મારે તુને બાવાનેજ દઈ દેવી છે . ભલે તું ગામડે ગામડે ભટક્યા કર

Golden Bride[2]ગિરનારની છાયામાં ગામડાના માણસો બહુ ઉદાર નિખાલસ ,અતિથિનું  ભાવ ભરેલું સ્વાગત કરનારા હોય છે એવું મનાય છે .જલારામની જગ્યામાં ,સતાધારની જગ્યામાં ,વગેરે ઘણે ઠેકાણે જમવાનું  કોઈબીને મફત આપવામાં આવે છે .જલારામની જગ્યામાં ઘણા વખતથી એવું બોર્ડ લાગેલું છે કે  “કોઈએ દાન આપવું નહી .” અહી કેટલાય મફતનું ખાનારા પડ્યા પાથર્યા રહે છે .સોરઠ સાધુ ,બાવા,ફકીર વગેરેને બહુ માં આપે છે .એટલે આનો લાભ લઈ  ઘણા ધુતારાઓ  સાધુ વેશે ફરતા હોય છે .એક છંદ લખું છું

પૈસેકે કારન ઢોલ બજાવત પૈસેકે કાજ બજાવત બાજા ,

પૈસેહીકે લિએ પૈર  દબાવત  રંક કું  કેહત હૈ તું મહારાજા

પૈસે બીના કોઈ  કહે  નહી  આજારે આજા

“આતાઈ ” કહે  એક સોરઠ મેં બીનું પૈસે  કહે ભાઈ રોટી  તું ખાજા

જલારામે સાધુની માગણી ઉપર પોતાની પત્ની  સાધુની સેવા માટે આપેલી પણ કહેવાય છે કે આ સાધુ વેશમાં  ભગવાન પોતે હતા .

એક નજીકના ગામડામાં પતિ પત્ની વચ્ચે  ઘરેણા બાબત ઝઘડો થયો .આપણે  સૌ ને  આ અનુંભવ છે .મારો એક લેખ વર્ષો પહેલાં “ગુજરાત ટાઈમ્સ “મેગેઝીનમાં છ્પા એલો છે એનું મથાળું હતું “પ્રસન્ન દામ્પત્યના મધુરાં  રમુજી સ્મરણો “આ લેખ હ્યુસ્ટન થી પ્રસિદ્ધ થતા દર્પણ માં પણ પ્રસિદ્ધ થએલો છે કદાચ વિજય શાહ ને યાદ હશે ..આ લેખ વાંચ્યા પછી એક છોકરે મને પૂછ્યું કાકા હું જયારે તમને અને કાકીને જોઉં છું ત્યારે તમો આનંદ મગળ   કરતાંજ હોવ છો  તમે કોઈદી ઝઘડો કરો છો ખરાં ? મેં તેને કીધું  અમે દેશમાં હતા ત્યારે  મારા ટૂંકા પગારમાં પૂરું કરવું પડતું ત્યારે અમો કરકસર કરવા  બાબત  થોડો ઝઘડો થતો ખરો .પણ અહી અમેરિકા આવ્યા પછી કોઈ દિવસ અમારે બન્ને વચ્ચે ઝઘડો થયો હોય એવું યાદ નથી . હા કોઈક દિવસ  ખોટો ખોટો ઝઘડો કરીએ છીએ ખરા  સાચો ઝઘડો કરવાનો વારો ન આવે એટલા માટે  આ અમારો ઝઘડો દસ મિનીટ  ચાલે .ઝઘડો પૂરો થાય એટલે મારી ઘરવાળી કહે આજતો તમે બહુ નવા નવા શબ્દો બોલતા હતા ,આવું બધું ક્યાંથી શીખી લાવો છો ?

જલારામના વીરપુર નજીકના ગામડે  પતિ પત્ની વચ્ચે ઘરેણું અપાવ્વામાટે ઝઘડો હતો .ઉપર ફોટામાં દેખાય છે એ સ્ત્રીએ ઘરેણાં પહેર્યા છે એટલા ઘરેણા પત્નીને હતાં  છતાં એ નાકની દાંડી થી અંબોડા સુધીનો લાંબો સોનાનો દોરો લઇ દેવા માટે પોતાને ધણી ને ખેતી હતી આથી ધણીને બહુ ગુસ્સો આવ્યો અને ગુસ્સાના આવેશમાં બોલ્યો .તારા આ બધાં ઘરેણાં હું આચકી લઈને પહેરેલે લુગડે તુને હું બાવાને આપી દેવાનું છું . પછી તું બાવા સાથે ભટક્યા કરજે ,આ વાક્ય એક બાવો સાંભળી ગયો .ધણી ધણી યાણી વચ્ચે તો પછી સમાધાન થઇ ગયેલું . બીજે દિવસે બાવો આવ્યો ,એને એમ કે જેમ જલારામે પોતાની પત્નીને સાધુને આપી દીધેલી એમ આ માણસ એની સ્ત્રી મને આપી દ્યે તો મારું કામ થઇ જાય .બાવે  રામાયણની કોપી લલકારી કે   રઘુ કુલ રીતી  સદા ચલી  આઈ પ્રાણ જાય અરુ બચન જાઈ  સાંભળી ને ઘરવાળો  રાયણ નો ગાંઠા વાળો ધોકો લઈને  ઘર બહાર આવ્યો અને બાવાને કીધું ભાગીજા નહિતર આ એકજ ધોકો  માર્યા  ભેગા તારા  પ્રાણ નીકળી જશે અને મારું વચન જતું રહેશે . બાઓ એકદમ ઉભી પુંછડીએ ભાગ્યો .

10 responses to “મારે તુને બાવાનેજ દઈ દેવી છે . ભલે તું ગામડે ગામડે ભટક્યા કર

  1. સુરેશ જાની જુલાઇ 7, 2013 પર 3:52 પી એમ(pm)

    બાવામાં સાબુ ( સામાન્ય બુદ્ધિ )નો અભાવ!

  2. Arvind Adalja જુલાઇ 8, 2013 પર 4:18 એ એમ (am)

    આવી મજા આવે તેવી વાતો આપના અનુભવના ભાથામાંથી જણાવતા રહેશો ! ખૂબ જ મજા અવી !

  3. yuvrajjadeja જુલાઇ 8, 2013 પર 4:26 એ એમ (am)

    જોરદાર …. જલસો પડી ગયો , આતા જેવા વડીલોની વાતો સાંભળવી એ અમારા જેવાઓ નું સદનસીબ છે 🙂 આવી વાતો તમારા જેવા વડીલ સિવાય અમને કોણ કરે ..

  4. vkvora Atheist Rationalist જુલાઇ 11, 2013 પર 6:46 પી એમ(pm)

    દાદા આ રાયણ ના ગાંઠા વાળો ધોકો ક્યાં મળે છે?

    • aataawaani જુલાઇ 12, 2013 પર 7:21 એ એમ (am)

      રાયણ ના ઝાડ બરડા ,ગિરનાર . ગિર .વગેરે જંગલોમાં થાય છે .અને આખા ગુજરાતમાં ખેતરોમાં હોય છે , રાયણ બહુ ધીમી ગતિથી વધતું ઝાડ છે .એની નાની ડાળખીઓ ગાંઠા વાળીજ હોય છે .પછી જેમ જેમ મોટી થાય એમ એના ગાંઠા અદૃશ્ય થવા માંડે છે ,ભાગ્યેજ જાડા માણસ ના હાથ જેવી ડા ળમાં ગાંઠા બચતા હોય છે .હું અઢાર વરસની ઉમરનો હતો ત્યારે બરડિયા (ગીર ) મારા મિત્ર મૂળ શંકરને મળવા ગએલો ત્યારેમે ગાંઠા વાળી ડાળ મેં ત્યાં રાયણમાં જોઈ અને મેં કપાવીને ધોકો લઇ આવ્યો આ ધોકો મેં મારા મિત્ર તરખા ઈ ગામના મેર આલા ઓડેદરાને ભેટ આપ્યો .

  5. keyursavaliya ઓક્ટોબર 2, 2013 પર 8:53 એ એમ (am)

    મને રાયણુ બોવ ભાવે…તમારે ખાવી હોય તો થાણાપીપળી આવજો..વંથલી પાસે…મધુવંતી ના કાંઠે..

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: