Daily Archives: ડિસેમ્બર 12, 2014

दुनियाको नफरतोंेने दोज़ख बनादिया ,जन्नतसा था जहाँ उसे जहन्नुम बना दिया .

ATT_1409284872051_image k3 [640x480]DSCN0953

મારો ગ્રાન્ડ kevin રાજીવ  એની નાનીને લઈને ક્યુબા એકાદ  વરસ પહેલાં   ગએલો  .રાજીવની મા અને નાનીનો  જન્મ ક્યુબામાં થએલો છે  .  અહી એને એક છોકરી મળી  .અને એની સાથે ઓળખાણ થઇ  .અને  એ ઓળખાણ વધુ પડતી પાકી થઇ અને છોકરી  કે જેનું નામ જનાઈ છે  .એનો જાદુ રાજીવ ઉપર છવાઈ ગયો  .અને રાજીવને  જનાઈ ઉપર પ્રેમ    વધુ પડતો થયો  .અને રાજીવે  જ્નાઈના  પેટમાં પોતાનું બીજ રોપ્યું  .રાજીવની ઉમર 29 વરસની છે આટલી ઉમરમાં  તે ઘણી છોકરીઓના  પરીચય માં આવેલો છે  . પણ કોઈ છોકરી ઉપર  જનાઈ જેટલો પ્રેમ ઉભરાણો નહિ  . એક ચીનની છોકરી હતી   . થોડો વખત તે છોકરી સાથે રહ્યો  . પણ તે કુટુંબને અનુકુળ  લાગી નહિ  . એટલે તેને જતી કરી  ,આ ચીની છોકરી એની સાથે રહતી હતી ત્યારે મેં  રમૂજમાં  રાજીવને કહેલું કે આ છોકરીને લઈને  તું મારે ઘરે આવતો નહિ  . કેમકે મારા બેક યાર્ડમાં  બિલાડી વ્યાણી છે  . આ છોકરી  આવશે તો બિલાડીનું એકેય  બચ્ચું  જીવતું નહિ બચે  રાજીવ ફ્લોરીડા રહે છે  .એ જયારે ચારેક વરસની ઉમરનો હતો  .  ત્યારે એના મા બાપ  સાથે  ન્યુ જર્સી રહેતો હતો  . અહી એને એક ચર્ચ તરફથી  ચાલતા  બાળ મંદિરમાં મુક્યો  .    અહી બધા  છોકરા  ગોરી ચામડી વાળા હતા  .રાજીવ એકલો ઘઉં વર્ણો હતો   .અહી એને છોકરા અને માસ્તર  સુધ્ધાં  તિરસ્કારની દૃષ્ટિ થી  જોતા  . આની  માઠી અસર  બાળક રાજીવ ઉપર પડી  રાજીવ રંગભેદની નીતિનો ભોગ બન્યો   .અને તેને ગોરી પ્રજા અને અમેરિકન સરકાર ઉપર  તિરસ્કાર આવ્યો  . ચર્ચના બાળમંદિર માં  જે એના મનમાં  તિરસ્કારનું બીજ રોપએલું  . તે રાજીવ જેમ જેમ મોટો થતો  ગયો   તેમ તેમ  બીજમાંથી અંકુર ફૂટીને છોડ થઈને  મોટું થવા માંડ્યું  .અને રાજીવને ગોરી પ્રજા ઉપર  નફરત પણ મોટી થવા લાગી  .આમ જોવા જઈએ રાજીવના સૌ થી મોટા ભાઈની વાઈફ  રશિયન છે તેનો દીકરો  રતુંબડા   વાળ વાળો ગુલાબી રંગનો ગોરો છે જેની ઉમર 5 વરસની છે  .બીજા ભાઈ ડેવિડની વહુ  ગોરી છે અને છોકરાં પણ  એની માના જેવાં ગોરાં છે  . રાજીવના બાપની કાકી ગોરી છે  .એનો દીકરો પણ ગોરો છે  . આબધાં  પોતાના અંગત સગાં હોવાથી  રાજીવને  તે ગોરાં હોવા છતાં રાજીવને ખુબ ગમે છે  .રાજીવ મને ઘણી વખત  કહેતો હોય કે  મારાં સંતાનોને હું  ગોરી ચામડીની મા આપવા માગતો નથી  .
રાજીવના મોટા ભાઈ કે જેની વાઈફ રશિયન ગોરી છે  . તેના પેટમાં જ્યારે દીકરો હતો ત્યારે મને  કહી દીધેલું કે  દાદા અમે તમને થોડા વખતમાં  ગ્રેટ ગ્રાન્ડ ફાધર બનાવવાના છીએ  . જ્યારે તેને ત્યાં દીકરાનો જન્મ  થયો ત્યારે મને  ઉપર છે એ ફોટા મોકલ્યા  અને કીધું  કે  માંરેત્યાં  દીકરાનો જન્મ  ડીસેમ્બર 2   2014  દિવસે બપોરે 1 વાગ્યે ક્યુબામાં થયો છે  .   અને જન્મ્યો ત્યારે તેનું વજન  8 પાઉન્ડ અને 8 ઓંસ હતું  , જેનું નામ પ્રથમનું  kevin  રાજીવ જોશી અને સેકંડ નામ  જુનિયર આતાઈ  રાખ્યું છે  . વિનોદભાઈ પટેલને મેં જ્યારે   મારા ગ્રેટ ગ્રાન્ડ સનના  જન્મના આનંદ દાયક સમાચાર આપ્યા  તેઓએ  કીધું આતાને  ઘેર  આતો  આવ્યો  .અને મેં કીધું   आताके घर आता आया जय कनैया  लालकी   .  વાઇફ  શ્યામ વર્ણ  ની છે  . પણ પ્રેમને  રંગ ભેદ જાતી ભેદ ધર્મ ભેદ  દેશભેદ ઉમર ભેદ કંઈ નડતું નથી  . એક પંજાબી વાક્ય યાદ આવ્યું
लोकी आख्या मजनुनु  तेरी लयली रंगदी काली     आग्गा  मजनूने जवाब दित्ता  जेडी  मन दिल अरपवे वो गोरी होव या काली  ભાવાર્થ:-  લોકોએ મજનુને કીધું કે  તારી લયલા કાળા  રંગની છે  . મજનુએ જવાબ દીધોકે  જે પોતાનું મન અને શરીર અર્પણ  કરી દ્યે  એ કાળી  હોયકે ગોરી શું ફેર પડવાનો છે  .
તિરસ્કારના  બહુ ગંભીર પરિણામો આવ્યા છે એના અનેક દાખલા છે  . એક દાખલો આપું છું  . ધંધુકા તાલુકાના ગામ  રાણપુર માં  મોલેસલામ ગરસીયાઓની વસ્તી છે. તે લોકો મુસલમાન ધર્મ પાળે છે  .પણ તેઓ નાં નામ રજપૂતો જેવાં છે   . કેમકે તેઓને નફરતના કારણે મુસલમાન થવું પડ્યું  .અહં વર્ષો પહેલા ની વાત છે  સિંધમાં  સુમરા જાતિનો મુસલમાન રાજા હતો  તેના લશ્કર નો  સેના પતિ જત જાતિનો મુસલમાન હતો  . તેની એક ખુબ સુરત જુવાન દીકરી હતી  . તેના ઉપર સુમરા રાજાની દાનત બગડી  તેને જત સેનાપતિને કીધું કે  તારી  દીકરીને મારી સાથે પરણાવી દે  મને પરણાવી દે  જત બહુ ખમીર વંતી પ્રજા છે  . પંજાબમાં  જટ્ટ કહે છે  આ જટ્ટ પંજાબમાં ત્રણ  જાતિના છે  શીખ હિંદુ અને મુસલમાન  અંગ્રેજીના  લખાણ પ્રમાણે  આપણે જાટ બોલીએ છીએ
જત સેનાપતિ  પોતાની આબરૂ અને સ્વમાન ખાતર પોતાના અમુક માણસો અને દીકરીને લઈને  સિંધમાંથી ભાગી છૂટ્યો  .સુમરાના ભયથી એને કોઈએ આશરો આપ્યો  નહી પણ મુળી ગામના પરમાર રજપૂતોએ આશરો આપ્યો  . જે દીકરી ખાતર
પોતે સિંધ છોડી દીધો  .એ દીકરીને વિરમગામ બાજુ  કોઈ અજાણ્યા સ્થળે  મોકલી આપી જ્યાં દીકરીએ આપઘાત કરીને પ્રાણ ત્યાગ કર્યો  .
અને પરમાર રજપૂતોએ સુમરા રાજા સામે ભાથ ભીડી  જબરી લડાઈ થઇ  . પણ આખર
પરમારો હાર્યા અને પરમારનો જે રાજા હતો તે હાલાજીને સુમરા રાજા કેદી બનાવીને લઇ ગયો  .અને એવું કહેવડાવ્યું કે લડાઈના ખર્ચ પેટે અમુક રકમ આપો તો હાલાજીને છોડીએ  હાલાજીના  ભાઈ  સુરેન્દ્ર સિંહ  પાસે   સુમરાની  માગણી જેટલા પૈસા નોતા એટલે એ મામદ બેગડા પાસે પૈસા લેવા ગયો  . મામદ બેગડાએ કીધું કે   હું એશરતે પૈસા   આપું કે  જ્યાં સુધી તમે મને પુરા પાસા ન આપી શકો ત્યાં સુધી હાલાજી અમારી પાસે  અમારા માનવંતા  મહેમાન તરીકે રહે  મામદ બેગડાએ  હાલાજી માટે ચુસ્ત  મરજાદી પાકો બ્રાહ્મણ  રસોયા તરીકે રાખ્યો  . અને બીજા  નોકરો હાલાજીની સેવા માટે  રાખ્યા  . જ્યારે સુરેન્દ્ર સિહ પાસે  પૈસાni સગવડ થઇ ત્યારે  મામદ બેગડાને પૈસા આપી પોતાના ભાઈને છોડાવીને ઘરે આવ્યો  .  જમવા માટે  સૌ  પોતપોતાના સ્થાને બેઠા પણ સુએન્દ્ર સિંહની ભાભીએ  હાલાજીને દુર બેસાડ્યા  ભાભી મને કેમ દુર બેસાડ્યો ભાભી બોલી  તમે ઘણો વખત  મુસલ માનને ત્યાં રહ્યા એટલે તમે વટલાઈ  ગયા એટલે તમને સહુ સાથે ન બેસાડાય  હાલાજીએ ઘણી દલીલ કરી પોતાના માટે  સુરેશ જાની જેવો પાકો બ્રાહ્મણ  રસોયા તરીકે રાખેલો પણ ભાભી માની નહિ  .એટલે હાલાજી ભૂખ્યે પેટે  મામદ  બેગડા પાસે ગયો અને પોતાની કથની સંભળાવી  બેગડે કીધું કે અમારા માટેતો તમે રાજ્પુતજ  છો    પણ અમે તમને મુસલમાન તરીકે સ્વીકારીએ છીએ   અમે તમારી દીકરીયુંને  અમારા દીકરા ઓ   સાથે લગ્ન કરીશું પણ તમને અમારી દીક્રુને પરણાવીશું નહિ  , હાલ આવા રજપૂતો મોલેસલામ ગરાસીયા તરીકે  ઓળખાય છે પોતાના નામો રાજપૂત જેવાં રાક્યા છે  .લગ્ન માટે બ્રાહ્મણ  પાસે મુહુર્ત કઢાવે છે અને કાજી આવીને નિકાહ પઢાવી જાય છે ,દેશીંગા દરબારની વાઈફ  પ્રતાપબા  હમીર સિંહ   આમોદની મોલેસલામ  હતી
.