Daily Archives: ડિસેમ્બર 24, 2014

એકજ દે ચિનગારી સ્વ . હરિહર ભટ્ટ નાં સૌજન્યથી

આ કવિતા હું સ્વ  . હરિહર ભટ્ટના સૌજ્ન્યથી  લખું છું  .હરિહર ભટ્ટને હું ઘણી વખત મળેલો છું  .તેના બે દીકરા  સુબોધ ભટ્ટ અને સુધાકર ભટ્ટ  અને દીકરી  મધુ વ્યાસને પણ હું ઓળખું છું   .મધુના પતિ  જયંતીલાલ વ્યાસ મારા નાનાભાઈ પ્રભાશંકરના   મિત્ર છે  . તો હવે વાંચો “એકજ દે ચિનગારી  મહાનલ ”
રાગ ભૈરવી
એકજ દે ચિનગારી મહાનલ એકજ દે ચિનગારી
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખર્ચી જીંદગી સારી
જામગરીમાં   તણખો  ન પડયો  ન ફળી મેહનત મારી   …1 મહાનલ
ચાંદો સળગ્યો ,  સુરજ સળગ્યો ,સળગી આભ અટારી
ન સળગી એક સગડી મારી વાત વિપતની ભારી  …મહાનલ   2
ઠંડીમાં મુજ કાયા થથરે  ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ  હું અધિક ન માગું  માગું એક ચિનગારી   ..મહાનલ  એકજ દે ચિનગારી  3