Ataai and Chris
આતા સાથે એનો ઉત્તમ દોસ્ત ક્રિશ
હું અમેરિકાથી આઈસ લાંડ થઈને લંડન આવ્યો ,એ વાત આપ વાંચી ગયા છો .
લંડનથી એર ઇન્ડીયાના પ્લેનમાં બેસી હું મુંબઈના એર પોર્ટ ઉપર ઉતર્યો ,અહીંથી મારે મુંબઈના દાદર રેલ્વે સ્ટેશન જવાનું હતું ,અહીંથી દાદર જવા માટે મેં ટેક્ષીની તપાસ કરી મારી પાસે રૂપિયા હતાં નહી .ફક્ત ટ્રાવેલર્સ ચેક હતા ,એટલે કોઈ ટેક્ષી આવી નહિ . પણ એક માણસે મને એરપોર્ટની બસ દેખાડી અને એવું કીધું કે આ બસ તમને દાદર નજીક હજી અલી કે એવા કોઈ સ્થળનું નામ આપ્યું ,બસ અહી તમને ઉતારી દેશે આ બસમાં પ્લેનના પેસેન્જરોને માટે કોઈ ચાર્જ આપવાનો નોતો મફત હતી .અહીંથી દાદર સ્ટેશન બહુ દુર નથી , ચાલીને જઈ શકાય એટલે દુર છે .લગેજમાં મારી પાસે સુટકેસ હતી , અને બીજી નાનકડી બેગ હતી . બસમાંથી ઉતર્યા પછી દાદર જવા માટે ટેક્ષીની તપાસ કરી ટેક્ષી વાળાએ ટ્રાવેલ ચેક લેવાની નાં પાડી ,અને જતો રહ્યો . થોડી વારે એજ ટેક્ષી વાળો પાછો આવ્યો આ વખતે એની ટેક્ષીમાં બે જુવાનો બેઠા હતા . ટેક્ષી વાળાએ મને કીધું કે બેસી જાઓ ટેક્ષીમાં , ચેક ચાલશે . મેં નાપાડી કે મારે ટેક્ષી નથી જોતી . હું ચાલીને જવા માંડ્યો . હું મારા શરીરના વજન માંથી 36 રતલ ગુમાવેલો અશક્ત માણસ હતો . એટલામાં એક છોકરો મળ્યો .એ બોલ્યો .saab कहा जाना है में ले जातहु मैंने कहा मेरी पास फिल हाल पैसे नहीं है मेरी पास चेक है में रेलवेकी टिकिट लाऊगा तब मुझे छुट्टे पैसे मिलेंगे तब में तुझे पैसा दूंगा लड़का बोला कोई बात नहीं . હું દાદર સ્ટેશને પહોંચું એટલામાં એક ખાનગી કાર વાળો મળ્યો એ બોલ્યો તમારે જ્યાં જવું હશે ત્યાં પહોંચી દઈશ તમારે જેટલા પૈસા આપવા હોય એટલા આપજો , મેં કારમાં બેસવાની નાપાડી એટલે કાર વાળો બોલ્યો હું તમને મફત લઈ જઈશ મેં નાપાડી એટલે તે મોઢું બગાડીને જતો રહ્યો , પછી મજુર છોકરો બોલ્યો . बापू तुम कारमे नहीं बैठे वो अच्छा किया , येतो बम्बई है बापू तुम बहुत भोले हो . હું દાદર પહોંચ્યો રાતનો વખત હતો હું ટીકીટ બારી પાસે ગયો ચેક દેખાડીને અમદાવાદની ટીકીટ માગી ટીકીટ માસ્તર કહે ચેક નહિ ચાલે પૈસા કાઢો મેં કીધું પૈસા નથી તો એ બોલ્યો તો ટીકીટ નથી . મજુર છોકરો બધું સાંભળતો હતો .alaa तुम्हारा भला करे એમ બોલી એ ચાલતો થયો . અને મેં राम नाम की ટીકીટ લીધી અને ગાડીમાં ઘુસ્યો ગાડીમાં સખત ભીડ હતી ઉભું રહેવાની પણ જગ્યા મુશ્કેલીથી મળે . મેં સામાન ઘુસાડ્યો અને ગાડીમાં ઉભોરહી ગયો , આવી ભીડમાં ટિ ટિ નો દિ ફર્યો છે કે ટીકીટ ચેક કરવા આવે ? સવાર પડ્યે અમદાવાદ આવ્યું . મારી પાસે ટીકીટ ન હોવાથી મણીનગર સ્ટેશને ઉતાર્યો ,અહી મને મારી સાથે નોકરી કરતો મારો મિત્ર જનક મળ્યો એની રેલ્વે પોલીસમાં બદલી થએલી હું અમેરિકા ગએલો એની જનકને ખબર મને જોઇને એ બહુ ખુશ થયો અને બોલ્યો . એલા તારો તો વટ પડે છે , ઓલી સરકારી ખાકી ચડ્ડી અને સરકારી સેન્ડલ પેરીને ફરતો તો એ બધું વયું ગયું . મેં કીધું જનક બીજી વાત પછી મારી પાસે ટીકીટ નથી . મારે સાંગો પાંગ બહાર મારે નીકળવું છે , એની વ્યવસ્થા કર જનક બોલ્યો મુન્જામા આ ગાડી આપણીજ છે . રેલ્વેમાં કાયદેસરના બીલા વાળા મજુર હોય છે પણ કેટલાક અ લીગલ મજુર પણ હોય છે . આવા મજુરો રેલ્વે સ્ટાફ અને પોલીસોની દયા નાં લીધે મજુરી કરતા હોય છે . આવા મજુરને જાનકે બોલાવ્યો અને કીધું કે ए य बड़े સબકો મજૂરે મને रिक्सा तक पहुंचा दे મજૂરે મને મને રિક્ષ સુધી પહોં ચાડ્યો જનકે ટીકીટ કલેકટરને કીધું કે આ મોટા સાહેબને બહાર નીકળવા દેજે હું રિક્ષામા બેઠો નવાઈની વાત એ છે કે મારા આગમનની ઘરના કોઈને ખબરજ નોતી . મારી રિક્ષા એલીસબ્રીજ પોલીસ લાઈનના મારા ઘર આગળ ઉભી રહી . મારી પત્નીએ મને જોયો , કેટલી બધી હરખાઈ ઉઠેલી તેની આપ કલ્પના કરો એને બુમ મારીને મારી માને કીધું મા તમારા દીકરા આવ્યા . દીકરો સતીશ પણ ખુબ રાજી થયો . અને પછી મારી માએ મારી વાઈફને કીધું હું લાપસી બનાવીશ રિક્ષવાલા ને ભાનુંમતીએ પૈસા આપ્યા . અને હું વગર ટીકીટે મુંબઈથી અમદાવાદ આવ્યો અમેરિકામાં 22 મહિના રહેલો માણસ।