Daily Archives: જુલાઇ 25, 2013

રામ રાવણ વચ્ચે યુદ્ધ થયુંજ નો તું .

એવું ડાયા (દોઢ ડાયા )માણસોનું કહેવાનું છે કે   રામ રાવણ વચ્ચે થવા નોતું દીધું . કેમકે તે વખતે રાવણનો પ્રધાન કુશળચંદ નામનો  કાઠી યાવાડ નો વાણિયો હતો ,કુશળ ચંદ પોતાની બુદ્ધિ ચાતુર્યથી  રાવણને  સીતાને રામને સોપી દેવા સમજાવી શક્યો હતો  . અને યુધ્ધના ઘેરએલા  વાદળો વિખરાવી શક્યો હતો .

જયારે રાવણ સીતાને લઇ આવીને લંકા ભેગી કરી પણ અશોક વાટીકામાં બહુ માનભેર રાખી .સીતાનો પડ્યો બોલ જીલવા માટે અને સીતાનું રક્ષણ  કરવા માટે પરિચારિકાઓ રાખેલી ,જેમાં ત્રીજટા  નામની  પરિચારિકા બહુ સેવા કરતી .

રાવણની બેન સુર્પણ ખાએ  જયારે લક્ષ્મણ પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો . ત્યારે  ગુસ્સે ભરએલા  લક્ષ્મણે તેના નાક કાન કાપીને કુરૂપ બનાવી એ વાતની રાવણને ખબર હતી તે છતાં  રાવણે સીતા સાથે કોઈ યોગ્ય વર્તાવ નહિ કરેલો .

રાવણ જયારે સીતાને લઈને લંકામાં આવ્યો . ત્યારે લંકા વાસીઓએ  ઘરોમાં રોશની કરીને ભવ્ય ઉત્સાહ મના વેલો ફક્ત વિભિષણ ,મંદોદરી જેવાએ જશ્ન નહી મ નાવેલો .થોડી ક્ષણો પછી મંદોદરીએ કુશળ ચંદ ને પોતાના ક્ક્ષ માં બોલાવ્યો .અને તેને વાત કરીકે તમે રાવણને સીતાને રામને આપી દેવા માટે સમજાવો . કુશળ ચંદે  મંદોદરીને હૈયા ધારણ આપીકે હું રાવણ સમજાવવામાં જરૂર સફળ થઈશ . કુશળચ દે મનોમન નિશ્ચય કર્યોકે  જો હું  સીતાને રામને પાછી સોંપી  દેવા માટે નો સમજાવી શકું તો હું ડાહી માનો  દિકરો  નહિ .

સવાર પડ્યે  રાવણે સભા ભરી  ખુશામત ખોરો  અભિમાની રાવણ નાં અભિમાનમાં વધારો કરવા લાગ્યા .કુશળ ચં દ પણ શરૂઆતમાં  લોકોની સાથે લોલે લોલ કરીને  રાવણનાં  વખાણ કરવા માંડ્યો .પછી ધીમે રહીને રાવણને કીધું કે  તું સીતાને હ રી લાવ્યો એ  તું સીતાના સ્વયંવર વખતે  શિવ ધનુષ ઉચકી નો શક્યો એનો બદલો બરાબરનો વાળ્યો કહેવાય .હવે તું તું સીતાને રામને  સોપીને એની સાથે મિત્રતા કરીલે  એ સૌ ના હિતમાં છે .લડાઈ થાય એમાં તું ભલે જીતે પણ જબરી માણસોની અને બીજી ખુવારી થશે . રામ પણ સાધારણ વ્યક્તિ નથી .અયોધ્યાનો રાજકુમાર છે .રાવણ ને કુશળ ચદની વાત ગળે ઉતરી .  કુશળ ચં દે રામ વિષે બીજી પણ ઉત્તમ વાતો કહી .આથી રાવણ રામના પ્રભાવ હેઠળ  આવ્યો .પછી રામને લંકા માં બોલાવવા માટે વિભિષણ ને મોકલ્યો  વિભિષણ  રામને બોલાવી લાવ્યો .આ સમયે રામનો 14 વરસનો વનવાસ પણ પૂરો થઇ જવા આવ્યો હતો . રાવણે  રામને કીધુકે તમારા સત્સંગથી હું બહુ પ્રભાવિત થયો છું .એટલું બોલી રાવણે સીતાને રામ પાસે બેસાડી .અને પોતાનું વિમાન તૈયાર કર્યું .અને રાવણે  પોતાના પુત્ર મેઘ દૂત ને કીધુ  કે હવે તું લંકાની રાજગાદી સભાળી  લે અને હું હવે રામ સાથે અયોધ્યા જાઉં છું અને  મારું છેલ્લું આયુષ્ય હું રામની સેવામાં વીતાવીશ

મેઘદૂત કહે  તારા પછી રાજગાદીનો અધિકાર  તમારા પિતાના બીજા દીકરાનો છે મારો નહિ .માટે આપ કાકા કુમ્ભકર્ણ અથવા કાકા વિભિષણ ને રાજ સોંપો  કુંભ કરણ  કહે મને ખુબ ઊંઘવા જોઈએ છીએ એટલે રાજ્કારોબાર હું ન સંભાળી  શકું પછી લંકાનું રાજ  વિભિષણ ને સોંપ્યું .અને રાવણ પણ સીતારામ નાં ચરણ પાસે વિમાનમાં બેસી ગયો . અને રામ સાથે અયોધ્યા ગયો .

લોકોને આ વાતમાં બહુ રસ પડ્યો નહિ એટલે વાલ્મિકી  ઋષિને  રામાયણ લખવા વિનંતી કરી ,એક વખત વાલ્મિકી  નદીએ સ્નાન કરવા જઈ  રહ્યા હતા ત્યારે એક પારધીએ સારસની જોડી માંથી એકને મારી નાખ્યું .આ દૃશ્ય જોઈ વાલ્મીકી ઋષિના મુખમાંથી એક શ્લોક સારી પડ્યો આ શ્લોક એ સંસ્ક્ર્ત  સાહિત્ય નો પહેલો  શ્લોક અને વાલ્મીકી ઋષિ એ સંસ્કૃતના આદિ  કવિ  આ પછી વાલ્મિકી  ઋષીએ રામાયણ ની અદ્ભુત રચના કરી .પછી હજારો વર્ષ વીત્યા પછી  તુલસીદાસે  લોકભાષામાં રામાયણ લખી  અને આશરે સોએક વર્ષ પહેલાં  પંડિત બ્રીજ્નારાયને  કે જેનું ઉપનામ ચક્બસ્ત છે .તેણે  ઉર્દુભાષામાં  રામાયણ લખી .હવે કોક બ્લોગર ભાયડો  રામ રાવણ નું યુદ્ધ