Daily Archives: જુલાઇ 30, 2013

મહાભારતનો અર્થ થાય છે . મોટું યુદ્ધ .

વાલ્મિકી ઋષીએ રામાયણ લખી . એ પછી એનાથી વિશેષતા ધરાવતું  વ્યાસમુનીએ મહાભારત લખ્યું .આ બન્ને કાવ્યોની મુવીઓ બની એમાં પ્રથમ રામાનંદ સાગરે રામાયણ બનાવી .અને પછી ચોપડાએ  મહાભારત મુવી બનાવી .આમ જોવા જઈએ તો તુચ્છ ગણાતા લોકો અને ગૈર કાયદે જન્મેલા લોકોજ મહાન બન્યા છે .વાલ્મિકી ઋષિ ક્રૂર લુંટારા અને  પારાધી હતા ,વ્યાસમુની  કુંવારી માતાથી જન્મેલા ,હતા હઝરત ઈસા (ઈસુખ્રીસ્ત )પણ કુવારી માતાથી જન્મેલા હતા .

ફિલ્મ ઉતરતી હોય ત્યારે .જે જેને જે કામ સોંપ્યું હોય . એ કામ ઉપરજ એનું ધ્યાન હોય .એ પારકી પંચાતમાં નો પડતા હોય .ઋષિ હમેશાં દાઢી મુછ અને જટા વાળા  હોય .મહાભારત મુવીમાં  જે પરાશર ઋષિનું પાત્ર ભજવે છે ..એ બશીરખાન દાઢી વગરનો છે .ખાં સાબને શું ખબર પડે કે ઋષિ દાઢી વગરની નો હોય .કોઈક હિંદુ હોય તો વળી દાઢી ચોટાડવા વાળાનું ધ્યાન દોરે કે ભાઈ તમે મને દાઢી ચોટા ડવાનું ભૂલી જતાં  લાગો છો . કોઈનું ધ્યાન નો ગયું અને દાઢી વગરનો પરાશર મુવીમાં  ગોઠવાઈ ગયો .

કૃષ્ણે મહાભારતમાં ઘણું છળ કપટ  કર્યું છે .પણ કહેવત છે કે “ફાવ્યો વખણાય “બીજા વિશ્વ યુદ્ધ વખતે હિટલર જીત્યો હોત તો એણે લાખો યહુદીઓને જીવતા બાળી  નાખ્યા .ર વ્યાજબી હતું એમ લોકો કહેવા માંડી જાત અને સ્વસ્તિક એનું રાજ્ય ચીન હતું એ કારણે  જૈનો ફૂલ્યા નો સમાંત .એમ પાંડવો જીત્યા એટલે વખણાઈ ગયા .

ઝરાસંધ અને ભીમ વચ્ચે દ્વન્દ્વ યુદ્ધ ચાલતું હતું .ભીમ ઝરાસંધ ના બે  ફાડિયાં  કરીને ફેંકી દેતો હતો .પણ વરદાનના કારણે  એનું શરીર પાછું જોડાઈ જતું હતું . આ વખતે કૃષ્ણે ઈશારો કર્યો કે  તું ઝરાસંધના શરીરના ફાડિયાં  ઉલ્ટી દિશામાં ફેંક .અને ભીમે કૃષ્ણનું માનીને એમ કર્યું .અને ઝરાસંધ  મોતને ભેટ્યો .

પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા . તે વખતે  દ્રૌપદિ એ કીધુકે મને બહુ થાક લાગયો છે .માટે થોડો વખત ક્યાંક વિશ્રામ કરીએ  તરસ પણ બહુ લાગી છે .સૌ ને તરસ તો બહુ લાગેલીજ હતી .સરોવરે પાણી લેવા માટે એક પછી એક બધા ભાઈઓ ગયા .યક્ષ સાથેના સંવાદની  વાત તો આપ સહુ જાણો છો .પાણી લેવા જે ગયો એ વાસણ વગરજ ગયો .અને છેલ્લે યુધિષ્ઠિરે  યક્ષના પ્રશ્નોના સાચા જવાબ આપ્યા એટલે  યક્ષે દરેકને પાણી પીવાની છૂટ આપી અને પાણી  લઇ જ્વાની પણ છૂટ આપેલી .છતાં  બધા    ખોટા રુપીયાની જેમ ખાલી હાથે પાછા આવ્યા .પોતે પાણી પીધું પણ નહિ અને દ્રૌ પદી માટે  પાણી લઈ પણ નોગ્યા  ઓલી બિચારી દ્રૌપદી  તરસી જ રહી .

ગાદીનો ખરો વારસ ધૃત રાષ્ટ્ર હતો પણ એ જન્માંધ હોવાના કારણે  એના નાના ભાઈ પાંડુને  રાજગાદી સોંપી .પણ પાંડુના મૃત્યુ પછી તો દુર્યોધનને  ગાદિ  મળવી જોઈએને ?પણ એ શક્ય નો બન્યું અને યુદ્ધ નાં શંખ વાગ્યા .આ વખતે  ગાંધારીને પોતાના પુત્ર દુર્યોધનને બચાવવા .પોતાના તપોબળ ની શક્તિ વાપરવાનો વિચાર આવ્યો . એને દુર્યોધનને કહ્યું દિકરા  તું ગંગામાં નજ્ઞ  સ્નાન કરીને  એવીજ દશામાં નાગો પુગો મારી પાસે આવ જેવો તું તારા જન્મ વખતે હતો એવોજ આવ .દુર્યોધન ગંગા સ્નાન કર્યા પછી  નાગો પુગો પાતાની માં ગાંધારી પાસે જઈ  રહ્યો હતો ,આ વખતે  કૃષ્ણ ને તેના જાસુસ મારફત બાતમી મળી કે  દુર્યોધન પોતાનું શરીર અભેદ્ય બનાવવા  તદ્દન નાગો એની માં પાસે જઈ રહ્યો છે .

અને કૃષ્ણ દોડતા દોડતા દુર્યોધન પાસે ગયા અને કીધું કે એલા માં પાસે આવો નાગો તું જાય  એ સારું નો કહેવાય માટે કંઈ  નહીતો છેવટે તારો ગોઠણ થી ઉંચો અને કમરથી નીચો ભાગ ઢંકાય એટલું કંઈક પહેરીને જા  દુર્યોધને કૃષ્ણ નું કહ્યું માન્યું અને કેળ નાં પાંદડા ની લંગોટી વાળી ને ગાંધારી પાસે ગયો ગાંધારીએ પોતાની  આંખો નો પાટો  ખોલ્યો અને પોતાના તપોબળ ની દિવ્ય દૃષ્ટિ દુર્યોધન તરફ ફેંકી  દુર્યોધનનું આખું શરીર કોઈ અસ્ત્ર શ સ્ત્ર થી કંઈ અસર નો થાય એવું અભેદ્ય બની ગયું .પણ સાથળ અને કમરનો ભાગ કે જે કેળ નાં પાંદડાં થી ઢાંકેલો હતો .તે  અભેદ્ય નો થઇ શક્યો .યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું બ ધા યોધ્ધાઓ મૃત્યુ પામ્યા હતા .છેલ્લે દુર્યોધન સાથે લડવાનું બાકી હતું .દુર્યોધન સાથે ભીમ દ્વન્દ યુદ્ધ લડી રહ્યો હતો .ભીમના ગદા  પ્રહારની દુર્યોધન ઉપર કોઈ અસર થતી નોતી  આ વખતે કૃષ્ણે ભીમને  દુર્યોધનની સાથળ ઉપર ગદા  મારવાનો  ઈશારો કર્યો અને ભીમે દુર્યોધનની સાથળ ઉપર ગદા નો પ્રહાર કર્યો .અને દુર્યોધન ભૂમિને ભેટ્યો .

જયારે યુદ્ધ નાં નિયમો ઘડેલા ત્યારે કમરથી નીચે  ન મારવાનો કાયદો હતો .પણ કૃષ્ણે બધા કાયદા નેવે મૂકી દીધેલા . અને આ યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચેનું હતું .એમાં ધર્મનો વિજય થયો એવી ઘોષણા  કૃષ્ણે કરી . ફાવ્યો વખણાય