃત્તીએ ઉર્દુ હિન્દી દિક્ષ્નેરિ મોકલી અને પછી હું ઘણા અર્થ સમજવા માંડ્યો અને પછીતો ગુજરાત સરકારે ઉર્દુ ગુજરાતી ડી ક્ષનેરિ ભાર પાડી અને પછી હું શેર શાયરી લખવા માંડી ગયો . ज़ाहिद कसम है तेरी मैं मय नही पिताहु , (मगर ) बादअकी बोतलोसे कभी शिर पि लेताहु ज़ाहिद = ऋषि जैसा मय = शराब बादा = शराब शिर = दूध