Daily Archives: જુલાઇ 7, 2013

બાળ આતા

આતા બાળક હતા, ત્યારે આવા હશે !

cc1

cc2

——-

cc3

મારે તુને બાવાનેજ દઈ દેવી છે . ભલે તું ગામડે ગામડે ભટક્યા કર

Golden Bride[2]ગિરનારની છાયામાં ગામડાના માણસો બહુ ઉદાર નિખાલસ ,અતિથિનું  ભાવ ભરેલું સ્વાગત કરનારા હોય છે એવું મનાય છે .જલારામની જગ્યામાં ,સતાધારની જગ્યામાં ,વગેરે ઘણે ઠેકાણે જમવાનું  કોઈબીને મફત આપવામાં આવે છે .જલારામની જગ્યામાં ઘણા વખતથી એવું બોર્ડ લાગેલું છે કે  “કોઈએ દાન આપવું નહી .” અહી કેટલાય મફતનું ખાનારા પડ્યા પાથર્યા રહે છે .સોરઠ સાધુ ,બાવા,ફકીર વગેરેને બહુ માં આપે છે .એટલે આનો લાભ લઈ  ઘણા ધુતારાઓ  સાધુ વેશે ફરતા હોય છે .એક છંદ લખું છું

પૈસેકે કારન ઢોલ બજાવત પૈસેકે કાજ બજાવત બાજા ,

પૈસેહીકે લિએ પૈર  દબાવત  રંક કું  કેહત હૈ તું મહારાજા

પૈસે બીના કોઈ  કહે  નહી  આજારે આજા

“આતાઈ ” કહે  એક સોરઠ મેં બીનું પૈસે  કહે ભાઈ રોટી  તું ખાજા

જલારામે સાધુની માગણી ઉપર પોતાની પત્ની  સાધુની સેવા માટે આપેલી પણ કહેવાય છે કે આ સાધુ વેશમાં  ભગવાન પોતે હતા .

એક નજીકના ગામડામાં પતિ પત્ની વચ્ચે  ઘરેણા બાબત ઝઘડો થયો .આપણે  સૌ ને  આ અનુંભવ છે .મારો એક લેખ વર્ષો પહેલાં “ગુજરાત ટાઈમ્સ “મેગેઝીનમાં છ્પા એલો છે એનું મથાળું હતું “પ્રસન્ન દામ્પત્યના મધુરાં  રમુજી સ્મરણો “આ લેખ હ્યુસ્ટન થી પ્રસિદ્ધ થતા દર્પણ માં પણ પ્રસિદ્ધ થએલો છે કદાચ વિજય શાહ ને યાદ હશે ..આ લેખ વાંચ્યા પછી એક છોકરે મને પૂછ્યું કાકા હું જયારે તમને અને કાકીને જોઉં છું ત્યારે તમો આનંદ મગળ   કરતાંજ હોવ છો  તમે કોઈદી ઝઘડો કરો છો ખરાં ? મેં તેને કીધું  અમે દેશમાં હતા ત્યારે  મારા ટૂંકા પગારમાં પૂરું કરવું પડતું ત્યારે અમો કરકસર કરવા  બાબત  થોડો ઝઘડો થતો ખરો .પણ અહી અમેરિકા આવ્યા પછી કોઈ દિવસ અમારે બન્ને વચ્ચે ઝઘડો થયો હોય એવું યાદ નથી . હા કોઈક દિવસ  ખોટો ખોટો ઝઘડો કરીએ છીએ ખરા  સાચો ઝઘડો કરવાનો વારો ન આવે એટલા માટે  આ અમારો ઝઘડો દસ મિનીટ  ચાલે .ઝઘડો પૂરો થાય એટલે મારી ઘરવાળી કહે આજતો તમે બહુ નવા નવા શબ્દો બોલતા હતા ,આવું બધું ક્યાંથી શીખી લાવો છો ?

જલારામના વીરપુર નજીકના ગામડે  પતિ પત્ની વચ્ચે ઘરેણું અપાવ્વામાટે ઝઘડો હતો .ઉપર ફોટામાં દેખાય છે એ સ્ત્રીએ ઘરેણાં પહેર્યા છે એટલા ઘરેણા પત્નીને હતાં  છતાં એ નાકની દાંડી થી અંબોડા સુધીનો લાંબો સોનાનો દોરો લઇ દેવા માટે પોતાને ધણી ને ખેતી હતી આથી ધણીને બહુ ગુસ્સો આવ્યો અને ગુસ્સાના આવેશમાં બોલ્યો .તારા આ બધાં ઘરેણાં હું આચકી લઈને પહેરેલે લુગડે તુને હું બાવાને આપી દેવાનું છું . પછી તું બાવા સાથે ભટક્યા કરજે ,આ વાક્ય એક બાવો સાંભળી ગયો .ધણી ધણી યાણી વચ્ચે તો પછી સમાધાન થઇ ગયેલું . બીજે દિવસે બાવો આવ્યો ,એને એમ કે જેમ જલારામે પોતાની પત્નીને સાધુને આપી દીધેલી એમ આ માણસ એની સ્ત્રી મને આપી દ્યે તો મારું કામ થઇ જાય .બાવે  રામાયણની કોપી લલકારી કે   રઘુ કુલ રીતી  સદા ચલી  આઈ પ્રાણ જાય અરુ બચન જાઈ  સાંભળી ને ઘરવાળો  રાયણ નો ગાંઠા વાળો ધોકો લઈને  ઘર બહાર આવ્યો અને બાવાને કીધું ભાગીજા નહિતર આ એકજ ધોકો  માર્યા  ભેગા તારા  પ્રાણ નીકળી જશે અને મારું વચન જતું રહેશે . બાઓ એકદમ ઉભી પુંછડીએ ભાગ્યો .