Daily Archives: જુલાઇ 10, 2013

આતાં તારો બાપો વલાતી સે

ઘેડ અને આજુબાજુનાં  ગામડાં ઓમાં  સુતાર , લુહાર દરજી .કુંભાર,. વાણન્દ  . મોચી ,વગેરે લોકો વસવાયાં કહેવાય .ગામમાં મુખ્ય વસ્તી ખેડૂતની હોય  અને બીજા ખેત મજૂરો હોય .વસવાયાં ખેડૂતનું કામ કરે બદલામાં ખેડૂત એને  પોતાના ખેતરમાં જે પેદાશ થાય એમાંથી  થોડુક આપે ,કેટલું આપવું એવું નક્કી નહિ .ઉદાર દિલનો ખેડું  વધારે પણ આપે .ઉપરાંત બ્રાહ્મણ  સાધુ ફકીર વગેરેને ધર્માદા તરીકે આપે .વસવાયાં  નવું કામ કરેતો એના પૈસા લ્યે  બાકી રીપેરીંગ કામ કરે એના બદલામાં  ખેડૂત એને ખેતીની  પેદાશ માથી આપે .એક ગામમાં  હલામણ નામનો  જુવાન ખેડૂત  વાણ દને પોતાનું વ તું કરવા પોતાને ઘરે બોલાવે .,જયારે વાણદ હલામણ ને ઘરે વતું  કરવા જાય ત્યારે હલામણ એને  જમવાનો સમય હોય તો જમવા બેસાડે ,ઉપરાંત ખેત પેદાશ થાય ત્યારે વાણદને  અનાજ વગેરે ખુબ આપે ,અને પછી પોતે ગામમાં વાતું કરેકે હું  વાણ દને ઘરે  વતું  કરાવવા નો જાઉં મારે ઘેર વાણ દ આવે અને વતું કરી જાય અને એ રીતે એ પોતાનો અહમ પોષે

એક  બહુજ  ઉદાર દિલનો  ખેડૂત હતો  તે પોતાને જે ખેત પેદાશ થઇ હોય એમાંથી  વસવાયાં અને બ્રાહ્મણ વગેરેને એમ  કહે  કે  આ અનાજના ઢગલા માંથી તારે જેટલું જોઈએ એટલું  લઈલે  અને પોતે નજીક ખાટલા ઉપર બેઠો બેઠો  હોકો ગુડ ગુડાવતો  હોય .

તમે  એક વાતની ખબર હશે કે એક લોભિયો બ્રાહ્મણ  મફતનું નાળીયેર લેવા નાળીયેરી ઉપર ચડ્યો .અને પોતે તો મારી ગયો પણ બીજા મદદ કરવા ગયા એ પણ મરી ગયા . આ લોભિયો બ્રાહ્મણ સો પેઢીએ હિમ્મત લાલ  જોશીનો ભાયાત થાય . આ ઉદાર ખેડૂતને ત્યાં હિમ્મત લાલ જોશી ધર્માદાનું અનાજ લેવા ગયા ,ખેડૂતે કીધું  ગોરબાપા તમારે જોઈએ એટલું અનાજ આ ઢગલા માંથી લઇ લ્યો એવું બોલી  ખેડૂતે અનાજનો ઢગલો  દેખાડ્યો ,હિંમતલાલ જોશીએ તો  બાપુ જબરી ફાંટ બાંધી ,અને જેવી ઉપાડવા ગયા એટલે જરાય ઉંચી ન થઇ શકી એટલે એણે ખેડૂતને કીધું  ભાઈ આમાંથી હું થોડું અનાજ કાઢી નાખીને ઢગલામાં નાખી દઉં  છું કેમકે આટલું બધું અનાજ મારાથી ઉપ ડે  એમ નથી .ખેડૂત બોલ્યો એ હવે તારું થઇ ગયું , મારાથી પાછું નો લેવાય   હવે તમે ઘરે જતા રહો ,સાંજે અમે ઘરે આવીએ ત્યારે  ગાડામાં  આ તમારું પોટકું લીધે આવશું અને તમારે ઘરે પુગાડી દઈશું , આ સોરઠ ભૂમિના માણસો .

હલામણ રહેતો હતો ઈ ગામમાં એક મુંજાલ કરીને ખેડું રહેતો હતો તેને એક દિ  વાણદને કીધું એલા તું આ હલામણ નું વતું કરવા ઈને ઘેર જાછ અને વતું પણ સાબુ ચોપડીને કરછ  તો મારું વતું એકલું પાણી  ચોપડીને ઓતરડી  નાખશ ઈમ કીમ ? વાણ દ ખે ઈમને ઘણું અનાજ આપે છે .વળી ઈને ઘેર વતું કરવા જાઉં તો ઈ મને  ખાવા પણ બેસાડે છે . મુંજાલ ખે હું પણ હલામણ થી વધુ અનાજ આપીશ અને તુને  હું માલપુઆ ખવડાવીશ ,એકદી  મુંજાલે વાણદ ને પોતાનું વતું કરવા પોતાને ઘેર બોલાવ્યો .વાણદ ખંભે કોથળી નાખીને  મુંજાલને ઘરે ગયો .જ્યાં વાતું કરવા બેઠો ત્યાં સાબુ નો મળે  સાબુ એ લેવાનું ઘરેથી ભૂલી ગએલો .પણ ચતુર વાણ દ સાબુ લેવા ઘરે પાછો થોડો જાય ? એને અસ્ત્રાની ધાર કાઢવાની જે લંબ ચોરસ પથરી હોય એ  મુંજાલ ની દાઢી ઉપર પાણી ચોપડીને  ઘસવા માંડી ગયો .મુંજાલ  કહે એલા આમાં ફીણ કાં  નો વળે ?હાજર જવાબી વાણદ બોલ્યો . આતાં  તારો બાપો વલાતી  સે આમાં ફીણ નો વળે આતો બહુ મુંઘો  સાબુ સે એમાં ગંધારા વેડા  નો થાય .