Daily Archives: ડિસેમ્બર 2, 2014

Chris is a good friend — ક્રિશ મારી બહુજ કાળજી રાખનારો માણસ છે .મારી જિંદગીમાં આવો માણસ મને હજી કોઈ મળ્યો નથી .

Chris’s Family, ક્રીશનું પ્રેમાળ અને સંપીલું  વિશાલ  કુટુંબ _DSC0053 _DSC0295Chris with his wife Priscilla – ક્રિશ એની પત્ની પેસેલા  સાથે

1488131_764222340280545_4241950982254912917_nક્રિશની માં ક્રિશની પોત્રી  Victoria સાથે

મારાં વ્હાલાં બ્લોગર ભાઈઓ અને બેનો અને અન્ય બ્લોગ વાંચક  સ્નેહીઓ  ,આજે ડીસેમ્બર 2  , 2014 .    . રોજ હું  આપ સહુને   મારા અનન્ય  સ્નેહી  અમેરિકન  મિત્ર  ક્રિશ ની  ઓળખાણ આપું છું  .ઈંગ્લીશ અક્ષરો  પ્રમાણે તમે વાંચવા જાઓ તો  તે  ક્રિશ નહી વંચાય  .કેમકે ઈંગ્લીશ ભાષા  હાથીના દાંત જેવી છે  . લખવાનું જુદું બોલવાનું જુદું  .અક્ષરોના નામ  જે હોય છે તે લખવા  ટાણે જુદા થઇ જતા હોય છે  . અક્ષરનું નામ” સી”  હોય પણ એનો ઉચ્ચાર “ક ” થઇ જાય” ઉ ” નું નામ યુ”” છે પણ  બોલવામાં ઘણી વખત “અ” થઇ જાય  . જયારે સંસ્કૃત  વ્યાકરણના લખનાર  પાણીની  મુનીએ  અક્ષર નું જે નામ આપ્યું છે એજ  લખવા  ,વાંચવા  ,અને બોલવામાં એજ રહેવાનું  . પણ ઓલી કહેવત છેને કે ફાવ્યો  વખણાય  એ પ્રમાણે  અંગ્રેજો ફાવ્યા  એટલે ઇંગ્લીશની બોલ બાલા વિશ્વમાં થઇ ગઈ  . પ્રખર લેખક સ્વ  . ચંદ્રકાંત  બક્ષીનાં  કહેવા પ્રમાણે આ કમ્પ્યુટર ના  યુગમાં  કમ્પ્યુટર માટે  સંસ્કૃત ભાષા  સચોટ છે  . ક્રિશ હું હાલ રહું છું એ ઘરમાં  મારા  રહેવા આવ્યા  , પછી  બે વર્ષે   મારા ઘર સામેનું ઘર ખરીદ્યું અને તેમાં  તેના  બે દીકરા અને એક દીકરી અને પોતાની પત્ની સાથે રહેવા આવ્યો  . મારા પાડોશી તરીકે રહેવા આવવા માટે  પરમેશ્વરે તેને પ્રેરણા  કરી હશે  .
મારા ઘરનું આગળનું  કંપાઉંડ વાયરનું છે  , (ફ્રન્ટ યાર્ડ ) જયારે મારો બેક યાર્ડ  લાકડા  નો  છે  . ફ્રન્ટ યાર્ડમાં  ઘાસનું મેદાન છે  .અને બેક યાર્ડમાં  કાંકરા નાખીને  રણ ની શોભા કરી છે  .એરિઝોના તરફ બોલાતી ભાષામાં કહું તો  “ડેઝરડ  બ્યુટી ”
આગળ નું ઘાસ  હું લોન મોવરથી કાપી નાખતો  પણ વાયરની ફેંસ  નીચે ઘાસ  હું કાતરથી કાપી નાખતો  . જોકે હવે  મેં  ખોદીને ઘાસ કાઢી નાખ્યું છે  .કેમકે જ્યારે પાણીનું બીલ  90 ડોલર આવ્યું ત્યારે  મારી રાડ  ફાટી ગઈ  . ફેન્સની પાસે ઘાસ ઊંચું થઇ ગએલું  મને કાતરથી  કાપવાનો સમય ન મળ્યો  એટલે  ક્રિશે મારી અને ભાનુ મતિની  ગેર હાજરીમાં  મશીનથી  ક્રિશે કાપી નાખ્યું  .એટલું ઘાસ કાપવાના  ઓછામાં ઓછા 10 થી 15  ડોલર  ખર્ચવા પડે  .
અમે જયારે  ઘાસ કાપેલું જોયું  . ત્યારે અમને નવાઈ લાગી  . મેં ક્રિશને   પૂછ્યું  ,   ક્રિશ આ ઘાસ કોણે કાપ્યું  . એ તુને ખબર છે ? ક્રિશ કહે શાંતા કાપી ગયા  . હું સમજી ગયો કે આ ઘાસ  ક્રીશેજ  કાપ્યું હશે  . મેં તેને પૂછ્યું  કેટલા પૈસા આપું ?  ક્રિશ બોલ્યો  શાંતા  કોઈ દિ પૈસા લેતા હશે   ? બસ તેદિથી આજે પંદર વરસ થયા  ફેંસ  પાસેનું ઘાસ  ક્રિશ સાફ કરી જાય છે  .
મારા બેક યાર્ડમાં વિશાળ શેતુરનું ઝાડ હતું  . બહુ ઘરડું થઇ ગએલું  એટલે અહી વાવાઝોડા માં  ક્યારેક એની મોટી ડાળો  તૂટી  પડે છે  .એક વખત  સખત વાવા ઝોડામાં એક મોટી ડાળ  તૂટીને   મારા ઘર ઉપર પડી પણ ઘર ઉપર ધીમેથી બેસી ગઈ  . તમારા માથા ઉપર ધોકો  કોઈ મારે તો ખોપરી તૂટી જાય પણ માથા ઉપર  જોઈ કોઈ મુકે તો ફક્ત વજન લાગે પણ માર નો લાગે  . આ ઘર ઉપર પડેલી ડાળ મારા ભત્રીજા વિક્રમે  ભાડાની કરવત લાવીને  કાપીને  કટકા કરી નાખ્યા  .
આ બનાવ પછી મારે એ ઝાડ કાપી નાખવાનો વિચાર આવ્યો  . એટલે હું આવા ઝાડ કાપનારની શોધમાં હતો  . મારા પોત્ર  ડેવિડે મને કીધું કે  મારો મિત્ર ઝાડ કાપી નાખશે  .એને પૈસાની જરૂર છે  એટલે એને તમે થોડા પૈસા આપી દેજો  .
મેં ક્રીસને  વાત કરીકે  એક છોકરો  ઝાડ કાપવા આવવાનો છે  તેને તું  ઝાડનો કેટલો ભાગ કાપવાનો એ તું એને સમજાવજે  . પછી અમો સેન્ટરમાં જતા રહ્યા  , ડેવિડનો  દોસ્ત આવતા પહેલા    ક્રિશે ઝાડ કાપી નાખ્યું  . આવી વાતો  હું મિત્રોને કહું છું ત્યારે  મિત્રો સલાહ આપવા મંડી જાય કે તમે ક્રિશને  પૈસા આપતા જજો   . હું જેટલો ક્રિશને   ઓળખું છું એટલો મારા મિત્રો નથી ઓળખાતા  . મારે એના માટે શું કરવું જોઈએ એની તમારા બધા કરતા  મને વધારે ખબર છે  .અને હું શું એના માટે  કરું છું  એ કોઈને કહેતો નથી  .પણ એક વાત હું  આ વાર્તાના અંતમાં હું જરૂર કહીશ    કે જેથી  ક્રિશની  મહાનતાની આપને ખબર પડે  .
એક વખત  મને  સી।  સી।     સેન્ટરમાં   ઉલટી થઇ  આવી તકલીફ મને ઘણી વખત  ખોરાકમાં ફેરફારના કારણે   થઇ આવે છે પણ અર્ધી કલાકમાં મને સારું થઇ જાય છે  . એટલે મેં મારા હિતેચ્છુઓને કહી રાખ્યું છે કે  મને આવું થાય તો મને દોડા  દોડ  કરીને હોસ્પિટલ ભેગો ન કરી દેતા  હું બે ભાન જેવો પણ થઇ જતો હોઉં છું અને એકદમ શક્તિ હીણ  થઇ જાઉં છું  .પણ સેન્ટરમાં મારું કોણ માને  મેં તેઓને કીધું કે મને આરામ કરવા દ્યો અથવા ઘર ભેગો કરો  . પણ મારું કોણ સાંભળે  એલોકો પોતાની જવાબ દારી  પહેલા સમજે  ન કરે નારાયણ અને મને કૈક થઇ જાય તો એ લોકોની નોકરી  જાય  . મને એમ્બ્યુલન્સ  મગાવીને હોસ્પિટલ ભેગો કર્યો  .હું સારો થવા માંડ્યો હતો  એમ્બ્યુલન્સ  વાળા  મને ઘડી ઘડી  પુછાતા હતા  તમે ક્યા છો  હું બરાબર જવાબ દેતો હતો  . મને હોસ્પિટલ ભેગો કર્યો  . બધા ડોકટરો માટે હું નથી કહેતો પણ કોઈ એવા હોય છે એવા માટે કહું છું  .આપના દીકરા દીકરીયો ડોક્ટર હશે જ  ડોકટરો  કયું ઇન્સ્યુરન્સ  છે અને શું કરવાથી  પૈસા વધુ મળે એની  કાળજી પ્રથમ રાખે પછી બીમારને સાજો કરવા બાબત વિચારે  ,
હું હોસ્પીટલમાં પહોંચ્યો   ડોક્ટરોએ તપાસ્યો અને    હાર્ટ  એટેક  આવ્યો છે  એવું જાહેર કર્યું અને સારવાર આદરી   મને લોહીની નલીયોમાં   ભરવો થઇ ગયો છે  એટલે એ જરા સાફ સુફ કરવો પડશે  નાનું  ઓપરેશ કરવું પડશે  .  ક્રિશ  અને એની વાઈફ   .   મારી લગભગ દરરોજ ખબર કાઢવા આવે  .  હોસ્પિટલ માંથી   હું છૂટો થયો એટલે ક્રિશ  પોતાને ઘરે લઇ ગયો  .અને એક મહિનો પોતાને ઘરે રાખ્યો  .અને મારી પુરતી કાળજી લીધી  આ દેશ અમેરિકા મૂડી વાદી  દેશ  જ્યાં પૈસા આપ્યા વિના તમને કોઈ ગાળો પણ ન આપે  અને જેવી ગાળ  એવા પૈસા ,  જો બહુ બીભત્સ ગાળ  તમારે એના મોઢાની ખાવી હોયતો  વધારે  પૈસા આપવા પડે  . એવા દેશમાં મને ક્રિશે  અને એની વાઈફે  એક મહિનો રાખ્યો  . મેં જ્યારે  એવું કીધું  કે  હવે  મને મારે ઘરે જવા દ્યો  ત્યારે કરીશ બોલ્યો  કેમ અહી તમને નથી ગમતું  હું ક્રીસની  વાત સાંભળી અવાક થઇ ગયો  . થોડી વાર પછી હું બોલ્યો   મને અહી બહુજ ગમે છે  .પણ હવે મારે ઘરે જવાની ઈચ્છા છે  .મારે ઘરે રહું એ પણ તારે ઘરે રહું એવુંજ  છેને ? તારા ઘર સામેજ મારું ઘર છેને  .? ક્રિશનાં  મારા પ્રત્યેના  પ્રેમની  વાતોનું વર્ણન  થઇ શકે એમ નથી  .અને જેટલી વાતો કહું એટલી ઓછી પડે એમ છે  .
પરમેશ્વરે  મારો ક્રિશ  સાથે મેળાપ કરાવ્યો એ એક અદ્ભુત ઘટના છે  .ગુરુ બૃહસ્પતિના કહેવા પ્રમાણે  પરમેશ્વર સ્તુતિ નિંદાથી પર છે   . છતાં  તમારા સહુ આગળ દેખાડો કરવા કહું તો  પરમેશ્વરે મારા ઉપર  ખુબ ઉપકાર કર્યો છે તેનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી .
હવે થોડી મારા મનોરંજનની થોડી વાત કહીશ  અને પછી  ફરીથી ક્રિશ  વિષે કહીશ  .
ડોક્ટરોએ મને હોસ્પિટલમાંથી  છૂટો કર્યો ત્યારે મુખ્ય ડોક્ટર બોલ્યો  . હવે તમને નર્સ એક મહિના પછી  આવવાની તારીખ આપશે ત્યારે તમે ફરીથી આવજો  . મેં પ્રશ્ન કર્યો  તારા લગ્ન થઇ ગયા છે કે કુંવારો છો ? એ બોલ્યો કુંવારો છું  .    તો મને તું તારા લગનમાં તેડાવજે બાકી  ડોક્ટર  તરીકે હું તુને મળવા આવવાનો નથી  .
સારવાર દરમ્યાન એક બહુ મોટા સ્તન વાળી નર્સ મને મળી મેં એને કીધું કે  તું ભણતી હશે ત્યારે  છોકરાઓ તારી પાછળ ગાંડા ફરતા હશે  એ બોલી યુ  સો ફની હું જ્યારે હોસ્પીતાલ્માથી છૂટો થયો ત્યારે આજ નર્સ  મારા છાતી ઉપર  સ્ટીકર ચોટા  ડેલા હતા તે ઉખેડતી હતી  . ત્યારે  એની પાસે ઉભેલી નર્સ બોલી  જરા ધીમેથી  સાચવીને  ઉખેડ એના વાળ  ખેંચતા હશે   . તો મોટા થાનેલા વાળી નર્સ કે જે મારા સ્ટીકર  ઉખેડતી  હતી એ બોલી એનું ધ્યાન મારા સ્તન ઉપર છે એટલે એને કંઈ  દુ:ખ થાય એમ નથી  .
એક વખત  ક્રિશને  મેં કીધું  . ક્રિશ  હું તુને મારું ઘર અર્પણ કરવા માગું છું  હું જ્યાં સુધી રહું ત્યાં સુધી  હું રહી શકું અને મારા મહેમાનો  આવે એ પણ મારા ઘરમાં મારી સાથે રહી  શકે   હું ઘરના તમામ  બીલ ભરીશ  . ક્રિશ  કે જે અમેરિકામાં જન્મ્યો છે  . ક્રિશ  ત્રણ વરસનો હતો ત્યારે એનો બાપ મરી ગએલો   એની માએ ફરથી લગ્ન ન કર્યા  અને ક્રિશને  ઉછેરીને મોટો કર્યો  . એ કરીશ બોલ્યો મારે તારું ઘર મફત નથી જોતું  હું તેની પુરતી કીમત  આપીશ  . હું મારા દીકરાઓને કહીશ કે  કદાચ હું મરી જાઉં   ત્યારે પણ તમારે હિંમત ને ઘર માંથી કાઢવો નહિ એવું હું દીકરાઓ પાસે લખાવીશ  .
મારી બીમારી વખતે મારો મોટો દીકરો મને મળવા આવેલો અને મારે ઘરે ન ઉતરતા  ભાડાની કાર લઈને મોટેલમાં ઉતરેલો  આપણા  બ્લોગર ભાઈ  સુરેશ જાની   મારી ખબર કાઢવા  આવેલા એણે  પણ ભાડાની કાર રાખેલી અને મને  ફેરવ્યો અને જલસો કરાવ્યો  . સુરેશ ભાઈને એક ગુજરાતીએ  તેમની ઓળખાણ માગી તો તેઓ બોલ્યા કે હું હિંમત  કાકા નો દીકરો છું  ,ઓલા ગુજરાતી એ મને ઠપકો આપ્યો કે  તમે તો એમ કહો છોકે તમારે બેજ દીકરા છે અને આ ઠેઠ texas  થી તમારી ખબર કાઢવા  આવ્યો એ દીકરા વિષે કેમ તમે છૂપું રાખ્યું  ?

આતાના યુવાન(!) મિત્રો

સાભાર – શ્રી.સુરેશ કાન્ત પટેલ ( ન્યુ જર્સીના  એવણ પણ ૬૫ + તો હશે જ ! )

આ સ્લાઈડ શો જુઓ- માત્ર ૨૦ જ યુવાન(!) મિત્રો છે – કોઈ ૭૦થી કમ નથ ! કોઈ દોડે છે; કોઈ  તરે છે; કોઈ ઘોડે ચઢ્યા છે ; તો વળી કોઈ શરાબની લિજ્જત માણે છે.

This slideshow requires JavaScript.

આતા એકલા નથ! આવા તો ઘણાય મિત્રો છે.

એમની આખી 'ફેસબુક' આ રહી !

એમની આખી ‘ફેસબુક’ આ રહી !