Daily Archives: જુલાઇ 11, 2013

અમદાવાદની સિદ્દી શહીદની જાળી

DSCN0200Golden Bride[2]અમદાવાદની સિદ્દી શહીદની જાળીના ઇતિહાસની  હું વાત કરવા ઈચ્છું છું જે વાત મેં ઘણા અનુભાવિયો પાસેથી સાંભળેલી છે ..આ સિદ્દી સૈહ્હે કે યદની જાળીના નામે લોક જીભે ચડેલી છે .માણસોનો એક સ્વભાવ હોય છેકે ભળતું નામ જે જીભે ચડેલું હોય એ લોકો બોલતા હોય છે .દેશીંગા માં એક વિશાળ શિલા દેશીંગા ના બહાદુર જવાનોએ ખાણમાંથી ખોદી જમીન ઉપર મૂકી દીધેલી  ચાર માણસો પોતાના લટકતા પગ રાખીને બેસી શકે એટલી એ વિશાલ હતી .એ દેશીંગા નું ગોરવ હતું .પણ લોકોએ તોડી નાખીને નાના નાના ટુકડા કરીને મકાનો ચણવામાં વાપરી નાખ્યા , બાબતઆ શીલા નું મને દુખ છે .આશીલા  ગામના ચોકીદારોને બેસવા માટેની હતી ,જયારે દેશીગા ગામ વસ્યું એ વખતે પણ પછી સમય બદલા ણો  ચોકીદારો ને એ શીલા ઉપર બેસી રહેવાની જરૂર ન રહી  એટલે  ગામના ગોવાળિયાઓ સવારમાં  ઢોર ભેગાં  તે વખતે બેસતા  આ શીલા દોઢી ના પાણા  તરીખે  ઓળખાતી પણ લોકજીભે લોઢી  વધુ ચડેલી હોય કેમકે  ખાવા માટે પુડલા વગેરે લોઢી  ઉપર બનતા હોય .એવું નામ લોક જીભે  ચડેલું એ ટલેઆ શિલા “લોઢીના પાણા “તરીકે અમે સૌ ળખાતા ,હવેતો મારા જેવડી કે થોડી વધુ નાની ઉમરના માણસો ને આ લોઢીનો પાણો યાદ હશે . જયારે નવું તોલમાપ અમલમાં આવ્યું જે કિલો તરીકે ઓળખાતું .અમારા ગામના રૂડીમાં લુવાર  કિલાને  બદલે ખીલો બોલતાં ,એવીરીતે સિદ્દી શહીદ ને હહીદને બદલે  વધુ પરિચિત નામ સૈયદ થઇ ગયું . સૈયદ એ લોકોને કહેવાય કે જે લોકો હજરત મહમદ પેગંબર સાહેબની  દીકરી ફાતિમા અને હજરત અલીના સંતાનો સૈયદ તરીકે ઓળખાય છે .જયારે આ  સિદ્દી  તો આફ્રિકાથી ગુલામ તરીકે આવે લો હતો .

અમદાવાદ વસાવનાર અહમદશાહ કે એ પછીના કોઈ બીજા બાદશાહના વખતમાં  એક સિદ્દી ગુલામ જેનો ફોટો ઉપર દેખાય છે .એવા રૂપ રંગનો હતો  સિદ્દી શબ્દ મૂળ અરબી ભાષાનો છે .એનો અર્થ થાય છે . બહુ સાચો સત્યનિષ્ઠ , આફ્રિકાથી આવેલા ગુલામો બહુજ વફાદાર અને સત્યનિષ્ઠ હતા . એક વખત રાતના એક ગુલામ શહેરની અંદર  ચોકી કરી રહ્યો હતો .તે વખતે  એક ઉપરના ફોટામાં દેખાય છે એવી સ્ત્રી ગુલામે જોઈ એટલે એને તેની  તપાસ કરવાની ઈચ્છા થઇ ,સીદ્દીને નવઈ લાગી કે આવી રાતના વખતે ભરપુર દાગીના પહેરેલી સ્વરૂપ વાન સ્ત્રી ક્યાં જતી હશે એટલે એણે  બીને પુચ્છ્યું  કે બેન તું કોણ છો અને અત્યારે ક્યા  જઈ રહી છો     બાઈએ  જવાબ  આપ્યોકે   હું લક્ષ્મી દેવી છું અને સ્વર્ગમાં  જઈ  રહી છું . સિદ્દી એ કહ્યું મારે આ બાબત બાદશાહને ખબર આપવી પડશે . માટે તું અહી ઉભી રહે  હું પાછો  બાદશાહ નો જવાબ લઈને નો આવું ત્યાં સુધી જતી નહિ ,લક્ષ્મી દેવીએ વચન આપ્યું કે  જ્યાં સુધી તું જવાબ લઈને નહી આવે ત્યાં સુધી હું જઈશ નહિ .બાદશાહને બધી બીનાની ખબર પડી કે આતો લ્ક્ષ્મિદેવિ છે એ અમદાવાદમાંથી જાય એ કેમ પોસાય  ? એને સીદ્દીને કીધું કે તું એને રોકાય રહેવાની વિનંતી કર  સિદ્દી એ બાદશાહને કીધું કે જહાંપનાહ દેવી  હું તેને જવાબ આપવા જઈશ પછીજ એ જશે ,બાદશાહ  કહે “એ બાત હૈ ” એટલું બોલી  એણે  જલ્લાદ ને બોલાવ્યો અને  સીદ્દીને કત્લ કરવાનો હુકમ કર્યો  તુર્તજ જલ્લાદે  તલવારથી  સીદ્દીનું માથું ધડ થી જુદું કરી નાખ્યું અને સીદ્દીને લાલ દરવાજા  બહાર   માન  ભેર દફ્નાવ્યો  .અને એના ઉપર સુંદર કોતરકામ વાળી જાળીઓ  જે  મકાન  મસીદ તરીકે વપરાય છે .પણ સિદ્દી સૈયદની જાળી તરીકે હાલ ઓળખાય છે . આતો  સાંભળેલી વાત મેં લખી આપ સહુને  જાણ ખાતર