Daily Archives: જાન્યુઆરી 1, 2013

સંધીયાણી ન હોય સતીયું

છારાનગરના પોલીસ સબ .ઇન્સ .તરીકે જયારે રામજી ભાઈ દઈ કરીને રબારી હતા .ત્યારે એક વખત એમને પોતાના બંગલે રાતના ભજન રાખેલાં .એમાં ઘણા માણસોને આમંત્રણ આપેલું .એમાં છારાઓને પણ આમંત્રણ આપ્યું હોવાથી થોડાં છારા સ્ત્રી પુરુષોપણ આવેલાં . ભજન મંડળીએ બરાબર ભજન જમાવ્યાં .છારા તો રામજીભાઈને સારું લગાડવા ડોલવા લાગ્યા .પછી ભજન પૂરાં થયાં પ્રસાદ વહેચાણો પ્રસાદ લઈ સૌ વિખરાણાં રામજીભાઈ બંગલામાં જઈને ઊંઘી ગયા .બે છારા ઘરે ન જતાં આડાઅવળા સંતાઈ ગયા .રામજી ભાઈ ગાય પણ રાખતા .મોકો જોઇને સંતાએલા પ્રગટ થયા .અને ગાય છોડી અને લઈને હાલતા થઈ ગયાં .સવારે રામજીભાઈનાં ઘરવાળાં બોઘરું લઈ ગાય દોવા ગયાં .જોયું તો ગાય અદ્રશ્ય .
અગાઉ મેં સાડી ચોર બાઈઓનો (આગલા પ્રકરણમાં )ઉલ્લેખ કરેલો એ જમનીનો ભાઈ શાંતિ ભવાન કરીને હતો .તે એક વખત બાવરીવાઘરી તરીકે ઓળખાતી જાતિ કે જેને પણ છારાઓની જેમ બ્રિટીશરોએ ગુન્હેગાર જાતી

તરીકે જાહેર કરેલી . .એની ટોળીમાં શાંતિ ભળ્યો .બાવરી વાઘરી સાધુવેષ ધારી ગામડાંઓમાં અને શહેરોમાં દિવસે ભીખ માગે અને ઘર જોઈ જાય અને પછી રાતના ચોરી કરે .એક રાત્રે અમદાવાદની પાંજરાપોળમાં લુંટ કરવા માટે (આ પાંજરાપોળની ચાલી આઝાદ સોસાઈટી બાજુ છે )શાંતિ બાવરી વાઘરીની ટોળીને લઇ આવ્યો અને લુંટ કરી બંદુક હતી પણ ક્યાંક ખૂણે ખાચરે રાખેલી એટલે આ બંદુક પણ લઇ ગયા પાંજરાપોળ વાળાઓએ .પોલીસમાં ફરિયાદ કરી પોલીસની ની પૂછપરછમાં પાંજરાપોળ વાળાઓએ ચહેરાનીશાન આપ્યું આ ઉપરથી પોલીસે શાંતિને પકડયો .આ વખતે શાંતિએ ટીલાં ટપકાં કાર્લા ગળામાં માળાઓ પહેરેલી હતી .જયારે પોલીસે શાંતિને પકડયો .ત્યારે શાંતિ પોલીસની સામે થઇ ગયો અને બોલ્યો .મેરા સધુકા તુમકો ક્યાં કામ હે .જાઓચલે જાઓ મૈ નહિ આતા .પોલીસને શાંતિની ગરજ હતી .કેમકે શાંતિના લીધે આ લુંટ કરનારાઓ પકડી શકાય એમ હતા .એટલે પોલીસ શાંતિ સાથે બહુ સારી રીતે વર્તતા .શાંતિનો એક સગો ગંગારામ કે જેનો દીકરો હિંમતલાલ ભણીને વકીલ થયેલો આ ગંગારામને પોલીસ બોલાવી લાવી પોલીસે ગંગારામને કીધું કે આ લુંટ કેસમાં અમે શાંતિને સંડોવવાના નથી .માટે તું શાંતિને સમજાવ કે તે બીજા લુંટારા પકડવામાં અમને સાથ આપે .જોકે પોલીસનાં વચનો અને રાજકારણીઓના વચનો ઉપર ભરોસો નો રખાય .પણ આકેસમાં શાંતિની ગરજ હોવાથી શાંતિ ઉપર કેસ નહીં થાય એવો ગંગારામને વિશ્વાસ બેઠેલો . ગંગારામ આવ્યો શાંતિને મળ્યો અને ખાનગીમાં બધી વાત કરીકે તારા ઉપર પોલીસ કેસ નહિ કરે માટે તું લુંટ કરનારાઓને પકડાવી દે ગંગારામની વાત સાંભળી શાંતિ એક દમ તાડૂક્યો અને ગંગારામને કીધું . સાલા ચોર તુંમેરેકું ચોર સમજતા હૈ ?મૈ શ્રાપ દુંગા તો તેરા સત્યાનાશ હો જાયગા .ગંગારામ કહે બહુ હુશિયારી રહેવા દે અને તું બધા લુંટારા લોકોને પકડાવી દે એલોકો આપણી જાતના નથી .આ તું કામ કરીશ તો તું પોલીસનો માનીતો થઇ જઈશ કોઈ વખત પોલીસ તારા કામમાં આવશે .બહુ સમજાવ્યા પછી શાંતિ માન્યો અને ચોરને પકડાવી દીધા પછી શાન્તી શીખ ધર્મી બન્યો .એનું નામ રામસિંહ રાખવામાં આવ્યું
અમદાવાદનું એર પોર્ટ જયારે ઇન્ટર નેશનલ નોતું બન્યું ત્યારે રનવેની આજુબાજુની જગ્યામાં ચોમાસામાં ઘાસ ઉગતું અને ચણીયા બોરડીની ઝાડી હતી અને ફરતી કાંટાળી વાળ હતી વાડ પછીની ઘણી ખુલ્લી જગ્યા હતી જેમાં આંબા અને બોરડીઓ હતી .આ પછી પોલીસ લાઈનના મકાનો હતા આ મકાનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ હિમ્મત લાલ જોષી રહેતા . એ જરા વિશિષ્ટ પ્રકારના પોલીસ મેં હતા તેઓ પાસે 26 જેટલી બકરીઓ હતી ,આટલી બકરીઓ રાખનારો પોલીસદ તમે જોયો છેકે સાંભળ્યો છે ? આ એર પોર્ટની હદમાં હિમ્મતલાલની બકરીઓ ચરે
સિઝનમાં સરકાર એરપોર્ટના ઘાસનો ઈજારો આપે .એની હરરાજી થાય પણ દર વરસે એક બ્રાહ્મણ ,ડાયાભાઇ પટેલ અને તાજમાંમદ કે જે મૂળ અફ્ઘનીસ્તનનો હતો .તે જર્મન લોકો જેવા ગોરા રંગની ચામડી વાળો હતો .એના વિષે એક જાણવા જેવી વાત કહી દઉં છું .ઈસ્વીસન 1847 પહેલાં આ લોકો મુસલમાન નોતા એટલે અફઘાનીસ્તાનના મુસલમાન ધર્મી લોકો એને કાફર કહેતા અને એ લોકોનો જ્યાં ખાસ વસવાટ હતો એ વિસ્તાર કાફીરીસ્તાન તરીકે ઓળખાતો .1847 પછી આલોકોના વિસ્તારને નુરીસ્તાન નામ આપ્યું .હાલ એ નુરીસ્તાન તરીકે ઓળખાય છે .
ઘાસનું રક્ષણ કરવા આ લોકો નોકર રાખતા એક વખત એક દુખીરામ ભૈયાને રાખેલો જે જાતનો કુનબી હતો (કણબી )દાદુભા પોલીસ એને જલામનો દુખ્યો કહેતા હિમ્મ્ત્લાલની બક્રીયોને હાથ ન લગાડાય હો એક તાજ્માંમદ કોકડી ઘોડા ઉપર ચડીને આવે ત્યારે છોકરાઓને બકારીયા ઘર લે જાઓ વરના મેં બકરીયા ડીબ્બેમે પુર દુંગા એક વખત શાંતિ ભવાન (શીખ રામસીન્ગને) ચોકીદાર રાખ્યો .એ બકરીઓને નો દ્યે છોકરાએ હિમ્મત લાલને વાત કરી કે એક શીખ ચોકીદાર આવ્યો છે ઈ બકરીઓને ચરવા નથી દેતો , હું એક વખત બકારીયું લઈને ચરાવવા ગયો .અને મેં એને કીધું શાંતિ આ બકરીઓ મારી છે બસ પછી તો શાંતિ બકારીયુંનું પોતે ધ્યાન રાખે અને છોકરાઓને કહે તમે ઘરે જાઓ લેશન કરો આજે હું બકરીઓ ચરાવીશ
સંધી યાણી ન હોય સતીયું પાખંડી ન હોય પીર છારા ન હોય સાવ કાર કેટ ગ્યા દાસ કબીર