Daily Archives: જુલાઇ 17, 2013

મુરજી ભાઈ પટેલની મહેમાન ગતી માણી

Muraji_Aataa

મુરજીભાઇ પટેલના દિકરા શંભુની  ફ્લોરીડામાં મોટેલ છે .મારે મુરજી ભાઈ ની મારે ઓળખાણ મારા ગુજરાત times માં પ્રસિદ્ધ થતા લેખોને લીધે થઇ .મારા બે ગ્રાન્ડ સન tampa ફ્લોરીડામાં રહે છે .

મુરજી ભાઈએ મને એક વખત  કીધું કે  તમે ફ્લોરીડા આવો ત્યારે મને જરૂર મળજો .હું જયારે ફ્લોરીડા ગયો ત્યારે મેં મારા ગ્રાન્ડસન ડેવિડને કીધું કે મને તું અનુકુળતાએ મુરજીભાઇ ને મળવા તેડી જજે . એક દિવસ મુરજી ભાઈને મળવાનું નક્કી કર્યું .શંભુ પાસેથી માર્ગ દર્શન લીધું . અને  હું,ડેવિડ ,અને તેનો નાનોભાઈ રાજીવ અમે ત્રણ જણા મુરજી ભાઈ ને મળવા ગયા .શંભુની  વાઇફ  રૂપલ અને તેની સાસુ જસુમતી બેને અમને  દિવાળી ના દિવસો હોવાથી  મઠિયા ,અને મીઠાઈનો નાસ્તો કરાવ્યો . અમે થોડી વાર વાતો ચિતો કરી , નાસ્તો કર્યો .પછી મેં જવાની રજા માગી .(કચ્છ સોરઠ ,વઢિયાર વગેરે બાજુ “ળ ‘નો ઉચ્ચાર “ર”કરેછે .એટલે ઘણી વખત  રમુજ થઈજાય  એક આરતી બોલાય છે એમાં  સંત મરેતો  મહાસુખ પામું ગુરુ મરેતો  મેવા ) શંભુએ મને કીધું કે  કાકા રાતની રાત અહી રોકાય જાઓ .સવારે હું તમને tampa  મૂકી જઈશ ડેવિડને જવા દો . ડેવિડને મેં કીધું  તું ઘરે જતો રહે .શંભુભાઈ મને સવારે મૂકી જશે . મને 8 નંબરની રૂમ રહેવા માટે આપી .સ્વર પડ્યું એટલે મુરજી ભાઈએ ફોન કર્યો  નાસ્તો તૈયાર છે .પધારો એમ લહેકાથી મને બોલાવ્યો . નાસ્તો કર્યા પછી . મેં શંભુને કીધું .આપણે  જવાનું થાય ત્યારે મને પંદરેક મિનીટ પહેલા કહેવું ,કે જેથી કરી હું તૈયાર થઇ જાઉં .શમ્ભુ  કહે  ભલે બપોર થયા .મુરજી ભાઈએ જમવા માટે પોકાર  પાડ્યો .સૌ સાથે મને જમવાનું પીરસાણું   મેં દાળ ,શાક .થોડુંક્જ  લીધું .મુરજી ભાઈના પત્ની જસુમતી બેન  વ્હીલ ચેરમાં હોય છે .પણ  રસોઈ ,અને બીજું ઘરકામ કરેછે .(હાલ તેઓ પથારી વશ છે મને એ બાબત ઘણું દુ:ખ છે .)જસુમતી બેને મને પુચ્છ્યું કેમ શાક ,દાળ જ્રક્જ લીધાં  મેં કીધું હું મીઠું મરચું ખાતો નથી એટલે .આ પછી જશુ બેન દાળ  શાક મીઠાં  મરચાં  વગરનું બનાવવા મન્ડી ગયાં  મેં કીધું મારા એકલા માટે થઈને બધાનો સ્વાદ કેમ બગડો છો ?જશુમતી બેન  કહે  એતો જેમ જોઈએ એમ અને જેને જોઈએ એમ ઉપરથી વાડકા માં નાખી લેવાય .મને આજુબાજુના જોવા લાયક સ્થળો બતાવ્યા .ફ્લોરીડામાં ઊંચામાં ઉંચી જગ્યા બતાવી .એક જગ્યાને આપણાં  ગુજરાતી લોકો ભૂતની ટેકરી  કહે  છે .એ ભૂતની ટેકરીનું ઈંગ્લીશ નામ કઈંક  બીજું છે .આ ભૂતની ટેકરી પાસે  સફેદ કપડાં માં વીંટેલ  ભૂ જેવો ચાડિયો લટકાવ્યો છે .ચમત્કાર જેવી બાબત એ છે કે  ટેકરી ઉપરથી  કાર  રસ્તે  થી નીચે ઉતરો પછી કાર બંધ કરી દ્યો  એટલે કાર એની મેળે ટે કરી ઉપર ચડી જવાની  ટેકરી  બહુ ઉંચી નથી .આ અનુભવ મેં જાતે કરેલો છે .

આજ કાલ કરતાં  મને પુરા 16 દિવસ રોક્યો . પછી મારેજ કહેવું પડ્યું કે  હવે મને મહેબાની કરીને મૂકી જાઓ .ત્યારે શંભુએ કીધું કે કેમ કાકા અહી નથી ગમતું ? મેં કીધું બહુજ ગમે છે .તમારા બેઉનો,તમારાં  માબાપનો તમારાં દીકરા દિકરીનો જે મારા ઉપર  પ્રેમ્પ્રેમ વરસ્યો એ મારાથી ભૂલી શકાય એમ નથી . પણ હવે થોડાક દિવસ મારા ડેવિડ અને તેની નાની અને તેના ભાઈ અને બાળકો સાથે ગાળું .

મુરજીભાઇ ઈંગ્લીશ ભણેલા પણ અહી બોલવા માટે તેઓને થોડી અગવડ પડે ,એક વખત ઉપરના ફોટામાં દેખાય છે .એવી છોકરી સાથે વાતો કરવામાં  તેમને થોડી અગવડ પડી .છોકરી મોટેલમાં ઉતરેલી હતી .મુર્જીભીએ મને વાત કરવા માટે બોલાવ્યો . હું ગયો .અને છોકરીને સમજણ પાડી પછી મારું ધ્યાન એની છાતી ઉપરનાં  છુંદ ણાં પડ્યું .સ્તન ઉપર એક બાજુ છુંદ ણું  હતું મેં છોકરીને પૂછ્યું આ છુંદ ણું  તાજું પડાવેલું   છે ? દુખે છે .? તે બોલી જરાય દુ:ખતું નથી ,એમ  કહી  એણે મને છાતી દેખાડું હું તેના સ્તન ઉપર હાથ ફેરવવા લાગ્યો .આ વખતે .મુરજી ભાઈ બોલ્યા હિમ્મત લાલ આવી રીતે છોકરીઓને  તમે અડપલાં  કરો છો .તમે અમારા ઘરાકને ભગાડશો . મેં કીધું તમારું ઘરાક ભાગી જવાનું નથી .ઉલટું આ છોકરી  બીજા ઘરાકને  લઇ  આવશે અને  મારા બાબત તમને પૂછશે . એક દિવસ મુરજીભાઈનો  ફોન આવ્યો કહેતા હતા કે એ છોકરી બીજી બે છોકરીઓને લઇ આવેલી .અને તમારા વિષે પૂછતી હતી કે  ઓલા દાઢી વાળા ટીખળી ભાઈ કેમ નથી દેખાતા ?

મેં મુરજીભાઇ અને તેના ઘરનાઓની  પ્રેમભરી વિદાય લીધી .જતી વખતે હું   થોડા પૈસા દેવા બેઠો .છોકરાં એ પણ પૈસાને હાથ નો અડાડ્યો અને રૂપલ અસલી પટેલ વાળી ભાષામાં બોલી કે  કાકા અમે તમારી જે સેવા કરી એના ઉપર પૈસા આપીને પાણી ફેરવવા માગો છો ?

જેમ પાંચ આંગળીઓ સરખી નથી એમ બધા પટેલ પણ સરખા નથી હોતા પણ મને પટેલનો અનુભવ થયો છે .એના ઉપરથી મેં એક  જોડકણું લખ્યું  જે નરસી મેહતાના પ્રભાતિયાની જેમ ગાય શકાસ્ય છે  .

ત્યાગ કરશો નહી પટેલ  મિતર  તણો , કડવી પણ હિતની વાત કેહશે . માન જાળવશે એ મિત્ર સજ્જન તણું  કોઈદી મિત્રને દગો ન દેશે .