

એક યહુદીનો રાબાઈ અને એક હિન્દુનો ધર્મ ગુરુ , યહુદીનું નામ મોજીસ ,અને હિન્દુનું નામ ઉર્ધ્વ , બંને વચ્ચે ગાઢી મિત્રતા ,બંનેના કુટુંબ પડોશમાં રહે ,એટલે નાનપણથીજ ,મોજીસ અને ઉર્ધ્વ વછે પાકી દોસ્તી .ઉર્ધ્વ આભેદ છેટ્માં જરાય માનતો નહિ
બંને એક બીજાના ઘરે જ્મી લ્યે .ફરક એટલોકે મોજીસનું કુટુંબ માંસાહારી અને ઉર્ધ્વનું કુટુંબ શાકાહારી એટલે જમવામાં કાળજી રાખવી પડતી . ઉર્ધ્વ ની વિશિષ્ટ પ્રકારની ચાલવાની ઢબ હતી .માણસ સાઈકલ ઉપર જતો હોય ત્યારે એનું શરીર ઊંચા નીચું નોથાય પણ પેદલ ચાલનારનું શરીર ઊંચા નીચું થાય ખરું .પણ આ ઉર્ધ્વની ચાલ એવી કે એ ચાલતો જતો હોય તોય સાઈકલ ઉપર જતો હોય એવું લાગે . બીજું ઉર્ધ્વ નાનો હતો ત્યારે એવી વાતો કરતો કે હું જ્યારે મોટો થઈશ ત્યારે મારા બાપા પહેરે છે .એવી પંડિત જેવી પાઘડી પહેરીશ ,
સમયને જતા વાર લાગતી નથી .બંને જણા મોટા થયા ,ધંધાર્થે જુદે જુદે ઠેકાણે રહેવા જતા રહ્યા . મોજીસના લગ્ન થઇ ગયાં ,મોજીસ એક દીકરાનો બાપ થઇ ગયો .અને એવી રીતે ઉર્ધ્વ પણ બાળ બચ્ચાં વાળો ગૃહસ્થી થઇ ગએલો .ઉર્ધ્વ વિરમગામ પાસેનાં નાનાં ગામડામાં રહે .અને મોજીસ અમદાવાદ રહે .સંજોગો એવા હતા કે ત્રીસ ત્રીસ વરસનાં વાણાં વાઈ ગયાં પણ એક બીજાને મળવાનો મોકો મળેલો નહિ કે પત્ર વહેવાર પણ થએલો નહિ .
એક વખત ઉર્ધ્વ ને લગ્ન પ્રસંગે નડિયાદ જવાનું થયું ,એટલે એ નડિયાદ જવા માટે બસમાં બેસીને રવાના થયો .વચ્ચે અમદાવાદ બસ ઉભી રહી અચાનક મોજીસે ઉર્ધ્વ ને જોયો .એની ચકરી પાઘડી અને ચાલ ઉપરથી મોજીસે ઓળખી લીધો કે આ ઉર્ધ્વ છે .મોજીસ ઉર્ધ્વને એકદમ ભેટી પડ્યો .ઉર્ધ્વ હેબતાઈ ગયો કે આ કોણ મને બાથે વળગી ગયો .પછી એક બીજા વચ્ચે ઓળખાણ થઇ મોજીસે ઉર્ધ્વને કીધું કે હવે મારે ઘરે ચાલ ઉર્ધ્વ કહે મારે નડીયાદ જવું બહુ જરૂરી છે .માટે હાલ હું તારે ઘરે નહિ આવી શકું ,વળી કોઈ વખત તારે ઘરે હું ખાસ આવીશ . મોજીસ કહે પછીની વાત પછી પણ આજ તુને હું મારે ઘરે લઇ જવા વગર રહેવાનો નથી . તું જોતો ખરો મારો પાંચ વરસનો દીકરો સેમસન તુને જોઇને કેટલો વધો રાજી થશે .સેમસનને તો મહેમાન બહુજ ગમે છે .એ મેમાન ને જોઇને એની વાહે વાહે ફરે છે .જમવા પણ એના ભેગો બેસી જાય છે .
મોજીસના આગ્રહને આધીન થઇ .ઉર્ધ્વ મોજીસને ઘરે ગયો .મોજીસની વહુએ લીંબુ વરીયાળી નાખીને શરબતનો મોટો ગ્લાસ ભરીને ઉર્ધ્વને
પીવા આપ્યો . પછી પોતે રસોઈ તૈયાર કરવા રસોડામાં ગઈ .સેમસન ઉર્ધ્વના ખોળામાં બેસી જાય એની ચકરી પાઘડી પોતાના માથા ઉપર મૂકી દ્યે .ઉર્ધ્વને સેમસનની આવી હરકતોથી કંટાળો આવતો હતો પણ તે કંઈ બોલી શકતો નોતો .પણ ઉર્ધ્વને સેમસન ઉપર ઘણી ખીજ ચડતી હતી ,
પછી મોજીસની વહુએ સૌ ને જમવા બોલાવ્યા .સેમસન ઉર્ધ્વ ના ભાણા માં જમવા બેસી ગયો .શીરો પૂરી અને ભીંડાનું શાક પીરસાઈ ગયું .અને ભજીયાં ગરમ ગરમ મોજીસની વહુ પીરસતી જતી હતી .સેમસન શીરો ઝડપથી ખાવા માંડી ગયો .ઉર્ધ્વનો ખાવાનો વારોજ આવવા નાદે ઉર્ધ્વ સેમસન ઉપર ની દાઝથી સમ સમી ગયો હતો .એક વખત ગરમા ગરમ ભજીયાં આવ્યાં .ઉર્ધ્વે સેમસનનો હાથ પકડીને ગરમ ભજીયાં ઉપર મસળવા માંડ્યો .સેમસન ચીસો પાડવા માંડ્યો કે મારો હાથ મેમાન કાકાએ દ્ઝાડ્યો .પોતાના વહાલા દીકરાની કરુણ ચીશોથી મોજીસ અને એની વહુનું હૃદય વલોવાય ગયું . બંનેને ઉર્ધ્વ ઉપર બહુ ગુસ્સો આવ્યો .એને ઉર્ધ્વના બંને હાથ બાંધી કકળતા તેલમાં ઘાલવા ગયાં ઉર્ધ્વ કરગરવા માંડ્યો કે હું તમારી ગાય છું મને માફ કરી દ્યો .મોજીસ બોલ્યો અમે હિંદુ નથી ,અમે તો ગાયને ખાઈ જવા વાળા છીએ ગમે તેમ તોય તું મારો મિત્ર છે એટલે તુને મારી નહિ નાખું પણ તે મારા દીકરાનો એક હાથ દજાડ્યો છે એટલે અમારા શાસ્ત્ર પ્રમાણે કોઈ તમને આંદ્ગલીનો ખોદો મારે તો તેનું કાંડું કાપી નાખવું .તમારો કોઈ એક માણસ મારી નાખે તો તમારે એના દસ માણસો મારી નાંખવાં .એમ કહી મોજીસે ઉર્ધ્વ નાં બંને હાથના પંજા કકળતા તેલમાં બોળી દીધા . અને પછી ઉર્ધ્વને કીધું બોલ તુને તારે ઘરે મૂકી જાઉં કે નડિયાદ તું મારો મિત્ર છે અને રહેવાનો છો આતો તે મારા અભોર બાળકને ક્રુરતાથી દજાડ્યો એનો મેં એક નાનકડો બદલો લીધો છે .
Like this:
Like Loading...
Related
સુંદર
બદલીને કેવા વિચાર બદલો છો તે…
ध्यायते विषयां पुंसः संगस्तेषूपजायते. संगात्संजायते कामः कामात् क्रोधोभिजायते क्रोधात् भवति सम्मोहःसम्मोहात् स्मृतिविभ्रमः. स्म्रुतिभ्रम्शात बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति યાદ આવે દાદા ધર્માધિકારીઃ વૈચારિક સ્વતંત્રતાના આશક-આરાધક
વક્રતા લાગે, છતાં હકીકત છેઃ ગાંધી – અને ખાસ તો ગાંધીવાદીઓ- હવે દારૂબંધી અને લઠ્ઠાકાંડ સંદર્ભે જ યાદ આવે છે. ગાંધી પ્રત્યે આદર અને ગાંધીવાદીઓની એલર્જી ધરાવનારા લોકોની કમી નથી. કેટલાક ગાંધીવાદીઓ ઢળતી ઊંમરે પોતાની અને પોતાના ‘સહધર્મીઓ’ની નિષ્ફળતાઓ જોતા-સ્વીકારતા પણ થયા છે. ગાંધીવાદીઓના આ સામાન્ય સમુહમાંથી જુદું તરી આવતું એક નામ એટલે દાદા ધર્માધિકારી.
ત્રણ પેઢીના સંગ્રામના સાક્ષી
શંકર ત્ર્યંબક ધર્માધિકારી તરીકે જન્મેલા દાદા વીસમી સદીનાં એવાં જૂજ પાત્રોમાં સ્થાન ધરાવે છે, જે ભારતની આઝાદીના તેમ જ આઝાદી પછીના જનસંઘર્ષોમાં પણ ઉંડા રસથી અને વિચારધારાઓના વહેણમાં તણાયા વિના સંકળાયા.
કોંગ્રેસી નેતાઓ આઝાદી પછી સત્તા સેવવામાં પડી ગયા ત્યારે રામમનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદીઓ અને વિનોબા જેવા ગાંધીના ઉત્તરાધિકારી ઠરીને બેસે નહીં એ સમજાય, પણ ગાંધીના આગ્રહથી ધારાસભાની ચૂંટણી લડેલા અને બંધારણસભાના સભ્ય બનેલા દાદા ધર્માધિકારીમાં એવું તે શું હતું કે તે સત્તાની સુંવાળપથી દૂર રહ્યા?
સીધોસાદો જવાબ છેઃ સ્વતંત્ર બુદ્ધિ અને કોઇના અનુયાયી બન્યા વિના, પોતાની બુદ્ધિને જે ઠીક લાગે તે દિલથી અપનાવવાની તત્પરતા. એ જ કારણથી વિનોબાએ તેમને (પંડિત મંડનમિશ્રના નામ પરથી) ‘ખંડનમિશ્ર’ જેવું ઉપનામ આપ્યું હતું! આ ગુણને કારણે જ ૧૯૨૦ના નાગપુર કોંગ્રેસ અધિવેશન વખતે ૨૧ વર્ષના, બીજા યુવાનો જેવા જ તોફાની, હોસ્ટેલની દીવાલ કૂદીને રાત્રે નૌટંકી જોવા જનારા, મેટ્રિકમાં બે વાર નાપાસ થયેલા, ઉત્તમ વક્તા તરીકે જાણીતા શંકર ધર્માધિકારી ગાંધીજીથી ચળ્યા નહીં. મિત્રો સાથે ગાંધીજના ઉતારે ગયેલા શંકર ધર્માધિકારી સાથે ગાંધીજીએ ઘણી વાતો કરી. પણ શંકરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીઘું,‘તમે મને સમજાવવામાં અને મારૂં પરિવર્તન કરવામાં સફળ થયા નથી. છતાં, તમે કહો છો કે તલવાર વિના સ્વરાજ્ય આવી શકે અને અસહકાર સફળ થઇ શકે, તો હું તમારી પાછળ આવવા તૈયાર છું. મારી જિંદગીનું કંઇ એટલું બઘું મહત્ત્વ નથી કે તેને હું સાચવતો ફરૂં.’
ત્યાર પહેલાં એક પરિચિતના ઘરે શંકરની મુલાકાત ક્રાંતિકારી રાસબિહારી બોસ સાથે થઇ હતી. બોસ હિંસાની ફિલસૂફીમાં માનતા હતા અને એક વાઇસરોય પર બોમ્બ ફેંકવામાં તે સામેલ હતા. તેમણે આઘ્યાત્મિક સંસ્કારની વાત કરી અને ‘અમારા એક હાથમાં બોમ્બ છે, તો બીજા હાથમાં ગીતા છે’ એવી વાત કરી, ત્યારે પણ શંકરે આદરપૂર્વક કહી દીઘું હતું કે ‘બોમ્બનો પ્રયોગ આઘ્યાત્મિક ચીજ નથી અને એ બાબતમાં હું તમારી સાથે સંમત નથી.’ એ વખતે શંકરની ઊંમર માંડ ૧૫ વર્ષની હતી.
દાદા ધર્માધિકારીનાં આત્મકથાનક લખાણોના કાન્તિ શાહે કરેલા ગુજરાતી અનુવાદ ‘મનીષીની સ્નેહગાથા’માં નોંધાયા પ્રમાણે, દાદા ગાંધીજીની સાથે દાંડીકૂચમાં સામેલ થવા પણ ઇચ્છતા હતા. ગાંધીજીએ તેમને સામેલ કર્યા નહીં. એટલે તેમની ઇચ્છા અધૂરી રહી.
વર્ધા (મહારાષ્ટ્ર) બજાજવાડીમાં ગાંધીજીના કેટલાક સાથીદારો સાથે રહેતા દાદા ધર્માધિકારીએ આઝાદી પછી વિનોબાના ભૂદાનયજ્ઞમાં સક્રિય સહયોગ આપ્યો અને ‘લોકનાયક’ જયપ્રકાશ નારાયણ સાથે પણ સતત સંપર્કમાં રહ્યા.
વર્ષો પહેલાં એક કાર્યક્રમમાં લોકમાન્ય તિલકને તેમણે પૂછ્યું હતું,‘લોકમાન્ય બનવા માટે શું કરવું જોઇએ?’ ત્યારે તિલકે જવાબ આપ્યો હતો,‘લોકમાન્ય બનવાનો એક જ રસ્તો છે. લોકમાન્ય બનવાની આકાંક્ષા છોડી દો!’ દાદા ધર્માધિકારીએ જાણેઅજાણે એ શબ્દોનું પાલન કર્યું. શક્ય હોય ત્યાં સુધી હોદ્દાથી અને સત્તાથી દૂર રહ્યા. સ્વરાજ મળતાં પહેલાં ૧૯૪૬ની ચૂંટણીમાં તેમનું નામ મૂકાયું, ત્યારે દાદાએ ગાંધીજીને એક લાંબો પત્ર લખીને પોતાની ઉમેદવારી રદ કરવા જણાવ્યું, પણ ગાંધીજીએ તેમને લખ્યું,‘બધા મિત્રો કહે છે એટલે વગર મહેનતે એસેમ્બલીમાં જઇ શકતા હો તો ચાલ્યા જાવ- એમ સમજીને કે મખમલની ગાદી પર બેસવા નહીં, પણ કાંટાની ગાદી પર બેસવા માટે…’ આટલેથી સમાધાન ન થતાં તેમણે દાદાને રૂબરૂ બોલાવીને કહ્યું કે ‘તું જવા નથી માગતો, તેને તો હું તારી યોગ્યતા માનું છું. આવા લોકોએ તો જરૂર જવું જોઇએ.’
લોકશાહીના વિરોધાભાસનો અહેસાસ
દેશનું બંધારણ રચનારી સભામાં દાદા ધર્માધિકારી સભ્ય બન્યા, પરંતુ તે લોકશાહી કે આઝાદી વિશે ગુલાબી ખ્યાલોમાં ન હતા. સ્વરાજ અંગ્રેજોના રાજ કરતાં ચડિયાતું હશે એવું તેમને ત્યારે પણ લાગતું ન હતું. અંગ્રેજો દ્વારા આ દેશમાં આવેલાં શિક્ષણના અધિકાર, બંધારણીય સમાનતા અને લોકશાહીની ચેતના જેવાં તત્ત્વ ભારતમાં પાંગરી શક્યાં નહીં તેનો તેનો તેમને પૂરો અહેસાસ હતો. તેમના શબ્દો ટાંકીએ તો, ‘આપણા દેશનો કંગાળ, નિઃશસ્ત્ર અને મામૂલી માણસ દિલ્લીના સિંહાસનનો માલિક બની ગયો તેની ખુશી હતી, પણ દિલ્લીનો શહેનશાહ બનવા છતાં તે લાચાર, વિવશ અને અભાવગ્રસ્ત જ રહી ગયો’ તેનો ખટકો પણ હતો. તેનું કારણ દાદાને એ લાગતું હતું કે ‘હકૂમત એની થઇ ગઇ, પણ દોલત એની થઇ નહીં. એ રાજા બની ગયો, પણ માલિક ન બન્યો. તખ્ત અને તાજ એનાં થઇ ગયાં, પણ જમીન એની ન થઇ.’
સંસદીય પ્રકારની લોકશાહીમાં લોકસભાને સર્વોપરી ગણવા અંગે પણ દાદાને કચવાટ હતો. તેમણે લખ્યું હતું કે ‘લોકસભા સર્વસત્તાધીશ સંસ્થા છે તે વિચાર મારી દૃષ્ટિએ ખતરનાક છે. આ તો બહુમતિ પણ નથી…પરંતુ સર્વાનુમતિ પણ હંમેશાં ન્યાયોચિત જ હોય એમ થોડું કહી શકાય? …સંસદમાં સર્વાનુમતિએ માન્ય કરવામાં આવેલો પ્રસ્તાવ પણ જો માનવીય મૂલ્યોથી વિપરીત હોય તો એ બાબતમાં હું સંસદની સત્તા આખરી માનવા હું તૈયાર નથી…સર્વાનુમતે પણ જો અન્યાયકારી હોય તો તે પ્રમાણરૂપ નથી, એ ગાંધીજીના સત્યાગ્રહનું તત્ત્વજ્ઞાન છે.’
દાદાની કલ્પનાના બંધારણમાં 3 બાબતોનું મહત્ત્વ સૌથી વઘુ હતું ૧) જ્ઞાતિસત્તાનો અંત ૨) સંપ્રદાયવાદનો અંત. આ મુદ્દે તે પાછળથી વિનોબાનું એક પ્રવચન ટાંકતા હતા. વિનોબાએ કહ્યું હતું કે કોઇ પણ વ્યક્તિનો જન્મજાત ધર્મ ન હોવો જોઇએ. જેમ ૧૮ વર્ષે માણસને મતાધિકાર મળે છે, તેમ ૧૮ વર્ષની ઊંમરે માણસને પોતાની ઉપાસનાનો માર્ગ પસંદ કરવાનો અધિકાર મળવો જોઇએ. ૩) ગરીબ-અમીરના ભેદનો અંત. દારૂબંધી વિશે દાદા માનતા હતા કે ‘જ્યાં સુધી સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો ન થાય, ત્યાં સુધી દારૂબંધી જેવા સુધારાઓને પોષણ મળતું નથી અને તેમનાં મૂળીયાં ઉંડાં ઉતરતાં નથી.’
લોકશાહીના ‘લોક’ને માલિક બનાવવાની ઝુંબેશ
ગાંધીજીની વિદાયનાં ચાર વર્ષ પછી વિનોબાએ ગાંધીવિચાર પોતાની રીતે અને બદલાયેલા સંદર્ભે આગળ વધારવા માટે ભૂદાનયજ્ઞ જેવો મૌલિક કાર્યક્રમ હાથ ધર્યો. તેમાં ભૂમિહીનોને જમીનની માલિકી અપાવવાની વાત હતી. ભૂદાનયજ્ઞથી ગરીબોને જમીનની માલિકી મળતાં લોહી રેડાયા વિના કે ખટરાગ થયા વિના અહિંસક અને પ્રેમાળ ક્રાંતિ સર્જાશે, એવો વિશ્વાસ દાદા ધર્માધિકારી જેવા સ્વતંત્ર બુદ્ધિ ધરાવતા માણસોને પણ બંધાયો હતો. વિનોબા પગપાળા ચાલીને યાત્રા કરતા, ગામેગામ જમીનો મળતી, વિનોબાનાં પ્રવચનો થતાં. તેમાં રામાયણ-ભાગવત અને વેદ-પુરાણથી માંડીને શેક્સપિયર-વર્ડ્ઝવર્થ સુધીના વિષયો આવી જાય. વિનોબાનો અભ્યાસ ઉંડો અને વ્યાપક હતો, પણ તે કેવળ પાંડિત્ય ડહોળવા માટે ન હતો. વર્ષો પહેલાં દાદા ધર્માધિકારી બીજી પ્રવૃત્તિ છોડીને વેદાંત અને ભારતીય સંસ્કૃતિના આધારરૂપ ગ્રંથોનો બાકાયદા અભ્યાસ કરવા ગયા, ત્યારે વિનોબા તેમને વારંવાર પત્રમાં લખતા,‘બધા તત્ત્વજ્ઞાનનો વિચાર જીવનની દૃષ્ટિએ કરો. પાંડિત્ય માટે અઘ્યયન કરવામાં ફાયદો નથી.’ તેમણે દાદાને સમાજથી અળગા બનીને પોતાના એકદંડિયા મહેલમાં કેદ થઇ જતા પંડિત બનતાં અટકાવ્યા હતા.
કોઇ પણ અસાધારણ વ્યક્તિને ‘દૈવી’ સ્વરૂપ આપવાની ખાસિયત ધરાવતા ભારતીય જનસમાજમાં વિનોબાની સરખામણી જમીન માગનાર વામન અવતાર સાથે થઇ રહી હતી. બીજી તરફ, સર્વોદયીઓને મહેણાંટોણાં મારનારા પણ ઓછા ન હતા. એક મિત્ર દાદા ધર્માધિકારીને કહેતા,‘તમારે તો ઠીક છે! જીતો તો મિનિસ્ટર, હારો તો ગવર્નર, નિવૃત્ત થાવ તો વાઇસ ચાન્સેલર અને કંઇ ન બચે તો સર્વોદય તો છે જ!’
દાદા ધર્માધિકારી ૧૯૩૮થી ‘સર્વોદય’ માસિકનું સંપાદન કરતા હતા. તે માનતા હતા કે સર્વોદય કોઇ ધર્મગ્રંથ કે મહાપુરૂષ (ગાંધી/વિનોબા)થી સ્વતંત્ર એવો જીવનદર્શનનો સંદેશ હતો. છતાં, તેનું સંગઠન થવાને કારણે સર્વોદય જાણે અલગ સંપ્રદાય હોય એવી છાપ ઉભી થઇ. પોતાની લાખ અનિચ્છાએ પણ ‘ગાંધીવાદના ભાષ્યકાર’ તરીકે જાણીતા બનેલા દાદાએ લખ્યું હતું,‘મારે મન સર્વોદય એટલે જીવનનું સમગ્ર, સંવાદી અને સમન્યવયાત્મક દર્શન’. એ માનતા હતા કે વિનોબા ગાંધીના અનુયાયી નહીં, ઉત્તરાધિકારી હતા. તેમણે ગાંધીનો વિસ્તાર કર્યો અને પ્રસ્તુત કર્યા.
વિનોબા પ્રત્યે અપાર આદર ધરાવવા છતાં ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેમણે પત્ર લખીને પોતાનાં મંતવ્યો જણાવ્યાં હતાં. વિનોબાએ કટોકટીને ‘અનુશાસન પર્વ’ ગણાવ્યું હતું, પણ દાદાએ તેને ‘આતંક પર્વ’ અને ‘દમન પર્વ’ તરીકે ઓળખાવ્યું. જયપ્રકાશ નારાયણની મર્યાદાઓથી પણ તે પરિચિત હતા. છતાં મતભેદોએ તેમની વચ્ચેના આદરમાં ઘટાડો કર્યો નહીં.
સ્વતંત્ર વિચારસરણીને લીધે અનેક યુવક-યુવતીઓના પ્રિય બની રહેલા દાદા ધર્માધિકારી ઉત્તરાવસ્થામાં ઓળખનું વઘુ એક છોગું ઉમેરાયું. તેમના પુત્ર ન્યાયાધીશ ચંદ્રશેખર ધર્માધિકારીના પિતા તરીકે તે ઓળખાવા લાગ્યા. દાદાનાં પત્ની આઝાદીના આંદોલનમાં જેલવાસ દરમિયાન દિમાગી સંતુલન ખોઇ બેઠેલાં. છતાં, દાદાએ પોતાના જીવનનું અને વિચારોનું સંતુલન ખોરવાવા દીઘું નહીં.
દાદા રમૂજમાં પોતાની જાતને મઘ્યમપદલોપી તરીકે ઓળખાવતા હતા. એ કહેતા કે ‘મારા પિતા ન્યાયાધીશ, પુત્ર ન્યાયાધીશ. પણ મારી બાબતમાં ન્યાયાધીશપદનો લોપ છે!’ હકીકતે, દાદા પરાધીન અને સ્વતંત્ર ભારતની અનેક પેઢીઓને જોડતી કડી સમાન બની રહ્યા. ૧૯૮૫માં તેમની વિદાયથી ગાંધીવાદ-ભૂદાન-વિનોબા-જયપ્રકાશને વર્તમાન સાથે સાંકળતી મહત્ત્વપૂર્ણ કડીનો લોપ થયો.
વિચારક્રાંતિ પુસ્તક જરુર વાંચશો/વિચારશો/પચાવશો
……………………………………………………………..
બદલો પર રમુજ યાદ આવી
રમેશનુ ઓપરેશન થવાનુ હતુ. ઓપરેશન થિયેટરમાં જતા પહેલા તેને પોતાની પત્નીને કહ્યુ – જો મને કંઈ થાય તો તુ કેમે કરીને આ જ ડોક્ટર જોડે લગ્ન કરજે, તો જ મારા આત્માને શાંતિ મળશે.
પત્ની – તમે આવુ કેમ કહો છો ?
રમેશ – કારણ કે તેને મારુ ઓપરેશન બગાડ્યુ તો તેની સાથે બદલો લેવાનો આનાથી વધુ સારો કોઈ ઉપાય નથી.
સોચ કો બદલો સિતારે બદલ જાયેંગે, દિશા બદલો કિનારે બદલ જાયેંગે
દાદા ધર્માધિકારી જેવાની અત્યારે તાતી જરૂર છે .
Pingback: ( 546) અમેરિકામાં વૃદ્ધ જનો સાથેના મારા અનુભવો …..આતાજી / વર્લ્ડ સ્માઈલી ડે | વિનોદ વિહાર
સાચો મિત્ર હોય એ નજીવી બાબતમાં આટલી મોટી સજા કરે એ નવાઈની વાત કહેવાય .
મોજીસ પુત્ર પ્રેમને લીધે મિત્ર પ્રેમ ભૂલી ગયો અને એની જાત ઉપર ગયો -તમારો કોઈ એક માણસ મારી નાખે તો તમારે એના દસ માણસો મારી નાંખવા ! ઈઝરાઈલ હાલ એ જ કરી રહ્યું છે .
પ્રિય વિનોદ ભાઈ
યહૂદી ધર્મ એનાજ ધર્મમાં ઉત્પન્ન થએલા ઇસુ ખ્રિસ્તે નવો ધર્મ ચાલુ કર્યો .
કેટલાક યહૂદી ધર્મના સીન્ધાંતો ચાલુ રાખ્યા પણ ક્રૂરતાની માન્યતાઓ કાઢી નાખી .,ઈસુએ એવી વાત મૂકી કે તમને કોઈ એક ગાલ ઉપર થપ્પડ મારે તો તેની આગળ તમારો બીજો ગાલ ધરવો અને કહેવું કે આ ગાલ ઉપર પણ થપ્પડ માર ..
જયારે ભારતીય સંસ્કૃતિ એવું કહે છે કે (ભીષ્મ ,વિદુર ,ચાણક્ય .)જે અન્યાયી હોય ત્રાસ દાયક હોય આપણી પ્રગતિને રૂંધ્નાર હોય એવો ભલે ભાઈ હોય તોપણ એને વિના સંકોચે મારી નાખવો જોઈએ . ખ્રિસ્તી ધર્મ વાળા અમેરિકાએ જયારે વર્ડ મશહુર ન્યુયોર્કના બે ઊંચા મકાનો તોડી પાડ્યા ત્યારે એને એવું નો કીધું કે શિકાગોમાં બે મિનારા છે . એ તોડી નાખો . એ ણે આ ઇસુ ખ્રિસ્ત વાળા બીજા ગાલ ઉપર થપ્પડ મારવા વાળા સિદ્ધાંતો નેવે મુક્યા અને ભીષ્મ પિતામહ વાળા સિધ્ધાંત નો અમલ કર્યો . અને આપણે જાણીએ છીએ એમ અફઘાનિસ્તાન અને અલકાયદા વાળાની દશા બગાડી નાખી .
વાહ,દાદા વાહ.મઝા આવી.આપના બ્લોગની હવે નિયમીત મુલાકાત લઈશ.