22 મહિના અમેરિકા રહ્યો ,અને 36 રતલ વજન ઘટાડ્યું અને મુંબઈથી અમદાવાદ સુધી રેલ્વેમાં ઉભા ઉભા આવ્યો . ઘરે આવ્યો . પ્રેમાળ પત્ની સાથે વાતો કરી મેં પત્ની ભાનુંમતીને કીધું કે હવે મને નોકરી કરવામાં દિલ ચોટે એમ નથી .ભાઈએ અને દીકરાએ મને કીધું છે કે હવે તમારી નોકરી ગઈ ,અમે તમે કહેશો એ ગામમાં મકાન ખરીદી આપીશું .અને તમારો પગાર છે એના કરતા બમણો પગાર આપીશું અને તમારે તમારી કળા કોશલ્યને ખીલવો અને મોજથી રહો . તમે જોખમી અને હાડમારી વાળી નોકરી બહુ કરી છે .
ભાનુમતિએ કીધું .આપણા કપરા સંજોગોમાં ભાઈએ કીધેલું કે તમે છોકરાઓને બરાબર ભણાવો પૈસા બાબત તમારે જરાય મુનજાવાની જરૂર નથી .તે છતાં આપણે એક પૈસો લીધો નહિ . અને ચોરને કાંધ મારે એવા તડકામાં જાળા ઝાંખરામાં બકરીયું પાછળ રખડ્યા . હવે આવી તકલીફ થોડા દિવસ માટે છે .પછી આપણે અમેરિકા જઈશું .આપણી પરિસ્થિતિ બદલાય જશે . હવે જાજુ પાણીમાં નહિ રહેવું પડે કાંઠો દેખાઈ રહ્યો છે .મેં એની વાતો શાંતિથી સાંભળી ,પછી મેં એને પૂછ્યું . તું શું કહેવા માગે છે . તે બોલી નોકરીમાં જોડાઈ જાઓ . મેં કીધું તું જબરી હિંમત વાળી છે . તે બોલી હા હું હિંમત વાળી છું , હિંમતવાળો મારી પાસેજ છે એવું બોલી . અને મને જોરથી બથ ભરી .
મેં ઘરે પાંચ છ દિવસ આરામ કર્યો અને પ્લેનનો થાક ઉતાર્યો .અને પછી હું નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં હાજર થવા ગયો , ઇન્સ્પેકટર બળી ગયા હતા . એક ઝાલા કરીને બહુ સજ્જન માણસ ઇન્સ્પેકટર હતા . રાઈ ટર હેડે ઝાલા સાહેબને વાત કરીકે હિંમતલાલ હાજર થવા આવ્યા છે . મને ઝાલા સાહેબે પોતાની ઓફિસમાં બોલાવ્યો . હું અમેરિકા ગએલો એ અમદાવાદના નાનાથી મોટા બધા પોલીસો જાણે . ઝાલા સાહેબે પોલીસ પાસે મને બેસવા માટે ખુરસી મગાવી અને મને ખુરસી ઉપર બેસવાનું કીધું . આ કંઈ મામુલી પોલીસવાળો ફોરેન રીટર્ન પોલીસ ઝાલા સાહેબે મને કીધું કે હિંમતલાલ દિવસે દિવસે પોલીસ માટે કપરા સંજોગો આવતા જાય છે . તમે લાંબો સમય અમેરિકામાં રહેલા માણસ તમારા ભાઈ દિકરા અમેરિકામાં એલોકો માટે તમારો ખર્ચ ઉપાડવો બહુ સામાન્ય વાત છે . માટે મારીતો તમને સલાહ છે કે તમે નોકરી ન કરો તમને બહુ તકલીફ પડશે . અત્યારના સંજોગોમાં ગાય ભડકે તો પોલીસને લોકો દોડાવે છે . મેં કીધું સાહેબ મેં નોકરી કરવાનું નક્કી કર્યું છે .એટલે મને તકલીફ નહિ પડે . ગમેતેવા સંજોગોમાં હું હસ્તે મોઢે રહી શકીશ . ઝાલા સાહેબ બોલ્યા તો તમારી મરજી પણ તમે અહી પોલીસ સ્ટેશનમાં રિજર્વમાં હાજર રહેજો તમારે યુનિફોર્મ પહેરવાની જરૂર નથી . બસ પછી હું પોલીસ સ્ટેશનમાં પોલીસ મિત્રો સાથે ટોળ ટપ્પા મારું અને મારી નોકરીનો સમય પસાર કરું . બાપુ મારો વટ પડતો હતો ઝીપ્પર વાળું પેન્ટ પહેર્યું હોય . એક વુમન કોન્સ્ટેબલે મને પૂછ્યું હિંમતભાઈ આ ઝીપ્પર તમને ખૂંચતી નથી ? મેં કીધું કઈ ઝીપ્પ્રર કેટલીક ઝીપ્પર હોય આ તમારા પેન્ટની બીજી વળી કઈ તમે અજાણ્યા થઈને પૂછો છો તો હું કંઈ મારો હાથ અડાડીને ઝીપ્પર બતાવવાની નથી .
થોડા મહિના પોલીસ સ્ટેશનમાં રિજર્વ ફોર્સમાં નોકરી કર્યા પછી મને વાડજ પોલીસ ચોકી ઉપર મુક્યો . અહી પણ મારે યુનિફોર્મ પહેરવાનો નહિ .અને રાતના નોકરી કરવાની નહિ .વાડજ ચોકી ઉપર એક ડાભી કરીને સબ . ઇન્સ . હતા . ચોકીમાં એક ટેબલ ખુરસી હોય જેનો ઉપયોગ પો , સબ . અને બીજા મોટા ઓફિસરો કરે . ચોકી ઉપર એક પોલીસ ટેલીફોન ડયુટી વાળો હાજર હોય અને બીજા પોલીસો ચોકી ઉપર આવતા જતા ચક્કર મારી જતા હોય . હું સબ ઇન્સ ની ગેરહાજરીમાં ખુરસી ઉપર બેસું . એક વખત ડાભી સાહેબ આવ્યા . હું ખુરસી બેઠો હતો હું ખુરસી ઉપરથી ઉઠવા જતો હતો .એટલે ડાભી સાહેબ બોલ્યા બેસો બેસો હું તો હમણાં જતો રહેવાનો છું .
આવી રીતે થોડા મહિના પોલીસ્તેશાનોમાં નોકરી કરી પછી ડી એસ પી ઓફિસમાં એક રાઈટર હેડ બાબુભાઈ ભટ્ટ કરીને હતા . તેને અમેરિકા આવવાની જબરી ઈચ્છા
મને એ અમેરિકા બાબત બહુ પૂછ પરછ કરે . જોકે એની આશા પૂર્રી થઇ અને હાલ તેઓ અમેરિકા તેના બે દીકરા અને એક દીકરી સાથે છે .એક વખત એને મને કીધું કે હવે તમને પોલીસ સ્ટેશનોમાં નથી રહેવા દેવા હવે તમને હું એલ આઈ બી નાં ઇન્સ્પેકટર માંકડ સાહેબને કહીને તમને એલ આઈ બી માં બોલાવી લઉં છું .અને મેં થોડી એલ આઈ બી માં નોકરી કરી અને પછી મારો અમેરિકા આવવાનો સમય થઇ ગએલો એટલે હું અમેરિકા આવ્યો અહી નોકરી કરી નોકરી બાબતની કોઈ કોઈ વાતો પ્રસંગો પાત બ્લોગમાં કહેવાઈ ગઈ છે . અને નોકરી દરમ્યાન નવા વાડજ પાસે નાં ખેતરોમાં થોર અને બોરડી વગેરેના ઝાળામાં ઘૂસીને છુપાએલો છું દારુ લઇ આવવા વાળાઓને સપડાવવા માટે નહુ એકલોજ નહિ મારા જેવા બીજા પોલીસો પણ આવી રીતે છુપાએલા છીએ . હવે અમેરિકા આવ્યા પછી પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરી વગેરે અનુભવો આપના માટે કહેતો રહીશ . અને હાલ આપ જુવો છો એમ બ્લોગના મહાસાગરમાં સેલારા મારું છું .