હું આજે ઈરાનની વાત લખવા જઈ રહ્યો છું જે મેં મારા મિત્ર જશવંત લોટવાલા પાસેથી સાંભળી યું છે .જશવંત આખા ઈરાનમાં ઘુમેલો છે .અને તેને અનેક જોવા લાયક સ્થળોની અને માણસોની મુલાકાત લીધેલી છે .તેણે ઈરાનમાં જવાનો વિચાર પોતાના મિત્રોને જણાવેલ સૌએ એકી અવાજે ના પાડેલી કે અમેરિકા અને ઈરાન વચ્ચેના સબંધો સારા ન હોવાથી તમને ઈરાનમાં મુશ કેલીઓનો સામનો કરશે .કેટલાક કિર્તિ શાહ જેવા મીઠી મશ્કરી પણ કરતા હતા કે તમને અમે આંખે પાટા બાંધ્યા અને જેઈચાલતું હોય છે ખરું ચાલે લમાં લઈ જતા હશે એવું દૃશ્ય અમે ટી વી માં જોઈ શું .ફક્ત મારા જેવા ઓછા મિત્રોએ કહેલુકે તમને કશો વાંધો નહિ આવે બાકીતો સંત તુલસીદાસે કીકીધું છે એમ तुलसी भरोसे रामके निर्भय होयके सोय , होनी अन होनी नहीं होनी ही सो होय .અને ભાઈ ઈરાન ગયા અને પૂરો એક મહિનો પૂરો ઈરાનમાં ફર્યા .તેઓને બહુ આનંદ આવેલો એવી વાતો કરતા હતા . રગ વગેરે બહુ કિંમતી વસ્તુ ખરીદી લાવેલા તેઓને દેશાટન કરવાનો બહુ શોખ છે .પણ ફોટા પાડવાનો મુવી લેવાનો જરાય શોખ નથી …
ઈરાનમાં બહુ ઓછા લોકો મુલ્લા શાહીની તરફેણ કરતા હશે . છોકરીઓ મુલ્લાનો ખાસ વિરોધ કરે છે . પણ મનમાં મનમાં જાહેરમાં નહિ . મ્યુંજીઅમ ,લાઈબ્રેરી જેવી પબ્લિક જગ્યાએ ફારસી ભાષામાં બોર્ડ માર્યાં હોય છે કે છોકરીયું તમે તમારા સુંદરવાળને ઢાંકી રાખો .જ્યાં પારસી લોકો વધારે વસેછે ત્યાં મુલ્લા લોકો ધર્મ પ્રચાર અર્થે જાય છે તો તેને ચોક્ખા શબ્દોમાં ક્સાહી દ્યે છે કે મહેરબાની કરી અમારા વિસ્તારમાં ધર્મ પ્રચાર્થે ન આવો .અમે અમારી રીતે બરાબર છીએ ,કુવૈત સાઉદી અરેબિયા જેવા દેશો જેટલી ઈરાનમાં સ્ત્રીઓ માટે પાબંદી નથી અહી સ્ત્રીઓ કર ચલાવે છે .પણ સ્કુટર કે મોટર સાઈકલ જેવાં વાહનો ચલાવી શક્તિ નથી .કારણમાં એવું કહેવાય છેકે એવાં વાહનોમાં સ્ત્રીઓના નિતંબ તરફ પુરુષોનું આકર્ષણ વધી જાય છે .રેસ્ટોરામાં પર સ્ત્રી લઈને જવાય નહિ .વૈશ્યા વૃતિ માટે બહુ કડક કાયદા છે પણ બહુ સાવચેતી થી ચાલે છે .ઘણા સમય પહેલાં અરબોએ ઈરાન ઉપર આકર્ષણ કરેલું . ત્યારે પારસીઓ વહાણમા જેટલા આવી શક્ય એટલાતો ભારત ગુજરાતમાં આવી ગએલા એ ઈતિહાસ આપણે સહુ જાણીએ છીએ પણ કેટલાક પારસી પોતાનો ધર્મ બચાવવા જંગલોમાં પોતાના ઇષ્ટ દેવ અગ્નીને લઈને જતા રહેલા .પણ આજથી પચાસેક વરસ પહેલા તે વખતના શાહે એને અગિયારી બાંધીને જંગલમાંથી અગ્નિ લાવીને કે જે અગ્નિ દેવને (આતિશ બહેરામ ) અરબોના આક્રમણ વખતે લઇ ગએલા તેને અગિયારીમાં પધરાવેલ છે .પારસીને ફારસી ભાષામાં ગબરુ અથવા આતિશ પરસ્ત કહેવાય છે . પારસી ભાષાને ફારસી ભાષા કહેવાની પ્રથાઅરબ લોકોએ પડેલી છે .કેમકે અરબીભાષમાં “પ”ના ઉચ્ચાર નથી એટલે અરબોએ પારસીના બદલે ફારસી કરી નાખ્યું .
ઈરાનમાં વસતા કુર્દ લોકો જેને અમેરિકાનો કર્ડ કહે છે .કુર્દ સુન્ની મુસલમાન છે .તેઓ અતિથિ મતલબ કે મહેમાનોનું બહુ ભાવ ભર્યું સ્વાગત કરવા માટે જાણીતા છે .કુર્દ વિસ્તારમાં તમે જાઓ તો છોકારીયું સાથેના વર્તાવમાં બહુ સાવચેતી રાખવી પડે જો તમે કુ દ્રષ્ટિ થી જુવો તો કુર્દ લોકો તમને માથા વગરના કરી નાખે . જશવંત ને એક રોનક છોકરી કુર્દ અને એક તુતીયા શિયા છોકરી સાથે વાતો કરવાનો પ્રસંગ બન્યો બંને બેન પણીઓ ઈંગ્લીશ જાણતી નોતી એટલે દુભાષિયાનું કામ જશવંત નો ટેક્ષી વાળો કે જે ગાઈડનું પણ કામ કરતો હતો .જશવંતે બંને બેનપણી ઓને રેસ્ટોરામાં પોતાની સાથે જમવાનું આમંત્રણ આપ્યું .બંને છોકરીઓએ પોતાના માબાપને પૂછીને આવવાનું કહ્યું માબાપે હા પાડી એટલે સૌ સાથે રેસ્ટોરામાં સાથે જમ્યાં .ટેક્ષી વાળો અલી રેઝા બહુ જાણકાર અને મળતા વળાં સ્વભાવનો હતો .રોનકની માએ રોનકને કીધુકે આ લોકોને આપણે ઘરે જમવા આવે એમ કહેજે પણ રોનકને ઘરે જી શકાયું નહિ . ઈરાનની છોકરીઓ ઘણે ભાગે પરદેશી સાથે બોલવામાં અચકાતી નથી .ઈરાનમાં કવિઓને બહુ માં આપે છે .શેખ સાદી જેવા ઘણા કવિઓની મઝાર પાસે મેળા ભરતા હોય છે .જશવંતને એક શિયા છોકરી એની બેનપણી સાથે પાંચેક મિનીટ માટે મળી .એમાં એણે જશવંત સાથે વાતો કરી તે છોકરી કોલેજ ગ્રેજ્યેટ હતી તે ઈંગ્લીશ સારું બોલતી હતી .બંને સાથે વાતોમાં જશવંતે મારો ઉલ્લેખ કર્યો એને જશવંતે કીધું કે હિમ્મત ફારસી ભાષાના થોડાક શબ્દો જાણે છે અને વાંચી પણ શકે છે .પછી જશવંત અમેરિકા પાછો આવી ગયો છોકરીને જશ્વંતનો સ્વભાવ બહુ ગમ્યો એટલે એ ઈમેલથી જશ્વંતના સંપર્કમાં રહી ,એક વખત છોકરીએ જશવંતને કીધું કે મને મારી બેન પણીઓ એવું કહે છેકે જો હું હું હોઠ રંગુ મેકપ કરું તો બહુ સુંદર લાગું આ વાત જશવંતે મને કરી . મેં એક શેર બનાવ્યો એ છોકરી માટે અને જશવંતને આપ્યો અને એનું ભાષાંતર કરી છોકરીને મોકલવાનું કહ્યું .જશવંતે માર્રા શેરનું ઇંગ્લીશમાં ભાષાંતર કરીને શેર છોકરીને મોકલ્યો છોકરી બહુ ખુશ થઇ અને એણે મારા માટે કવિ હાફીઝ્ની કાવ્યોની બુક સુંદર અક્ષરો અને અદ્ભુત ચિત્રો વાળી મોકલાવી જે મારા ફોટામાં આપ જોઈ શકો છો .આ રહ્યો એ જાદુઈ “આતા”નો શેર ખુદાને તુજકો ડી હૈ હૂરકી સુરત નજાકત ભી તુજે ક્યાં હૈ જરૂરત અપને લાબ્કો રંગ કરનેકી
Like this:
Like Loading...
Related
સરસ
કવિ હાફીઝ ની પ્રસિદ્ધ નઝ્મ ‘અભી તો મૈં જવાન હૂં’
તે આજ હાફીઝસાહેબ ?
ફારસીમાં હિંદુ એટલે કાળો. હિંદુકુશ પર્વત હિન્દુસ્તાન ની બહાર છે, પણ હિંદુકુશ એટલે કાળો પહાડ! હિંદુ શબ્દનો ઉપયોગ એક અત્યંત પ્રસિદ્ધ ફારસી પંક્તિમાં છે. :
અગર ઔન તુર્કે શીરાઝી બેઅસ્ત આરદ દિલે મારા
બખાલે હિન્દુયશ બક્ષામ સમરકંદો બુખારા
જો પેલી શીરાઝી તુર્ક છોકરી મારું દિલ જીતી લે તો
હું એના ગાલ પરના કાળા તલ પર સમરકંદ બુખારા
ન્યોછાવર કરી દઉં!
અહી હિંદુ એટલે કાળો એવો અર્થ છે, અને ૧૪ મી સદીના ફારસીના પ્રખ્યાત શાયર હાફીઝ ની આ પંક્તિ છે.
અને કાળા શબ્દ પ્રત્યે અરુચિ રાખનારાઓ માટે પ્રશ્ન : શ્રીનાથજીથી કાલીમાતા સુધી આપણે કેટલા દેવી દેવતાઓની મૂર્તિ કાળી છે? અને નાના હતા ત્યારે ” કાળી ધોળી રાતી ગાય ..” કેટલી વાર ગયું છે? ગાયોમાં પ્રથમ ગાય કાળી હતી..!! કેમ?
પ્રજ્ઞા બેન મારો એક ઓળખીતો ઈરાનનો પારસી છે જમશીદ તેને હું હફીઝની બુક બતાવીશ અને આ તુર્કી છોકરીનું વિશેનું કાવ્ય બુકમાં શોધવા કહીશ જો એની ચિત્ર હશે તો એની કોપી કઢાવવા પ્રયત્ન કરીશ
પ્રજ્ઞા બેન
સંસ્કૃતમાં બીભત્સ જેવું કશું હતું નહિ .હાલ પણ તમે સંસ્ક્ર્તમાં યોની શબ્દ બોલો બીભત્સ નહિ લાગે પણ આજ શબ્દ તમે ગુજરાતીમાં બોલો એટલે બીભત્સ થઇ જાય .
કુશ એ ફારસી શબ્દ છે એનો અર્થ યોની થાય છે . એટલે હિંદુ કુશ એટલે હિન્દુની યોની
હાફિઝની મારી પાસે બૂક છે એમાં કદાચ આ કાવ્ય હશે .અને તુર્કી છોકરીનું ચિત્ર પણ હશે .પણ ગોતવું મુશ્કેલ
ઈરાન………….
http://gu.wikipedia.org/wiki/%E0%AA%88%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8
ઈરાન વિષે ઘણું બધું જાણવા મળ્યું।
તમારી એ ચોપડી મેં જોયેલી છે.
એ પ્રદેશ વીશેના લેખ …
ટાઈગ્રીસને તીરે, ભાગ – 1
ટાઈગ્રીસને તીરે, ભાગ -2
ટાઈગ્રીસને તીરે, ભાગ -3
વિકિપીડિયા નો કોઇ પણ લેખ કોઇ પણ વ્યક્તિ બદલી શકે છે. પણ અહિંયા સ્વયં સેવકો હાજર જ રહેતા હોય છે જેઓ કોઇ વ્યક્તિના ખરાબ લેખન ને સુધારવા કે કોઇ પણ પ્રકારની તોડફોડને અવળી કરી લેખોની કક્ષા સાચવી રાખે છે. તમે પણ તેમાં મદદરૂપ થઇ શકો છો. દરેક લેખનો “ઈતીહાસ” તમે જોઇ શકો છો. આ લેખનો પણ “ઈતીહાસ” છે. આ લેખના મથાળે જ્યાં “ઈતીહાસ” લખ્યું છે ત્યાં અથવા અહીં ક્લિક કરો અને જુઓ ઇતિહાસમાં કેવી રીતે માહિતી મળે છે.