બ્રિટીશ રાજ્ય વખતે રાજા મહારાજાઓને ઇંગ્લેન્ડ જવાનો બહુ મોહ રહેતો . ઇંગ્લેન્ડ ને લોકભાષામાં વિલાયત કહેતા મારા જેવો ગામડિયો વલાત કહે . વિલાયત શબ્દ મૂળ અરબી ભાષાનો છે .જેનો અર્થ થાય છે .પરદેશ
અંગ્રેજોએ આપણા કેટલાક શબ્દોનો ઉચ્ચાર પોતાને ફાવે એવીરીતે કરી નાખેલો વડોદરાનું બરોડા ,ભરૂચ નું બ્રોચ ./વગેરે એમ આપણા લોકોએ ઈંગ્લીશ શબ્દોનો ઉચ્ચાર આપણે ફાવે એમ કરી નાખ્યો છે . રાયફલ ને રફલ ,સોલ્ઝર ને સોઝર ,પોરબંદર રાજ્ય ઉપર જપ્તી બેઠી તેનો હેડ જે ગોરો હતો .તેનું નામ લેલર હતું તેને આપણા લોકો લેલીડો કહેતા .બાવા વાળો બહારવટી યો હતો . એની જપટે એક ગોરો ચડી ગયો . એનું નામ ગ્રાન્ટ હતું એનું નામ આપણા લોકોએ ઘંટ કરી નાખે લુ એનો દુહો પ્રશન્શકોએ આ રીતે બનાવ્યો . રાજ કારભાર ચલાવવામાં
તેં બાંધ્યો બરડાના ધણી ગરમાં ઘંટને જે
ઈની વાળા વલાતે બુમું પુગી બાવલા
એક બીલખાજેવા 24 ગામના જાગીરદાર બાપુને ઇંગ્લેન્ડ જવાના કોડ જાગ્યા ,એણે આ વાત પોતાના દીવાન ત્રિભોવન ભાઈ જાની જેવાને કરી ,અને કીધું કે હાલો આપણે વલાત જાયેં તમે પણ ભેળા હાલો .દીવાને બાપુને વાત કરીકે બાપુ આપણે બેય જણા વિલાયત જાયેં તો આપણી ગેરહાજરીમાં રાજકારભાર ચલાવવામાં બીજા અમલદારોને અગવડ આવે .બીજું હું ત્યાં આપને ખાસ અંગત ઉપયોગમાં પણ નો આવું .એના કરતાં આપ કોઈ જુવાન માણસ સેવક ને લઇ જાઓ કે જે તમને હોકો ભરી આપે ,કાવો કસુંબો બનાવી આપે ,તમારા પગ દબાવી આપે ,અને લંડનમાં હ રી ફરીને ન વા જુના સમાચાર પણ લઇ આવે ,અને વાતું ચીતુંમાં તમને સથવારો પણ રહે .દિવાનની વાત બાપુને યોગ્ય લાગી .બાપુએ એવા માણસ ગોતવાની ગોઠવણ કરી .એમાં એક નાના ગામડાનો વિધવા માનો દિકરો વાલિયો બાપુને પસંદ પડ્યો .બાપુએ વાલિયાને પોતાને બંગલે તેડાવ્યો .ચારેક જોડી સુટ વાલિયા માટે સિવડાવ્યા .વાલીયોતો ઠાઠ માઠ થી તૈયાર થઇ ગયો .વાલિયાની છાતી હરખથી ફૂલવા લાગી .અને પછી વાલિયો બાપુ ભેગો ઇંગ્લેન્ડ પહોંચ્યો .થોડાક ઈંગ્લીશ શબ્દો શીખવાડવામાં આવ્યા વાલિયો તો લંડન માં બસ મારફત ફરવા માંડ્યો .અને બાપુને નવા જૂની વાતું સંભળાવ વા માંડ્યો . થોડા દિવસ પછી બાપુને દેશમાં આવવાનો ટાઇમ થઇ ગયો .બાપુ ઘરે આવી ગયા વાલીયો પોતાને ઘેર ગયો . વાલિયો તો ગામડામાં ઈંગ્લીશ જેટલા શબ્દો આવડતા હતા એટલા શબ્દો બોલવા લાગ્યો જેમ આતા દેશીગા જાય ત્યારે લોકો સમજે કે ન સમજે એનો વિચાર કર્યા વિના ઈંગ્લીશ બોલવા માંડે એમ . એક વખત વાલિયો માંદો પડ્યો .બહુ માંડો પડ્યો .પથારી વશ થઇ ગયો .થોડું ઘણું માંડ બોલી શકતો હતો .પણ ઇંગ્લીશની મગજમાં રાય ભરાઈ ગએલી .એટલે જે એકાદ શબ્દ ઈંગ્લીશના આવડે એ બોલે એક વખત એને સખત તરસ લાગી એ એની માને કહેવા લાગ્યો ,મધર વોટર ,એની મા બિચારી સમજે નહિ ,એ એવું સમજે કે વાલિયો મઘર મોટર એવું સમજે એ વાલિયાને કહે ગગા મઘર સરોવરમાં હોય આંય ન હોય અને દીકરા મોટર આપણા ગામમાં કોઈને નથી .ગામ લોકો વાલિયાના ખબર અંતર પૂછવા આવે ખર્ચો થાય એ નગર શેઠ ખર્ચો થાય કહે વાલિયો ચિત્ત ભ્રમ થઇ ગયો છે અને વલાત ગયોતો ઈમાં મોટરું નો હેવાયો થઇ ગ્યોસ ઈ મોટરની માંગણી કરેસ પણ મારે ઈને મોટર ક્યાંથી લાવી દેવી .વાલિયો “મધર મોટર મધર મોટર “એમ બોલતો રહ્યો .અને એકડી મારી ગયો
ગામડામાં શેઠ શાહુકાર માંદા પડે તો શહેર થી ડોક્ટરને બોલાવે અને તે વખતે ગામડાના કોઈ દર્દી હોય એને તપાસે અને દવા આપે એનો જે કઈ ખર્ચો થાય એ નગર શેઠ ભોગવે .લોકોએ ડોક્ટરને વાત કરી કે ગઈકાલેજ એક દર્દી મધર મોટર એમ બોલતો બોલતો મરી ગયો .ડોક્ટરને લોકોને પૂછ પરછ કરતા ખાસ્બર પડી કે વાલીયો પાણી એની માં પાસે માંગતો હતો .પણ તે ઇંગ્લીશમાં બોલતો હતો એટલે તમે કોઈ સમજી નો શક્યા પછી લોકોએ ઉખાણું જોડ્યું કે
વાલિયો ગ્યોતો વલાતે નવી શીખી આવ્યો વાણી
વોટર વોટર કરતા મરી ગયો અને ખાટલા હેઠ પડ્યું તું પાણી