Daily Archives: જાન્યુઆરી 9, 2013

સન્યાસી વેષમાં તસ્કર કળા

કેટલીક વખત ધુતારાઓ લોભીયાયોને  ફસાવવા  સન્યાસી જેવા ભગવા કપડા પહેરી ફરતા હોય છે .એમાં એને નજરે ચડે કે એક માણસ ગાયના શુકન લઈ .દુકાને જતો હોય ,પછી ઠગ આવા માણસની  હિલચાલ ઉપર દેખરેખ રાખે .એ કેવો માલદાર છે ,કેવો  અંધ શ્રદ્ધાળુ છે વગેરે માહિતી મેળવી લ્યે પછી એને અનુકુળતાએ મળે .સરસ હિન્દી બોલે . શેઠ મારી પાસે એક સોનાનો  હાર છે . એક શેઠાણીએ મને અર્પણ કર્યો છે મેં એની પાસે હરદ્વારની ટીકીટના પૈસા છેતરપીંડી  માગેલા  અને મેં એને વધુમાં કહેલું કે જો તમારી પાસે વધુ પૈસા હોય અને અને તમારું નામ રહે એવું દાન કરવું હોયતો .મારા આશ્રમમા મહેમાનો માટે નો એક ઓરડો બનાવવો છે તો એને મને આ  હાર આપી  દીધો ,અને બોલીકે  મેં સસ્તું સોનું હતું ત્યારે મારા ધણીએ મને ખરીદી આપ્યો છે .તે વખતે ચાલીસ હજારથી થોડા વધુ પૈસા આપવા પડેલા  .ઠગની  વાક્ઝાળમાં લોભિયો ફસાઈ જાય ,સન્યાસી એને હારમાંથી થોડું સોનું કાપી આપે જે સોની સાચું હોય .આ  સોનાની ધર્માદાના  કાંટે  ખાતરી   કર્યા  પછી મને પૈસા આપજે ઢેફું હતું  અને પોતે ક્યા ખરીદેલું મળશે એનું સરનામું આપે .હારનો કટકો લઈ લોભી ધર્માદાના કાન્ટે જાય  સાચું સોનું છે એની ખાતરી થઈજાય એટલે સન્યાસી પાસે આવે ,અને કહે મહારાજ હાલ આની કીમત જેટલા મારી પાસે રોકડા પૈસા નથી પણ ચાલીસ હાજર રોકડા છે  એ  હું તુર્ત આપી શકું એમ છું .ધર્માદાના કાંટા વાળા પાસે હું કીમત કરાવી જેટલી કીમત થશે એ પૈસા હું આપની આપી દઈશ મારે સન્યાસીને ઓછા પૈસા આપવાનું પાપ કરવું નથી અત્યારે સોનાનો જે ભાવ હશે  એ પ્રમાણે હું પૈસા આપી દઈશ ,લોભી મનમાં વિચારેકે  સન્યાસી હરદ્વાર જઈને પાછો આવે ત્યારે જોયું જાય .પછી નક્કી કરેલા પૈસા સન્યાસી વેષધારી ઠગને આપી હરખાતો હરખાતો  ઘરે જાય .અને ઠગ વહેલામાં વહેલીં તકે પોબારા ગણી જાય .

આવા પ્રકારની ઠગાઈ એક  છારે પણ કરેલી  ઘણે ભાગે આ છારો ગંગારામ મોતી હતો . . આ છેતરપીંડીમાં એક માણસનો સાથ પણ લેવો પડેલો .આ સાગરિત છારો નોતો પણ હતો સારા ઘરનો ગંગારામ આ માણસને ઓળખે  ગંગારામે એને કહ્યુકે તું કોઈ માણસને પકડી લાવે તો હું એને શીશામાં ઉતારું અને તુને પણ અર્ધો ભાગ આપીશ  સાગરિત બાપ કમાઈ વાળા નબીરાને એવા ઉંઠા  ભણાવ્યાં કે મારા એક ઓળખીતાનો દીકરો સોનાની ખાનમાં નોકરી કરે છે .તે સોનું મિશ્રિત માટીનું ઢેફું ચોરી લાવ્યો છે .એને આ ઢેફું વેચીને નાણાં ઉભાં કરવા છે .જો તું આ ઢેફું ખરીદેતો  તુને પુષ્કળ પૈસા મળે એમ છે આજ માણસ પાસેથી મેં  એક માણસને  ઢેફું અપાવેલું જોકે તે વખતે નાનું .ઢેફું હતું એટલે પાંચ હજારમાંખરીદેલું પણ એના એને છપ્પન હજાર ઉપજેલા  નબીરો મિત્રને ભરોસે દોઢ લાખના ખાડામાં પડી ગયો . જોકે આ બાબતમાં પોલીસ કેસ થએલો .  એ ડાયરાને ઝાઝાથી રામ રામ   કોઈએ આ કસબ શીખવાનો નથી .

એ ઢેફું લે તો તુને પુષ્કળ પૈસા મળે એમ છે .  આજ માણસ પાસેથી મેં   એક માણસને  સોનાનું ઢેફું અપાવેલું છે।એવખતે આ માણસ પાસે નાનું ઢેફું હતું .એ એને પાંચ હજારમાં ખરીદેલું અને તેત્રીસ હજાર ઉપજાવેલા .