Daily Archives: ડિસેમ્બર 31, 2014

જેઠા કાકાએ ભેર ભેર બહુચર માતકી જય બોલાવી

મારા ગામ દેશીંગામાં  એક ગોવિંદ ભાઈ લુહાર રહે  ,તે બહુ સાધુ સંતની સેવા કરવાવાળો માણસ એને ત્યાં  સાધુ કે કોઈ ભગત આવે તો એને મન ભાવતાં ભોજન કરાવે  , અને બની શકે તો થોડી  દક્ષિણા  પણ આપે  .
એક વખત એને ત્યાં એક ઠગ આવ્યો  .એ કહે હું અખંડ બાલ બ્રહ્મચારી છું  . હવે જે બ્રહ્મચારી હોય એ બ્રાહ્મણની પાસેથીજ  પૈસા લ્યે  કોઈ બીજી જાતિના લોકો પાસેથી  કશું ન લે  દેશીંગામાં   જે બ્રાહ્મણ હતા  એની પાસેથી પૈસા લઈને પછી ગોવિંદ ભાઈ લુહારના  ઘરે  પોતે જાતે રસોઈ બનાવે અને જમે  ભોજન સામગ્રી  ગોવિંદ ભાઈ લાવી આપે  .મારા સગાકાકા હરિકાકા  કોઈ બ્રહ્મચારી કે શુક્લ આવે એને ભેગો લઈને બ્રાહ્મણો પાસેથી પૈસા અપાવે  .  હરિકાકા  બહુ નિખાલસ દિલના  , આભડ છેટમાં  ખુબ માનનારા  અને બહુ વહેમી હતા  .મારા કાકા એટલે એમને હું મૂરખ તો નહિ કહું પણ બહુ ભોળા હતા , એમ કહીશ   . જયારે મારા જેઠા કાકા એ મારા બાપાના કાકાના દીકરા ભાઈ થાય  . એ બહુ ભારાડી માણસ  તે વહેમમાં જરાય ન માને મૂર્તિ પૂજામાં  પણ જરાય  નો માને   પણ એમનો ધંધો યજમાન  વૃતિનો એટલે યજમાનને  કેમ વધુ મૂરખ બનાવીને  પૈસા ક્ઢાવાય  એની આવડત વાળા ખરા  . કોઈને ભૂત વળગ્યું હોય ચુડેલ વળગી હોય એ કાઢી  મુકવાની પોતે વિદ્યા  જાણે છે  એવો દાવો કરે ખરા  .ગોવિંદભાઈને  જેઠા કાકા પ્રત્યે ઘણું માન  જેઠા કાકા  ગોવીદભાઈને  વહેમના ખાડામાં પડતા બચાવે  .
બ્રહ્મચારીએ  ગોવિંદ ભાઈને  એક વખત કીધું કે  તું મારી બહુ સેવા કરે છે એટલે  મારો વિચાર છે કે હું તુને સેવાના બદલામાં  માલામાલ કરી શકું એમ છું  , ગોવિંદ ભાઈને એવો વિચાર  ન આવે કે  તું મને  માલામાલ  કરવાની વાતો કરે છે  .  તો  તું પોતે કેમ  ભીખ માગતો ફરે છે  . તું જાતે માલામાલ  થઇ જાને ? ગોવીન્દ્ભાઈને  ઠગે (આવાને બ્રહ્મચારી કેવામાં  મારી શોભા નહિ )વાત કરીકે  હું તાંબા માંથી  સોનું બનાવી જાણું છું  .એક તોલાનું  સાચા  સોનાનું  મેળવણ નાખવાથી અને બીજી જડી બુટ્ટી  નાખવાથી  60 તોલા તાંબુ સોનું બની જાય છે  .  મારી પાસે જડીબુટ્ટી ખલાસ થઇ ગઈ છે એટલે  ગિરનારના  જંગલોમાં  જડી બુટ્ટી શોધવા જવું પડશે , એના માટે ખોદ કામ કરવા  મજુરને સાથે લઇ જવો પડે  વળી હું ગાડીમાં  બેસીને જાઉં  એના અને મજુરના ખર્ચ પેટે તું મને દસ રૂપિયા આપ  .એમ ગોવીન્દ્ભાઈને કહીને એમની પાસેથી દસ રૂપિયા  પડાવ્યા  . અને પોતે કાલે સાંજની ગાડીમાં આવી જશે  . એવું કહીને રવાના થયો  .એના ગયા પછી  . ગોવિંદભાઈ  જેઠા કાકાને મળ્યા  . અને તેમને  બધી વાત કરી   . જેઠા કાકા બોલ્યા  હું રાતે તારે ઘરે આવવાનો છું   .  અને પછી  ઠગની હું સોનું બનાવવાની  વિદ્યાને હું  એને   હું એક તોલા સોનામાંથી  500 તોલા સોનું બનાવવાની વિદ્યા શીખવી દઈશ  , એટલે તું એને મારા આગમનની વાત કરતો નહિ  . હું આવું ત્યારે ઠગને કહેજે કે આ કાકા બહુ ધાર્મિક માણસ છે અને સાધુ સંતની બહુ સેવા કરે એવા છે અને એની પાસે ઘણું સોનું છે  .  અને   તાંબાના વાસનો પણ પુષ્કળ છે  . એ બદ્ધાનું તમે એના માટે પણ સોનું કરી આપજો  . રાતે ઠગ આવ્યો  . અને ગોવિંદભાઇ ને કીધું  તારી ન્પાસે સોનું અને તાંબુ ત્યાર છેને ? ગોવિંદ ભાઈ કહે હા।  અને પછી થોડી વારે જેઠાકાકા  આવ્યા  . અને ઠગના પગમાં પડ્યા  . અને દંડવત પ્રણામ કર્યા  . ગોવિંદ ભાઈએ  જેઠાકાકાએ  શીખવ્યું હતું  . એવી  જેઠાકાકાની  ઓળખાણ  આપી  . પછી ઠગ  જપ કરવાનો ઢોંગ  કરતો  પલાંઠી  વાળીને બેઠો  . અને ત્યાં એક ભેંસને બાંધવાની સાંકળ  રીપેર કરાવવા આવી હતી  . તે લઈને  જેઠાકાકા  ઉભા થયા  .અને ભેર ભેર  બહુચર માતકી જય  બોલીને
ઠગને  મારી  ,ઠગ શું થયું એ વિચારે એ પહેલા  જેઠાકાકા એ બીજી ઠોકી  એટલે ઠગ ભોઈ  ભેગો થઇ ગયો  . કર્ગરિને હાથ જોડવા માંડ્યો  , અને જેઠાકાકાએ  માર માંથી  મુક્તિ આપી  .    પણ પોતે ઠગને ખુબ માર્યો  એની મહેનતના બદલામાં  ઠગ પાસે જે પૈસા હતા એ બધા પૈસા લઇ લીધા અને કાળી રાત્રે  પહેરેલે લુગડે કાઢી  મુક્યો   . બોલો  બહુચર માતકી જય